AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatharth Hospital India IPO : 687 કરોડ એકત્ર કરવા આરોગ્ય સેવા પ્રદાન કરતી કંપની ઈશ્યુ લાવી, આજથી ત્રણ દિવસ રોકાણ માટે મળશે તક

ફરી એકવાર પ્રાઇમરી માર્કેટમાં હલચલ તેજ બની છે. જોરદાર લિસ્ટિંગના વાતાવરણમાં કંપનીઓ પબ્લિક ઈશ્યુ પણ લોન્ચ કરી રહી છે. યથાર્થ હોસ્પિટલ ઈન્ડિયાનો આઈપીઓ(Yatharth Hospital India IPO) આજે 26 જુલાઈ 2023 ના રોજ ખુલવા જઈ રહ્યો છે.

Yatharth Hospital India IPO : 687 કરોડ એકત્ર કરવા આરોગ્ય સેવા પ્રદાન કરતી કંપની ઈશ્યુ લાવી, આજથી ત્રણ દિવસ રોકાણ માટે મળશે તક
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2023 | 8:07 AM
Share

ફરી એકવાર પ્રાઇમરી માર્કેટમાં હલચલ તેજ બની છે. જોરદાર લિસ્ટિંગના વાતાવરણમાં કંપનીઓ પબ્લિક ઈશ્યુ પણ લોન્ચ કરી રહી છે. યથાર્થ હોસ્પિટલ ઈન્ડિયાનો આઈપીઓ(Yatharth Hospital India IPO) આજે 26 જુલાઈ 2023 ના રોજ ખુલવા જઈ રહ્યો છે. Draft Red Herring Prospectus (DRHP)  ફાઇલિંગ અનુસાર IPO આજે 26 જુલાઈથી 28 જુલાઈ સુધી રોકાણકારો માટે ખુલશે. ઑગસ્ટના પ્રથમ પખવાડિયામાં આ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.

Yatharth Hospital IPO ની અગત્યની માહિતી

Subject Detail
IPO Date Jul 26, 2023 to Jul 28, 2023
Face Value ₹10 per share
Price ₹285 to ₹300 per share
Lot Size 50 Shares
Fresh Issue [.] shares (aggregating up to ₹490.00 Cr)
Offer for Sale 6,551,690 shares of ₹10 (aggregating up to ₹[.] Cr)
Issue Type Book Built Issue IPO
Listing At BSE, NSE
Share holding pre issue 69,516,900

યથાર્થ હોસ્પિટલ ઇન્ડિયાનો વ્યવસાય શું છે ?

યથાર્થ હોસ્પિટલ અને ટ્રોમા કેર સર્વિસીસ, એક મલ્ટી-કેર હોસ્પિટલ ચેઇન કંપની, વર્ષ 2008 માં શરૂ કરવામાં આવી હતી. કંપની દિલ્હી-NCRની ટોપ-10 ખાનગી હોસ્પિટલોમાં સામેલ છે. તેની પાસે દિલ્હી-એનસીઆરમાં 3 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જે નોઈડા, ગ્રેટર નોઈડા અને નોઈડા એક્સ્ટેંશનમાં છે. નોઈડા એક્સટેન્શન હોસ્પિટલોમાં 450 બેડ છે. કંપનીએ મધ્યપ્રદેશના ઓરછામાં મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ પણ હસ્તગત કરી છે જેમાં 305 બેડ છે.

IPOમાં એકત્ર કરાયેલા નાણાંનો ઉપયોગ ક્યાં થશે?

યથાર્થ હોસ્પિટલ ઈન્ડિયા સાથે લગભગ 370 ડોક્ટરોની મોટી ટીમ છે. કંપની હેલ્થકેર સેવાઓમાં તમામ પ્રકારની વિશેષતા અને સુપર સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરે છે. કંપની IPOમાંથી ઉભી થયેલી રકમનો ઉપયોગ દેવાની ચુકવણી સહિતના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.

શેર ઓગસ્ટમાં લિસ્ટિંગ થશે

IPOમાં રૂ. 10ની ફેસ વેલ્યુથી પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવશે. શેરની ફાળવણી 2 ઓગસ્ટના રોજ થશે. આ સ્ટોક 7 ઓગસ્ટ, 2023 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થઈ શકે છે. જો બિડમાં કોઈ શેર ફાળવણી ન હોય, તો રિફંડ 3જી ઓગસ્ટના રોજ કરી શકાય છે. નાના-મધ્યમ રોકાણકારો એટલે કે છૂટક રોકાણકારો માટે IPOમાં 35 ટકા હિસ્સો અનામત રહેશે.

Yatharth Hospital IPO ની અગત્યની તારીખ

Subject Date
IPO  Date 26 to 28 July 2023
Basis of Allotment Wednesday, 2 August 2023
Initiation of Refunds Thursday, 3 August 2023
Credit of Shares to Demat Friday, 4 August 2023
Listing Date Monday, 7 August 2023
Cut-off time for UPI mandate confirmation 5 PM on Jul 28, 2023

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
g clip-path="url(#clip0_868_265)">