Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે ‘પઢે ભારત અભિયાન’ કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર

Padhe Bharat Campaign: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું વાંચન અભિયાન શરૂ કર્યું. આ વાંચન અભિયાન ધ્યાન ધોરણ 8ના વિદ્યાર્થીઓ પર રહેશે અને તેમનામાં પુસ્તકો વાંચવા માટે ઇચ્છાશક્તિ કેળવવામાં આવશે.

Padhe Bharat Campaign: શિક્ષણ મંત્રાલયે 'પઢે ભારત અભિયાન' કર્યું શરૂ, પુસ્તકોની પ્રથમ યાદી કરી જાહેર
Padhe Bharat Campaign
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 5:37 PM

Padhe Bharat Campaign: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થીઓ માટે 100 દિવસનું વાંચન અભિયાન શરૂ કર્યું. આ વાંચન ઝુંબેશનું ધ્યાન ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પર રહેશે અને તેમનામાં પુસ્તકો વાંચવા માટે ઇચ્છાશક્તિ કેળવવામાં આવશે. આ અભિયાન (Padhe Bharat Campaign) 01 જાન્યુઆરી 2022 થી શરૂ થયું છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Education Minister Dharmendra Pradhan) માને છે કે વિદ્યાર્થીઓ તેમના જીવનમાં જેટલા વધુ પુસ્તકો વાંચશે તેટલો દેશ આગળ વધશે. અભિયાનના પ્રથમ 5 પુસ્તકોની યાદી બહાર પાડવામાં આવી છે. ધર્મેન્દ્ર પ્રધાન કહે છે કે, પુસ્તકો વાંચવી એ એક સ્વસ્થ આદત છે અને જ્ઞાનાત્મક, ભાષા અને સામાજિક કૌશલ્યો વિકસાવવાની એક શ્રેષ્ઠ રીત છે.

આ 5 વસ્તુઓ તમારા પર્સમાં રાખો, ક્યારેય પૈસાની કમી નહીં થાય!
મખાના કે પોપકોર્ન...બંનેમાંથી કયું વધુ ફાયદાકારક છે?
આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?

પ્રથમ યાદી કરી જાહેર

આ અભિયાન હેઠળ ધર્મેન્દ્ર પ્રધાને તે પાંચ પુસ્તકોના નામ શેર કર્યા છે. સત્તાવાર રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે તેમણે દરેકને પુસ્તકો વાંચવાની ટેવ અપનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.

  1. એટોમિક હેબિટ્સ બાય જેમ્સ ક્લિયર.
  2. લિટલ બુક ઓફ હેપીનેસ રસ્કિન બોન્ડ.
  3. રિફ્લેક્શન બાય સ્વામી વિવેકાનંદનું.
  4. ચિલિકા બાય કબીબરા રાધાનાથ રે.
  5. પ્રાયશ્ચિત બાય ફકીર મોહન સેનાપતિ (ઓડિયા લેખક).

100 દિવસનું અભિયાન

પઢેગા ભારત અભિયાનનો પ્રથમ તબક્કો 14 અઠવાડિયા સુધી ચાલુ રહેશે, જેમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારના પુસ્તકો વાંચવા માટે પ્રેરિત કરવામાં આવશે. માર્ગદર્શિકામાં વિદ્યાર્થીઓ માટેની પ્રવૃત્તિઓનું કેલેન્ડર છે તેમજ આ પ્રવૃત્તિઓનું આયોજન એવી રીતે કરવામાં આવે છે કે, વિદ્યાર્થીઓ ઉપલબ્ધ સંસાધનોની મદદથી ઘરે બેઠા કરી શકે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે, શાળા બંધ થવાની સ્થિતિમાં વિદ્યાર્થીઓ પરિવાર અથવા સાથીઓની મદદ લઈ શકે છે.

100 દિવસની ઝુંબેશના ભાગ રૂપે, દર અઠવાડિયે જૂથ દીઠ એક પ્રવૃત્તિ બનાવવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય વાંચનને આનંદપ્રદ બનાવવા અને વાંચનના આનંદ સાથે જીવનભરનો સંગાથ રચવાનો છે. મંત્રાલયે આ રીડિંગ ડ્રાઇવ પર એક વ્યાપક માર્ગદર્શિકા તેમજ પ્રવૃત્તિઓનું વય-યોગ્ય સાપ્તાહિક કેલેન્ડર તૈયાર કર્યું છે. તમામ માર્ગદર્શિકા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શેર કરવામાં આવી છે. આ વાંચન ઝુંબેશ “મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાતા મિશન” ના લક્ષ્યો અને વિઝન સાથે પણ જોડાયેલું છે.

આ પણ વાંચો: CISF Recruitment 2021: હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે નોકરી મેળવવાની તક, સ્પોર્ટ્સ ક્વોટામાંથી કરવામાં આવશે ભરતી

આ પણ વાંચો: Best Management College: જો તમે શ્રેષ્ઠ મેનેજમેન્ટ કોલેજ શોધી રહ્યા છો, તો અહીં છે ઘણા વિકલ્પો, જુઓ ટોપ કોલેજોની યાદી

કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
સુરતમાં ફાયર સેફ્ટિના મુદ્દે 16 માર્કેટને નોટિસ
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
દુષ્કર્મ કેસમાં જૈન મુનિ શાંતિ સાગરજી દોષિત જાહેર, હવે ફટકારાશે સજા
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
પ્રદ્યુમ્ન પાર્કમાં સફેદ વાઘણ કાવેરીએ બે બચ્ચાઓને જન્મ આપ્યો
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
ગુડલક સર્કલ નજીક ગેરકાયદે દબાણો કરાયા દૂર, સ્થાનિકોએ કર્યો વિરોધ
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
કડીમાં ગેરકાયદે ચાલતુ ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુનાખોરી અટકાવાનો નવો પ્રયાસ, પોલીસની PCR વાન પહેલા પહોંચશે ડ્રોન !
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
ગુજરાતમાં પ્રથમ વખત ડ્રોનથી ગુમ વ્યક્તિને શોધવાનો સફળ પ્રયોગ
g clip-path="url(#clip0_868_265)">