Govt Jobs: ગ્રેજ્યુએટ્સ માટે બમ્પર વેકેન્સી, 1.50 લાખ રૂપિયાથી વધારે મળશે પગાર, આ રીતે કરો ઓનલાઈન અરજી

|

Sep 20, 2023 | 6:05 PM

એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરીની કુલ 328 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારો માટે 80 શબ્દો પ્રતિ મિનિટ શોર્ટ હેન્ડ સ્પીડ અને ટાઈપિંગની ઝડપ 25 શબ્દો પ્રતિ મિનિટ હોવી ફરજિયાત છે.

Govt Jobs: ગ્રેજ્યુએટ્સ માટે બમ્પર વેકેન્સી, 1.50 લાખ રૂપિયાથી વધારે મળશે પગાર, આ રીતે કરો ઓનલાઈન અરજી
Govt Jobs

Follow us on

જો તમે સરકારી નોકરી (Govt Jobs) શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. ઉત્તર પ્રદેશ સર્વિસ પબ્લિક કમિશન (UPPSC) દ્વારા સરકારી નોકરીની ભરતીની સૂચના જાહેર કરવામાં આવી છે. UPPSC એ રાજ્યમાં એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરી (APS) ની જગ્યા પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ uppsc.up.nic.in પરથી અરજી કરી શકે છે.

આ ખાલી જગ્યા સંબંધિત તમામ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. UP-APSની પોસ્ટ માટે અરજી પ્રક્રિયા 19 સપ્ટેમ્બર 2023 થી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની અને એપ્લિકેશન ફી ભરવાની છેલ્લી તારીખ 19 ઓક્ટોબર 2023 છે.

અરજી ફી

જનરલ, OBC, EWS કેટેગરીના ઉમેદવારોએ 185 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. એસસી-એસટી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 95 રૂપિયા અને વિકલાંગ વર્ગ માટે, અરજી ફી 25 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા એપ્લિકેશન ફી ઓનલાઇન ચૂકવી શકે છે.

સાંજે ઘરના દરવાજા પર રાખો આ 1 વસ્તુ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન!
રોજ ખાલી પેટ કોથમીરના પાન ચાવવાથી જાણો શું થાય છે?
Calcium For Health: કેવી રીતે ખબર પડે છે કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ છે?
શ્રાદ્ધ પક્ષમાં બનાવો શાનદાર પનીર રબડી
Broccoli : બ્રોકોલી છે પોષક તત્વોનો ખજાનો, જાણો અઠવાડિયામાં કેટલી વાર ખાવું?
કેવી રીતે ખબર પડે કે તમારૂ લીવર ખરાબ થઇ રહ્યું છે ?

વય મર્યાદા

એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરીના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ. UPPSC ની નવી શરતો અનુસાર, અનામત શ્રેણીના ઉમેદવારોને મહત્તમ વયમાં છૂટ આપવાની જોગવાઈ છે.

પોસ્ટની સંખ્યા અને પાત્રતા

એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરીની કુલ 328 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉમેદવારો માટે 80 શબ્દો પ્રતિ મિનિટ શોર્ટ હેન્ડ સ્પીડ અને ટાઈપિંગની ઝડપ 25 શબ્દો પ્રતિ મિનિટ હોવી ફરજિયાત છે. વધુ માહિતી માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચના જોઈ શકે છે.

UPPSC – APS માટે અરજી કેવી રીતે કરવી

  • સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ uppsc.up.nic.in પર જાઓ.
  • ઉમેદવારોને નોંધણીના 72 કલાકની અંદર OTR મળશે.
  • ત્યારબાદ હોમ પેજ પર જાઓ અને સંબંધિત લિંક પર ક્લિક કરો.
  • પછી ઓનલાઈન ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અંતમાં અરજી ફીની ચૂકવણી કરો.
  • ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

આ પણ વાંચો : Govt Jobs: 5 ધોરણથી લઈને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સરકારી નોકરી બહાર પડી, આ રીતે કરો અરજી

પગારની વિગતો

UPPSC-APS ની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 8 હેઠળ પગાર મળશે. તેનો મૂળ પગાર 47,600 રૂપિયાથી 1,51,100 રૂપિયા સુધીનો હશે. આ સિવાય ઉમેદવારોને અન્ય ઘણા સરકારી ભથ્થાનો પણ લાભ મળશે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article