દેશમાં MBBSની કેટલી બેઠકો છે, PG મેડિકલ કોર્સની શું છે સ્થિતિ? સરકારે જવાબ આપ્યો

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2023 | 8:11 AM

આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે જણાવ્યું છે કે, દેશમાં મેડિકલ સીટોની સંખ્યામાં વધારો થયો છે. તેમણે છેલ્લા આઠ વર્ષના ડેટા આપ્યા છે.

દેશમાં MBBSની કેટલી બેઠકો છે, PG મેડિકલ કોર્સની શું છે સ્થિતિ? સરકારે જવાબ આપ્યો
Medical Seats in India

પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે NEET PG માટે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટેની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. NEET PGની પરીક્ષા 5 માર્ચે લેવામાં આવશે. આ ઉપરાંત, NEET UG માટે રજીસ્ટ્રેશન પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે દેશમાં પીજી મેડિકલ સીટોની સંખ્યા કેટલી છે. સરકારે તેનો જવાબ આપી દીધો છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં મેડિકલ સીટોની સંખ્યા કેટલી છે. આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે આ અંગે માહિતી આપી હતી.

આ પણ વાંચો : NEET PG ને બાય-બાય કહો ! સરકારનો ‘NExT’ પ્લાન, હવે આ રીતે મળશે PGમાં એડમિશન

સરકારે સંસદમાં જણાવ્યું કે, છેલ્લા આઠ વર્ષમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યામાં 69 ટકાનો વધારો થયો છે. 2014માં 387 મેડિકલ કોલેજ હતી જે હવે વધીને 654 થઈ ગઈ છે. સરકારે કહ્યું કે, આ સમયગાળા દરમિયાન MBBS સીટોની સંખ્યામાં 94 ટકાનો વધારો થયો છે. યુજી મેડિકલ સીટ 51,348 થી વધીને 99,763 થઈ છે. બીજી તરફ પીજી મેડિકલ સીટોની વાત કરીએ તો તેમાં 107 ટકાનો વધારો થયો છે. સરકારે કહ્યું કે, 2014માં પીજી મેડિકલ સીટોની સંખ્યા 31,185 હતી, જે હવે વધીને 64,559 થઈ ગઈ છે.

ડોકટરોની સંખ્યામાં વધારો

આરોગ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે કહ્યું કે, દેશમાં ડોકટરોની સંખ્યા વધારવા માટે સરકારે મેડિકલ કોલેજોની સંખ્યા અને MBBS સીટોની સંખ્યામાં વધારો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં મેડિકલ સીટોની સંખ્યા વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓમાં જિલ્લા અને રેફરલ હોસ્પિટલોને અપગ્રેડ કરીને નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજનાનો સમાવેશ થાય છે. મંજૂર કરાયેલી 157 નવી મેડિકલ કોલેજોમાંથી 94 પહેલેથી જ કાર્યરત છે.

બેઠકો કેવી રીતે વધી?

મંત્રીએ માહિતી આપી હતી કે MBBS અને PG બેઠકોની સંખ્યા વધારવા માટે રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વર્તમાન મેડિકલ કોલેજોને મજબૂત અને અપગ્રેડ કરવા માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY) ‘સુપર સ્પેશ્યાલિટી બ્લોક્સના નિર્માણ દ્વારા સરકારી મેડિકલ કોલેજોનું અપગ્રેડેશન’ હેઠળ કુલ 75 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 60 પૂર્ણ થઈ ગયા છે.

આરોગ્ય રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ની સ્થાપના માટે કેન્દ્રીય યોજના હેઠળ આવી 22 સુવિધાઓને મંજૂરી આપવામાં આવી છે અને તેમાંથી 19માં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો શરૂ થયા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati