તમારે કાર ખરીદવાનું સપનું પૂરું કરવું છે? તો માત્ર 100 રૂપિયાની બચત કરી મ્યુચ્યુઅલ ફંડમાં શરૂ કરો રોકાણ
નાણાકીય સલાહકાર દીપ્તિ ભાર્ગવના જણાવ્યા અનુસાર, નિયમ એ છે કે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેની કુલ આવકના 20 ટકા બચત કરવી જોઈએ. જો તમે દર મહિને 20,000 રૂપિયાની કમાણી કરો છો તો તમારે 20 ટકાના દરે દર મહિને 4,000 રૂપિયાની બચત કરવી જોઈએ. જો તમે દરરોજ 100 રૂપિયા બચાવો છો, તો તે મહિને 3,000 રૂપિયા થઈ જાય છે.

આજે 100 રૂપિયાની કોઈ કિંમત રહી નથી. લોકો રોજબરોજની નાની નાની જરૂરિયાતો પૂરી કરવા માટે લગભગ દરરોજ 100 રૂપિયાથી વધારેનો ખર્ચ કરે છે. જો તમે દરરોજ 100 રૂપિયાની બચત કરવાનું શરૂ કરો છો, તો પણ તમે દર મહિને 3000 રૂપિયાની બચત કરી શકો છો. ત્યારબાદ જો તમે આ બચતની રકમનું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો તમે થોડા વર્ષોમાં લાખો રૂપિયાનું ફંડ એકઠું કરી શકો છો. તેના દ્વારા તમે કાર ખરીદવાનું સપનું પણ પૂરું કરી શકો છો.
SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને કરો 3000 રૂપિયાનું રોકાણ
લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ માટે SIP એક સારો વિકલ્પ છે. તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એ શેરબજાર સાથે જોડાયેલું છે, તેથી તેમાં રિટર્નની કોઈ ગેરંટી નથી, પરંતુ લાંબા ગાળાના રોકાણ પર એવરેજ 12 ટકા રિટર્ન મળે છે. આજના સમયમાં કોઈપણ સ્કીમ કરતાં તે વધારે સારું છે. જો તમે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 3,000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમારૂ 15 વર્ષમાં 5,40,000 રૂપિયાનું રોકાણ થશે.
15 વર્ષ બાદ તમને મળશે 15 લાખથી વધારે રૂપિયા
તમને 12 ટકા વ્યાજ પર 15 વર્ષમાં વ્યાજ તરીકે 9,73,728 રૂપિયા મળશે. તમે રોકાણ કરેલા તમારા નાણાં અને વ્યાજની રકમ સહિત કુલ 15,13,728 રૂપિયા મળશે. આ રકમથી તમે સરળતાથી સારી કાર ખરીદી શકો છો. આ સિવાય, જો તમે તેને વધુ 5 વર્ષ સુધી ચાલુ રાખો એટલે કે 20 વર્ષ સુધી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 3,000 રૂપિયાનું રોકાણ ચાલુ રાખો, તો 20 વર્ષ બાદ તમને 29,97,444 રૂપિયા મળશે.
આ પણ વાંચો : મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, લાંબા ગાળે બનશે મોટું ફંડ
આ ગણતરી સમજ્યા બાદ હવે પ્રશ્ન એ થતો હશે કે, દરરોજ 100 રૂપિયા કેવી રીતે બચાવવા. નાણાકીય સલાહકાર દીપ્તિ ભાર્ગવના જણાવ્યા અનુસાર, નિયમ એ છે કે દરેક વ્યક્તિએ કોઈપણ સંજોગોમાં તેની કુલ આવકના 20 ટકા બચત કરવી જોઈએ. જો તમે દર મહિને 20,000 રૂપિયાની કમાણી કરો છો તો તમારે 20 ટકાના દરે દર મહિને 4,000 રૂપિયાની બચત કરવી જોઈએ.
જો તમે દરરોજ 100 રૂપિયા બચાવો છો, તો તે 3,000 રૂપિયા થઈ જાય છે. તેથી સામાન્ય પગાર મેળવનાર વ્યક્તિ માટે પણ 3,000 રૂપિયાની બચત કરવી બહુ સરળ છે. તેના માટે તમારે થોડા ખર્ચને મર્યાદિત કરવાની જરૂર પડશે.
(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)
