ખુશ ખબર…NEET પર આવ્યા મોટા સમાચાર, બદલાઈ ગઈ એલિજિબિલીટી, હવે 30% ઓછા માર્ક્સ પર પણ મળશે પ્રવેશ

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 9:39 AM

NEET News in Gujarati : NEET પરીક્ષામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે NEET SS પાત્રતા માપદંડ 50% થી ઘટાડીને 20% કર્યો છે.

ખુશ ખબર...NEET પર આવ્યા મોટા સમાચાર, બદલાઈ ગઈ એલિજિબિલીટી, હવે 30% ઓછા માર્ક્સ પર પણ મળશે પ્રવેશ
NEET SS (Symbolic Image)

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મેડિકલ વિદ્યાર્થીઓ માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. જેમાંથી એક NEET પરીક્ષાની પાત્રતા અંગે પણ છે. NEET પરીક્ષા પર આ આજના સૌથી મોટા સમાચાર કહી શકાય છે. Health Ministryએ NEET SSની પાત્રતામાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ આ પાત્રતા 50 ટકા હતી, જે ઘટાડીને 20 ટકા કરવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે નેશનલ મેડિકલ કમિશન (NMC) સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લીધો છે. NEET SSની તૈયારી કરી રહેલા ડોકટરો માટે આ સૌથી મોટા રાહતના સમાચાર છે.

આ પણ વાંચો : દેશમાં MBBSની કેટલી બેઠકો છે, PG મેડિકલ કોર્સની શું છે સ્થિતિ? સરકારે જવાબ આપ્યો

અધિકારીઓએ કહી મહત્તવની વાત

અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, જે ઉમેદવારોએ નેશનલ એલિજિબિલિટી અને એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET સુપર સ્પેશિયાલિટીમાં 20 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે તેઓ હવે સ્પેશિયલ મોપ-અપ રાઉન્ડમાં ભાગ લઈ શકશે. અગાઉ 50% માર્કસ ફરજિયાત હતા.

કોને મળશે NEET કટ ઓફનો લાભ

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ (NBE) ને મોકલવામાં આવેલા પત્રમાં, મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) એ જણાવ્યું હતું કે, “આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સક્ષમ અધિકારીઓએ, NMC સાથે પરામર્શ કરીને, એક વધારાનું મોપ-અપ રાઉન્ડ હાથ ધરવાનું નક્કી કર્યું છે. NEET SS 2022-23 કાઉન્સેલિંગના બે રાઉન્ડ પૂરા થયા પછી બાકીની બેઠકો માટે આ કરી શકાય છે.

એવું કહેવામાં આવ્યું છે કે, તે ઉમેદવારો વધારાના તબક્કા માટે પાત્ર હશે, જેમણે NBE દ્વારા આયોજિત NEET SS પરીક્ષા 2022માં તમામ વિષયોમાં 20 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા છે.

NEET SS શું છે?

NEET SS એટલે NEET Super Specialty. NEET UG, NEET PG ની જેમ, આ પણ નેશનલ લેવલની મેડિકલ પ્રવેશ પરીક્ષા છે. તેના દ્વારા મેડિકલના સુપર સ્પેશિયાલિટી કોર્સમાં એડમિશન મળે છે. આ પરીક્ષા NBE દ્વારા લેવામાં આવે છે. પીજી મેડિકલ ડિગ્રી કોર્સ પૂર્ણ કરનારા ડૉક્ટરો મેડિકલના સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમો (DM/MCH/DrNB)માં પ્રવેશ માટે NEET SS પરીક્ષા આપી શકે છે.

NBE બોર્ડ અનુસાર Medical Super Specialty Coursesમાં પ્રવેશ માટે NEET SS એ એકમાત્ર પ્રવેશ પરીક્ષા છે. જો કે આ 5 મેડિકલ કોલેજો – AIIMS નવી દિલ્હી, PGIMER ચંડીગઢ, JIPMER પુડુચેરી, નિમહંસ બેંગલુરુ અને શ્રી ચિત્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી ત્રિવેન્દ્રમમાં NEET SS દ્વારા DM અને MCH પ્રવેશ કરવામાં આવતો નથી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati