UPSC ટોપર્સે જણાવ્યા સારા પુસ્તકો અને સારી ફિલ્મો જોવાના ફાયદા, જાણો ટોપર્સે તમામ વિદ્યાર્થીઓને શું આપ્યો સંદેશ
યુપીએસસીના પરિણામો પછી દરેક વ્યક્તિ, ખાસ કરીને સિવિલ સર્વિસિસ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ તૈયારી કરી રહેલા યુવાનો જાણવા માંગે છે કે, ટોપર્સ કેવી રીતે અભ્યાસ કરે છે, કેટલા કલાક અભ્યાસ કરે છે, ક્યાંથી કોચિંગ લે છે વગેરે.
યુપીએસસીના પરિણામો પછી દરેક વ્યક્તિ, ખાસ કરીને સિવિલ સર્વિસિસ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તેમજ તૈયારી કરી રહેલા યુવાનો જાણવા માંગે છે કે, ટોપર્સ કેવી રીતે અભ્યાસ કરે છે, કેટલા કલાક અભ્યાસ કરે છે, ક્યાંથી કોચિંગ લે છે વગેરે. પરંતુ, ખાસ વાત એ છે કે, આવા સવાલોના કોઈ આદર્શ જવાબ ન હોઈ શકે. દરેક સફળ ઉમેદવારની પોતાની અલગ પદ્ધતિ હોય છે અને તમે આજકાલ યુટ્યુબ પર અભ્યાસ ટીપ્સ વિશે જેટલું વધુ જાણો છો, તેટલું તમે તમારી મૂંઝવણમાં વધારો કરશો. તેથી આવી સ્થિતિમાં, અમે પરીક્ષા સિવાયના મુદ્દાઓ પર ટોપર ઉમેદવારો સાથે વાત કરી જે તમને પણ રસપ્રદ લાગશે.
વિદ્યાર્થીઓને સંદેશ
અભ્યાસ એક ગંભીર વ્યવસાય છે. તેથી તમે જે પણ વાંચો, તેને ગંભીરતાથી વાંચો. તમારું પોતાનું મૂલ્યાંકન કરો. જો તમે મનથી વાંચશો તો પરિણામ સારા આવશે. સફળતા ચોક્કસ મળશે.
મનપસંદ પુસ્તકો
ધ અલકમિસ્ટ – પાઉલો કોએલ્હોના આ પુસ્તકે મને શીખવ્યું કે, આપણને આપણા સપના પૂરા કરવાની ચાહત હોવી જોઈએ, મંઝીલ તો મળી જ જશે.
મનપસંદ ફિલ્મ
હેરી પોટર સિરીઝ – તમારા ઇરાદાને મજબૂત રાખો, બ્રહ્માંડ તમારી સાથે છે, હેરી અનાથ છે પરંતુ તે તેના ઇરાદાઓ માટે સમર્પિત છે અને તેના મિત્રો દરેક માર્ગ પર તેની સાથે છે, તેથી તેણે વોલ્ડેમોર્ટને હરાવ્યો.
વિદ્યાર્થીઓને સંદેશ
જો તમે મોટું વિચારો છો તો તમે જીવનમાં મોટું કરશો. હંમેશા વિચારો કે, તમે સમાજ માટે શું કરી શકો છો. માત્ર સિવિલ સર્વિસ જ કેમ, દરેક ક્ષેત્રમાં કંઇક નવું કરવાનો પડકાર છે, એન્જિનિયરિંગ, અધ્યાપન, મેડિકલ પણ.
મનપસંદ પુસ્તકો
ઈન્ડિયા આફ્ટર ગાંધી – આ પુસ્તકે વધુ સારા ભવિષ્ય માટે ઇતિહાસની સમજણ વિકસાવી છે.
રીથિંકિંગ પબ્લિક ઈન્સ્ટીટ્યૂશન ઈન ઈન્ડિયા – આ પુસ્તકે જાહેર સેવા માટે વહીવટી માળખું સમજવામાં મદદ કરી.
મનપસંદ ફિલ્મ
ઇકબાલ- આ ફિલ્મે શીખવ્યું, જો તમારે કંઇક બનવું હોય તો સંપુર્ણ ડેડીકેશનથી મહેનત કરો, જીવનમાં કંઇપણ અશક્ય નથી.
