Govt Jobs: એન્જિનિયર અને LLB પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી

આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો 18 ઓક્ટોબર થી 17 નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. સૂચના અનુસાર ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. ભરતીની વધારે માહિતી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ ચેક કરવી જોઈએ. કુલ 114 ખાલી જગ્યા ભરવામાં આવશે.

Govt Jobs: એન્જિનિયર અને LLB પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની તક, આ રીતે કરો ઓનલાઈન અરજી
Govt Jobs
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 5:43 PM

સરકારી નોકરી (Govt Jobs) મેળવવા માટે જે ઉમેદવારો તૈયારી કરી રહ્યા છે તેના માટે સારા સમાચાર આવ્યા છે. ગ્રેજ્યુએટ ઉમેદવારો રાજસ્થાનના સરકારી વિભાગમાં નોકરી મેળવી શકે છે. રાજસ્થાનના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે લો ઓફિસર (LO) અને જુનિયર સાયન્ટિફિક ઓફિસર (JSO) અને જુનિયર એન્વાયર્નમેન્ટ ઓફિસર (JEO) ની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે. આ સરકારી ભરતી માટેની વિગતવાર સૂચના જાહેર કરવામાં આવી છે.

પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી

આ ખાલી જગ્યાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો આગામી 18 ઓક્ટોબર થી 17 નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. સૂચના અનુસાર ભરતી માટેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી નથી. સરકારી ભરતીની વધારે માહિતી માટે ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઇટ ચેક કરવી જોઈએ. ભરતી દ્વારા કુલ 114 ખાલી જગ્યા ભરવામાં આવશે.

અરજી ફી અને વય મર્યાદાની વિગત

આ ખાલી જગ્યાની ભરતી માટે અરજી કરવા માટે કોઈ ફી ચૂકવવાની નથી. જો વય મર્યાદા વિશે વાત કરવામાં આવે તો લઘુત્તમ ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. મહત્તમ વય મર્યાદા 40 વર્ષ નક્કી કરવામાં આવ્યા છે. ઉમેદવારોને RSPCB દ્વારા મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. ખાલી જગ્યા માટેનું પગાર ધોરણ મેટ્રિક્સ લેવલ-12 મુજબ છે.

ઘરમાં પૈસા ન ટકવાના 4 મોટા કારણ કયા છે? જાણો
શું મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયાની બહાર થશે?
Turmeric Benefits : ઓશીકા નીચે હળદરનો ગાંઠિયો રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા
ક્રિસમસ અને New Year પર મોડી રાત સુધી દારૂની દુકાનો રહેશે ખુલ્લી, જાણો સમય
તુલસીને જળ ચઢાવતી વખતે શું ઉમેરવું જોઈએ? જાણી લો
MS ધોની બન્યો સિક્રેટ સાન્તાક્લોઝ, ક્રિસમસ પર સામે આવી ખાસ તસવીરો

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • અરજી કરવા માટે, ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ environment.rajasthan.gov.in પર જાઓ.
  • અરજી કરતા પહેલા વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાને ધ્યાનથી વાંચો.
  • હોમપેજ પર Recruitment of EET-2024 through Gate -2024 પર જાઓ.
  • અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો, ફોટો અને આઈડી પ્રૂફ સંબંધિત માહિતી અપલોડ કરો.
  • અરજી સબમિટ કરો અને તેની અરજી ફોર્મની પ્રિન્ટ લઈ લો.

આ પણ વાંચો : Govt Jobs: 12 પાસ ઉમેદવારો માટે સરકારી વિભાગમાં નોકરી, પગાર 70000 રૂપિયા, આ રીતે કરો અરજી

શૈક્ષણિક લાયકાતની વિગતો

લો ઓફિસરની (LO II) પોસ્ટ માટે કુલ 2 જગ્યાઓ ખાલી છે. તેના માટે અરજી કરનારા ઉમેદવારો પાસે LLB ની ડિગ્રી હોવી ફરજીયાત છે. આ ઉપરાંત કાયદાના ક્ષેત્રમાં કામ કરવાનો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જુનિયર સાયન્ટિફિક ઓફિસર (JSO) માટે M.sc ની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે જ સંબંધિત ટ્રેડ વિશે જાણકારી હોવી જોઈએ. જુનિયર એન્વાયર્નમેન્ટ ઓફિસરની પોસ્ટ માટે, ઉમેદવારો પાસે MTech ની ડિગ્રી અને સંબંધિત ટ્રેડનું નોલેજ હોવું જોઈએ.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">