AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, લાંબા ગાળે બનશે મોટું ફંડ

DSP મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, રોકાણકારો ડીએસપી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ ફંડમાં મિનિમમ 100 રૂપિયા અને અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ ફંડનું બેન્ચમાર્ક NIFTY ફાયનાન્સિયલ સર્વિસીસ TRI છે. આ સ્કીમમાં એક્ઝિટ લોડ શૂન્ય છે.

મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં 100 રૂપિયાથી શરૂ કરો રોકાણ, લાંબા ગાળે બનશે મોટું ફંડ
Mutual Fund
| Updated on: Nov 27, 2023 | 3:52 PM
Share

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ DSP મ્યુચ્યુઅલ ફંડ ઈક્વિટી સેગમેન્ટમાં એક નવું સેક્ટરલ/થિમેટિક ફંડ સ્કીમ લાવ્યું છે. ફંડ હાઉસના એનએફઓ DSP Banking & Financial Services Fund નું સબસ્ક્રિપ્શન 20 નવેમ્બરથી ખુલ્યું છે. ઈન્વેસ્ટર્સ આ સ્કીમમાં 4 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકે છે. આ એક ઓપન એન્ડેડ સ્કીમ છે, જેમાં રોકાણકારો જ્યારે ઈચ્છે ત્યારે યુનિટ રિડેમ્પશન કરી શકે છે. આ સ્કીમમાં કરેલું રોકાણ લાંબા ગાળામાં મોટું ફંડ એકઠું થઈ શકે છે.

આ સ્કીમમાં 100 રૂપિયાથી શરૂ કરી શકાય છે રોકાણ

DSP મ્યુચ્યુઅલ ફંડના જણાવ્યા અનુસાર, રોકાણકારો ડીએસપી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ ફંડમાં મિનિમમ 100 રૂપિયા અને અને ત્યારબાદ 1 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ ફંડનું બેન્ચમાર્ક NIFTY ફાયનાન્સિયલ સર્વિસીસ TRI છે. આ સ્કીમમાં એક્ઝિટ લોડ શૂન્ય છે.

બેન્કિંગ અને નાણાકીય સર્વિસના ક્ષેત્રમાં રોકાણ કરવાની તક

એસેટ મેનેજમેન્ટ કંપનીના જણાવ્યા મૂજબ, આ ઓપન-એન્ડેડ સ્કીમ લોંગ ટર્મ માટે બેન્કિંગ અને નાણાકીય સર્વિસના ક્ષેત્રમાં રોકાણ કરવાની તક આપે છે. બેંક ઉપરાંત, તેમાં હાઉસિંગ ફાઇનાન્સ કંપની, જીવન વીમો, નોન-લાઇફ ઇન્શ્યોરન્સ, AMC, એક્સચેન્જ અને ડિપોઝિટ જેવી NBFCનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : માત્ર 3 હજાર રૂપિયાની બચત કરીને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કરો રોકાણ, મેચ્યોરિટી સમયે તમને મળશે 1 કરોડ રૂપિયા

DSP મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO કલ્પેન પારેખના જણાવ્યા અનુસાર, BFSI ક્ષેત્રની કંપનીઓ અન્ય ક્ષેત્રોની સરખામણીમાં મોટો નફો કરે છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ, વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ, ઉદ્યોગને ટેકો આપતા ટેક પ્લેટફોર્મ, પેમેન્ટ્સ અને ફિનટેકમાં વિવિધ વ્યવસાયોને કારણે નફાનું પ્રમાણ વધી રહ્યુ છે.

આ સ્કીમમાં કોણ રોકાણ કરી શકે

DSP મ્યુચ્યુઅલ ફંડ હાઉસના જણાવ્યા મૂજબ, લોંગ ટર્મમાં કેપિટલ ગ્રોથ ઈચ્છતા રોકાણકારો માટે આ એક સારો ઓપ્શન છે. તેમાં, બેંકિંગ અને નાણાકીય સર્વિસ કંપનીઓના ઈક્વિટી અને ઈક્વિટી રિલેટેડ ઈન્સ્ટુમેન્ટમાં રોકાણ કરીને વધારે સારું વળતર મેળવવાની તક રેહેશે. શેરબજારની સ્થિતિની અસર આ સ્કીમ પર જોવા મળી શકે છે.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">