Agniveer Army Rally 2022: અગ્નિવીર સેના ભરતી રેલીની સૂચના, વર્ષમાં મળશે આટલી રજાઓ, જાણો કેવી રીતે કરશો એપ્લાય

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી રેલીની (Agniveer Army Rally) સૂચના જાહેર કરી છે. જેમાં એપ્લાય કરવાની પ્રક્રિયા સાથે ઘણી બધી માહિતી આપવામાં આવી છે. વળી, અગ્નિવીરોને કેટલી રજાઓ મળશે? તે વિશે પણ માહિતી આપવામાં આવી છે.

Agniveer Army Rally 2022: અગ્નિવીર સેના ભરતી રેલીની સૂચના, વર્ષમાં મળશે આટલી રજાઓ, જાણો કેવી રીતે કરશો એપ્લાય
Agnipath Agniveer Army Rally 2022 Notification
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2022 | 7:47 PM

Agnipath Agniveer Army Rally 2022 Notification: સેનામાં ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે સારા સમાચાર છે. ભારતીય સેનાએ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતીની સૂચના (Army Agnipath Recruitment Rally 2022) જાહેર કરી છે. આમાં અગ્નિપથ આર્મી ભરતી રેલી 2022ની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. અગ્નિવીરને આર્મીમાં કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે? તેનો પગાર કેટલો હશે? તેમને કેટલી રજાઓ મળશે? અગ્નિવીર આર્મી ભરતી રેલી 2022 માટે કેવી રીતે અરજી (Agniveer Army Application Form) કરવી? કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, શારીરિક લાયકાત શું હશે? પસંદગી કેવી રીતે થશે? આ બધા સવાલોનો જવાબ તમને નીચે આપેલ joinindianarmy.nic.in નોટિફિકેશન લિંક પર ક્લિક કરીને મળી જશે.

Indian Army Agniveer Vacancy 2022: આ જગ્યાઓ માટે ભરતી

  • અગ્નિવીર જનરલ ડ્યુટી (ઓલ આર્મ્સ) – 10મું પાસ અરજી કરી શકે છે.
  • અગ્નિવીર (ટેક્નોલોજી) – સાયન્સ વિષયો ફીજિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ સાથે 12મું પાસ અરજી કરી શકે છે અથવા કોઈપણ 12મું પાસ ઉમેદવાર કે જેણે ઓછામાં ઓછો એક વર્ષનો આઈટીઆઈકોર્સ (સંબંધિત ક્ષેત્રમાં) NSQF લેવલ 4 અથવા તેનાથી ઉપરનો કર્યો હોય તે અરજી કરી શકે છે.
  • અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનિકલ (ઓલ આર્મ્સ) – આર્ટસ, સાયન્સ અથવા કોમર્સના કોઈપણ પ્રવાહમાંથી 12મું પાસ યુવક અરજી કરી શકે છે.
  • અગ્નિવીર ટ્રેડ્સમેન (ઓલ આર્મ્સ) – 10મું પાસ યુવાનો આ માટે શૈક્ષણિક રીતે યોગ્ય છે. આ સિવાય 8મું પાસ ઉમેદવારો પણ અગ્નિવર ટ્રેડસમેનની પોસ્ટ માટે અરજી કરી શકે છે. બંને વેકેન્સી અલગ-અલગ હશે.

અગ્નિપથ આર્મી રેલી 2022 માટે કેવી રીતે એપ્લાય કરવું?

  • ભારતીય સેનાએ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તમારે આર્મીની ઓફિશિયલ વેબસાઈટ joinindianarmy.nic.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
  • રજીસ્ટ્રેશન માટે નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી સહિતની જરૂરી દરેક જાણકારી ભરવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા પછી, તમને એક યુઝર ID અને પાસવર્ડ મળશે, જે તમે રજીસ્ટ્રેશન સમયે જાતે જનરેટ કરશો. આ આઈડી પાસવર્ડની મદદથી તમે ઈન્ડિયન આર્મીની વેબસાઈટ પર લોગઈન કરી શકશો અને તેની મદદથી તમને એડમિટ કાર્ડ મળી જશે. તેથી તેને સંભાળીને રાખો.
  • એડમિટ કાર્ડ વિના તમને અગ્નિપથ આર્મી ભરતી રેલીમાં સામેલ કરવામાં આવશે નહીં.
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. રજીસ્ટ્રેશનની શરૂઆત અને પૂરુ થવાની તારીખ અને એડમિટ કાર્ડની તારીખ સેના ટૂંક સમયમાં જાહેર કરશે.

અગ્નિવીરને કેટલી રજાઓ મળશે

ભારતીય સેનાએ એ પણ જણાવ્યું છે કે અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનારા અગ્નિવીરોને કેટલી રજાઓ આપવામાં આવશે? આર્મી અગ્નિપથ ભરતી નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે તેમને દર વર્ષે 30 વાર્ષિક રજાઓ મળશે. સૈનિકોને સિક લીવ પણ આપવામાં આવશે. પરંતુ તે કેટલી હશે, તેનો નિર્ણય ડોક્ટરોની સલાહ પર નિર્ભર રહેશે.

Latest News Updates

રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
ગાંધીનગરમાં સરકાર અને ક્ષત્રિય આગેવાનોની બેઠકમાં પણ ન આવ્યો કોઇ નિર્ણય
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર નિયંત્રણ રાખવું
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ જયપુરમાં રાજવી પરિવાર સાથે કરી મુલાકાત
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
સીએમ નિવાસસ્થાને મળી મહત્વપૂર્ણ બેઠક, આંદોલનનો આવશે સુખદ અંત ?
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
અમદાવાદ પૂર્વથી ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ગુજરાત સહીત આ રાજ્યો માટે કેવી કરાઈ છે વરસાદની આગાહી ? જાણો
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
ફોર્મ ભરતા પહેલા જાહેરસભા દરમિયાન ગેનીબેન ચોધાર આંસુએ રડ્યા- જુઓ Video
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Porbandar : મનસુખ માંડવીયાએ શક્તિ પ્રદર્શન કરી ભર્યુ લોકસભાનું ઉમેદવાર
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
Surat : ઝાડા-ઉલટીના કારણે ટ્રાફિક પોલીસ જવાનનું મોત, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">