GATE 2021 Result: GATEના પરિણામની તારીખ જાહેર, જાણો માહિતી
GATE 2021 Result: Indian Institute of Technology, Bombay (IIT Bombay) દ્વારા ગેટ 2021નું પરિણામ (GATE 2021 Result) ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
GATE 2021 Result: Indian Institute of Technology, Bombay (IIT Bombay) દ્વારા ગેટ 2021નું પરિણામ (GATE 2021 Result) ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગેટની પરીક્ષાનું પરિણામ 22 માર્ચે સત્તાવાર વેબસાઈટ gate.iitb.ac.in પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ વેબસાઈટની મુલાકાત લઈને પરીક્ષાનું પરિણામ ચકાસી શકશે. વિદ્યાર્થીઓએ તેમની માહિતી ભરવી પડશે અને પરિણામ તપાસવા માટે લૉગઈન કરવું પડશે.
કોરોના વાઈરસ માટેના માર્ગદર્શિકાને અનુસરીને ગેટ 2021ની પરીક્ષા 5,6,7, 12, 13 અને 14 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી. GATE 2021એ કમ્પ્યુટર આધારિત પરીક્ષણ તરીકે લેવામાં આવી હતી. પેપરમાં ઓબ્જેકટિવ ટાઈપના પ્રશ્નોનો સમાવેશ કર્યો, જેમાં ત્રણ પેટર્ન મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs), મલ્ટિપલ સિલેક્ટ પ્રશ્નો (MCQs) અને ન્યુમરીકલ આન્સર ટાઈપ (NAT)નો સમાવેશ થાય છે.
GATE 2021 Result આ રીતે તપાસ કરો
વિદ્યાર્થીઓ નીચે બતાવેલ સ્ટેપ દ્વારા રિજલ્ટ ચેક કરી શકશે.
Step 1: વિદ્યાર્થીઓએ ઑફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.in પર જવું પડશે. Step 2: આ પછી, તેઓએ વેબસાઈટ પર આપેલ પરિણામની લિંક પર ક્લિક કરવું પડશે. Step 3: પછી વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રશન નંબર અને જન્મ તારીખની સહાયથી લૉગઈન કરવું પડશે. Step 4: હવે તમારું પરિણામ સ્ક્રીન પર આવશે. Step 5: હવે તમે તમારું પરિણામ જોઈ શકશો અને તેની પ્રિન્ટ પણ નિકાળી શકશો.
ગેટની પરીક્ષા શું છે?
ગેટ એક ઓલ ઈન્ડિયા લેવલની પરીક્ષા છે, જેના દ્વારા દેશની નામાંકિત ઈજનેરી સંસ્થાઓ (IIT, NIT, IISC અને અન્ય)માં M.Tech, એમઈ અને Phd જેવા માસ્ટર અને ડોક્ટરલ અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવે છે.
આ પણ વાંચો: IPL 2021: 9 એપ્રિલથી શરૂ થશે IPLની 14મી સિઝન, જાણો કયા શહેરોમાં રમાશે મેચ