AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IB ACIO Admit Card 2021: ઈન્ટેલિજેન્સ ઓફિસર પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર થયું, આ રીતે કરો ડાઉનલોડ

IB ACIO Admit Card 2021: ગૃહ મંત્રાલય (Home Ministry)એ ACIO IB એડમિટ કાર્ડ 2021 જાહેર કર્યું છે. આસિસ્ટેન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 (IB ACIO Admit Card)ની પોસ્ટની ભરતી માટેનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ mha.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે.

IB ACIO Admit Card 2021: ઈન્ટેલિજેન્સ ઓફિસર પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર થયું, આ રીતે કરો ડાઉનલોડ
Heena Chauhan
| Edited By: | Updated on: Feb 10, 2021 | 8:19 PM
Share

IB ACIO Admit Card 2021: ગૃહ મંત્રાલય (Home Ministry)એ ACIO IB એડમિટ કાર્ડ 2021 જાહેર કર્યું છે. આસિસ્ટેન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 (IB ACIO Admit Card)ની પોસ્ટની ભરતી માટેનું એડમિટ કાર્ડ સત્તાવાર વેબસાઈટ mha.gov.in પર જાહેર કરવામાં આવ્યું છે. ઉમેદવારો આ વેબસાઈટની મુલાકાત લઈને પરીક્ષાનું પ્રવેશ કાર્ડ (IB Admit Card) ડાઉનલોડ કરી શકે છે. આ ભરતી અંતર્ગત ACIOની 2,000 જગ્યાઓ ભરવાની છે. તેમાંથી 989 ખાલી જગ્યાઓ અનામત, 113 ઈડબ્લ્યુએસ, 417 ઓબીસી, 360 એસસી, 121 એસટી માટે છે.

નીચે આપેલ ઉમેદવારો કોમ્પ્યુટર અને મોબાઈલ બંને પર તેમના પ્રવેશ કાર્ડને તપાસી અને ડાઉનલોડ કરી શકે છે.

IB ACIO Admit Card 2021: આ ડાયરેક્ટ લિંકથી ડાઉનલોડ કરો

ઉમેદવારો નીચે આપેલ સીધી લીંક પર ક્લિક કરીને તેમના પ્રવેશ કાર્ડને ડાઉનલોડ કરી શકે છે. IB Admit Card 2021 Direct Link

આ પછી, UserID અને Password સબમિટ કરીને લૉગઈન કરો. હવે તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો.

આ રીતે પસંદગી થશે

ઉમેદવારોની પસંદગી માટે 2 ટીયરની પરીક્ષા અને ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. ટીયર 1 પાસ કરેલ ઉમેદવારોને ટીયર 2ની પરીક્ષામાં ભાગ લેવાની તક મળશે. ટીયર 2ની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવાશે. ટીયર 1 લેખિત પરીક્ષા 100 ગુણની હશે. ટીયર 2 ડિસ્ક્રિપ્ટિવ પેપર 50 ગુણનું હશે અને ઈન્ટરવ્યૂ 100 ગુણનો હશે.

કેટલો હશે પગાર

પગાર ધોરણ – સ્તર 7 (રૂ. 44,900-1,42,400) અને અન્ય ભથ્થાં.

g clip-path="url(#clip0_868_265)">