AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Byju’sની Whitehat Jrએ 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, એડટેક કંપનીઓએ આ વર્ષે 5 હજારથી વધુ કર્મચારીઓને તગડી મૂક્યા

દેશની જાણીતી શૈક્ષણિક ટેક્નોલોજી કંપની બાયજુના (Byju’s)વ્હાઇટહાટ જુનિયરે તેના 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાયજુએ કંપનીનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને કાઢી મૂકવાનો મોટો નિર્ણય લીધો છે.

Byju’sની Whitehat Jrએ 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, એડટેક કંપનીઓએ આ વર્ષે 5 હજારથી વધુ કર્મચારીઓને તગડી મૂક્યા
બાયજુના વ્હાઇટહાટ જુનિયરે 300 કર્મચારીઓને કાઢી મૂક્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 11:39 AM
Share

દેશની જાણીતી શૈક્ષણિક ટેક્નોલોજી કંપની બાયજુના (Byju’s)વ્હાઇટહાટ જુનિયરે તેના 300 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાયજુએ કંપનીનો ખર્ચ ઘટાડવા માટે કર્મચારીઓને કાઢી મૂકવાનો મોટો નિર્ણય લીધો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વર્ષે ઘણી અગ્રણી એડટેક કંપનીઓએ (EdTech Companies)ખર્ચમાં કાપ મૂકવા માટે 5000 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. વ્હાઇટહેટ જુનિયર (WhiteHat Jr)દ્વારા બરતરફ કરાયેલા કર્મચારીઓમાંથી 80 ટકા બ્રાઝિલમાં કાર્યરત હતા. તમને જણાવી દઈએ કે કંપનીએ ગયા વર્ષે જ બ્રાઝિલમાં તેનું સેટઅપ ઇન્સ્ટોલ કર્યું હતું.

બાયજુએ વ્હાઇટહેટ જુનિયરને ખરીદવા માટે $300 મિલિયન ખર્ચ્યા

વ્હાઇટહેટ જુનિયરની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે થઈ જે બાળકોને ઓનલાઈન કોડિંગ શીખવે છે. કરણ બજાજે વર્ષ 2018માં વ્હાઇટહાટ જુનિયરની શરૂઆત કરી હતી, જેને Byju દ્વારા ઓગસ્ટ 2020માં $300 મિલિયનમાં ખરીદી લેવામાં આવી હતી. વ્હાઇટહાટ જુનિયરે એપ્રિલ 2021માં બ્રાઝિલમાં કામગીરી શરૂ કરી હતી. કંપની દ્વારા બરતરફ કરાયેલા 300 કર્મચારીઓમાંથી 80 ટકા કર્મચારીઓ બ્રાઝિલમાં કામ કરતા હતા. અહેવાલો અનુસાર, બરતરફ કરાયેલા મોટાભાગના કર્મચારીઓ કંપનીની કોડ ટીચિંગ અને સેલ્સ ટીમમાં કામ કરતા હતા.

કર્મચારીઓને એક માસનો પગાર ચુકવી દેવાયા હતા

આ સમગ્ર મામલે કંપનીના એક અધિકારીએ ઈકોનોમિક ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે વ્હાઇટહાટ જુનિયરનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સાથે બિઝનેસ વધારવાનો છે. કંપની આ બંને વિષયોને સાથે લઈ રહી છે અને જરૂરિયાતો અનુસાર ફેરફાર કરી રહી છે. વ્હાઇટહાટ જુનિયર અધિકારીએ કહ્યું કે જે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે, દરેકને એક-એક મહિનાનો પગાર આપવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ 2021માં કંપનીને 1690 કરોડ રૂપિયાની ખોટ થઈ હતી

કંપની દ્વારા સરકારને આપવામાં આવેલી માહિતી અનુસાર, વ્હાઇટહાટ જુનિયરને નાણાકીય વર્ષ 2021માં 1690 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું. કંપનીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021 માં, વ્હાઇટહાટ જુનિયરનો કુલ ખર્ચ 2175.2 કરોડ રૂપિયા પર પહોંચી ગયો હતો, જ્યારે આવક માત્ર 483.9 કરોડ રૂપિયા હતી.

g clip-path="url(#clip0_868_265)">