વિદ્યાર્થીઓને સંદેશ
પરીક્ષા હોય કે જીવન, મહેનતનો કોઈ વિકલ્પ નથી. જો તમે લક્ષ્ય નક્કી કર્યું છે તો પછી આગળ વધો. સુસંગતતા મહત્વપૂર્ણ છે અને હા શિસ્તબદ્ધ અને સંગઠિત હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
મનપસંદ પુસ્તકો
કાઇટ રનર – એક મહાન પુસ્તક જે સંબંધોનો અર્થ શીખવે છે. સાચી મિત્રતા, વફાદારી, સ્વાર્થ, અહંકાર આ વસ્તુઓ તમારા જીવનનો એક ભાગ બની જાય છે, તેનો સુંદર રીતે પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને સંદેશ
રેન્કિંગ અથવા પરીક્ષામાં કોઈ સફળતા નહિં, જીવનમાં સફળતા માટે લક્ષ્ય રાખો, તમારા કેરેક્ટરની તુલના કરો તે સફળતાનું માપ છે.
મનપસંદ પુસ્તકો
ફ્રિડમ ફ્રોમ ધ નોન – આ પુસ્તક આપણને વાસ્તવિક સુખ અને તેના મૂલ્યનો પરિચય આપે છે. આપણને શીખવે છે કે, જીવનની વાસ્તવિક સિદ્ધિ એ સમાજે વ્યાખ્યાયિત કરી એ નથી.
ધ આઈડિયા ઓફ જસ્ટિસ જો તમે દેશ માટે કંઇક કરવા માંગો છો, તો ચોક્કસપણે આ પુસ્તક વાંચો. આ પુસ્તક તમને સમાજમાં ફેલાયેલી અનિષ્ટો સામે લડવા અને ન્યાયની સ્થાપના માટે તર્કસંગત બનાવશે.
મનપસંદ ફિલ્મ
3 ઇડિયટ્સ – આ ફિલ્મે શીખવ્યું કે અભ્યાસક્રમ સાથે જોડાયેલા રહીને રટ્ટુ પોપટ બનવું મહત્વનું નથી, પરંતુ મુક્તપણે જીવન જીવવું જરુરી છે. જો તમે વાંચીને નહીં, પણ કરીને શીખો તો તમે વધુ સારું કરશો.
વિદ્યાર્થીઓને સંદેશ
અનુભવ એ જીવનનું સૌથી મોટું પુસ્તક અને શ્રેષ્ઠ શિક્ષક છે. તમને મળતા વાતાવરણ અનુસાર તમે તમારી યોજના બનાવીને આગળ વધશો.
મનપસંદ પુસ્તકો
મેથડ ઈન મેડનેસ – સ્વચ્છ ભારત મિશનના ભૂતપૂર્વ અમલદાર પરમેશ્વરન અય્યર દ્વારા આ પુસ્તકમાં વહીવટી અને જીવનના અનુભવો વાંચ્યા બાદ પરમેશ્વરન મારા રોલ મોડેલ બની ગયા.
મનપસંદ ફિલ્મ
ઇન્ટરસ્ટેલર – આ ફિલ્મ આપણને શીખવે છે કે જીવનમાં ખરાબ હશે તો સારું પણ હશે. કેટલીક વસ્તુઓ આપણા નિયંત્રણમાં નથી. પરંતુ, આ સમજ જ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવામાં મદદ કરશે.
વિદ્યાર્થીઓને સંદેશ
તમે જે પણ કરો નવા વિચાર સાથે કરો, એવું કંઈક કરો જેનાથી દેશને તમારા પર ગર્વ થાય. મહત્વાકાંક્ષી બનવું મહાન છે, પરંતુ તેને તમારા પર હાવી ન થવા દેશો.
મનપસંદ પુસ્તકો
બ્રોકન લેડર – તૂઅનિરુદ્ધ કૃષ્ણે આ પુસ્તકમાં વિસ્તૃત સંશોધન કર્યું છે. ગામડાઓ અને ઝૂંપડપટ્ટીઓનું જીવન જે તમને આ પુસ્તકમાં મળશે, ખરેખર તમારી કલ્પનામાં હજુ સુધી આવ્યું નથી, એક મહત્વનું પુસ્તક.
એટલાસ શ્રગ્ડ – ઇયાન રેન્ડની આ સાહિત્યમાં, નીતિશાસ્ત્રથી રાજકારણ અને અર્થશાસ્ત્ર કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે તે જોવાનું રસપ્રદ છે.
મનપસંદ ફિલ્મ
રાઝી – આ ફિલ્મ એક પાઠ શીખવે છે કે એક સામાન્ય વ્યક્તિ પણ તેની ખાસ વ્યૂહરચના દ્વારા અસાધારણ વસ્તુઓ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે, જીવનમાં સફળતા માટે આયોજન ખૂબ મહત્વનું છે.