ભૂલથી પણ ન લો આ મેડિકલ કોલેજોમાં એડમિશન, બગડી શકે છે કરિયર ! યુજીસીએ ચેતવણી આપી

UGC Notice For Fake Medical College: UGC દ્વારા બે મેડિકલ કોલેજને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુજીસીએ ચેતવણી આપી છે કે વિદ્યાર્થીઓએ આ સંસ્થાઓમાં પ્રવેશ ન લેવો જોઈએ.

ભૂલથી પણ ન લો આ મેડિકલ કોલેજોમાં એડમિશન, બગડી શકે છે કરિયર ! યુજીસીએ ચેતવણી આપી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 3:34 PM

Fake Medical Colleges: દેશમાં મેડિકલ અભ્યાસનો ક્રેઝ એવો છે કે દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEETમાં ભાગ લે છે. ગયા વર્ષે NEET UG પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા 18 લાખની નજીક હતી, જે દર્શાવે છે કે મેડિકલ અભ્યાસ માટેનો ક્રેઝ કેટલી હદે છે. જોકે સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં બહુ ઓછા વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે. જેના કારણે ઘણી વખત તેઓ કેટલીક નકલી મેડિકલ કોલેજોની જાળમાં ફસાઈ જાય છે. જેના કારણે ઘણી વખત તેમનું ભવિષ્ય પણ બરબાદ થઈ જાય છે. કરિઅર ન્યુઝ અહીં વાંચો.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ આવી નકલી યુનિવર્સિટીઓ વિશે ચેતવણી આપી છે. વાસ્તવમાં, યુજીસીએ જણાવ્યું છે કે ‘ઓપન ઇન્ટરનેશનલ યુનિવર્સિટી ફોર ઓલ્ટરનેટિવ મેડિસિન’ અને ‘નેશનલ બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન, કુટ્ટલમ’ અંગે ચેતવણી ચાલુ છે. આયોગે વિદ્યાર્થીઓને આ સ્વયંભૂ સંસ્થાઓમાં પ્રવેશ ન લેવા જણાવ્યું છે. અહીં એડમિશન લે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ શકે છે.

આ પણ વાંચો : Indian Army : 50 વર્ષ બાદ મોટો નિર્ણય, ચીન બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોને મળશે બરછટ અનાજનો નાસ્તો

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

UGCએ શું કહ્યું?

યુજીસીએ કહ્યું કે યુનિવર્સિટી અને બોર્ડ બંનેને વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાનો અધિકાર નથી. આ એટલા માટે છે કારણ કે તેમની સ્થાપના UGC એક્ટની કલમ હેઠળ કરવામાં આવી નથી. કમિશને કહ્યું કે કેન્દ્રીય અધિનિયમ, પ્રાંતીય અધિનિયમ અથવા રાજ્ય અધિનિયમ દ્વારા સ્થાપિત અથવા સમાવિષ્ટ યુનિવર્સિટીને જ ડિગ્રી આપવાનો અધિકાર છે. આ ઉપરાંત, કલમ 3 હેઠળ, માત્ર યુનિવર્સિટી માનવામાં આવતી સંસ્થા અથવા સંસદના કાયદા દ્વારા ડિગ્રી આપવા માટે વિશેષ સત્તા પ્રાપ્ત સંસ્થા જ ડિગ્રી આપી શકે છે.

કમિશને નોંધ્યું છે કે ‘ઓપન ઈન્ટરનેશનલ યુનિવર્સિટી ફોર ઓલ્ટરનેટિવ મેડિસિન’ અને ‘નેશનલ બોર્ડ ઓફ ઓલ્ટરનેટિવ મેડિસિન’ બંનેમાંથી કોઈ પણ સેક્શન 2(f) કે સેક્શન 3 હેઠળની યુનિવર્સિટીઓની યાદીમાં નથી. તેમજ તેમને UGC એક્ટ, 1956ની કલમ 22 મુજબ કોઈ પણ ડિગ્રી આપવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.

યુજીસીએ વધુમાં કહ્યું કે આ સંસ્થાઓને તેમના નામ સાથે યુનિવર્સિટી શબ્દનો ઉપયોગ કરવાની પણ મંજૂરી નથી. કારણ કે તેઓ કેન્દ્રીય, પ્રાંતીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત થયા નથી.

એજ્યુકેશન, કરિયર, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

એજ્યુકેશન ન્યૂઝ, ગવર્નમેન્ટ જોબ, બોર્ડ રિઝલ્ટ, એડમિશન ન્યૂઝ વાંચવા માટે જોડાયેલા રહો.

g clip-path="url(#clip0_868_265)">