Upcoming IPO : IT કંપની 1 ઓગસ્ટે કમાણીની તક લાવશે, રોકાણ પહેલા જાણો વિગતવાર માહિતી
Vinsys IT Services IPO : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને સોફ્ટવેર કંપની વિન્સિસ આઇટી સર્વિસિસ ઇન્ડિયાએ 1 ઓગસ્ટના રોજ તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ઓપનિંગ માટે શેર દીઠ રૂપિયા 121-128ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે.

Vinsys IT Services IPO : ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને સોફ્ટવેર કંપની વિન્સિસ આઇટી સર્વિસિસ ઇન્ડિયાએ 1 ઓગસ્ટના રોજ તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) ઓપનિંગ માટે શેર દીઠ રૂપિયા 121-128ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. વિન્સિસ આઇટી સર્વિસિસનો ઇશ્યૂ 4 ઓગસ્ટે બંધ થશે.
Vinsys IT Services IPO ની અગત્યની માહિતી
IPO Date | Aug 1, 2023 to Aug 4, 2023 |
Listing Date | Not Declared |
Face Value | ₹10 per share |
Price | ₹121 to ₹128 per share |
Lot Size | 1000 Shares |
Total Issue Size | 3,894,000 shares (aggregating up to ₹49.84 Cr) |
Fresh Issue | 3,894,000 shares (aggregating up to ₹[.] Cr) |
Issue Type | Book Built Issue IPO |
Listing At | NSE SME |
Share holding pre issue | 10,783,927 |
Share holding post issue | 14,677,927 |
IPO માંથી એકત્ર કરાયેલ ભંડોળનો ઉપયોગ ક્યાં થશે ?
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઈસ્યુમાંથી ઉભી થયેલી રકમ, જે 4 ઓગસ્ટે બંધ થશે, તેનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા, પેટાકંપનીની લોન ચૂકવવા અને સામાન્ય કંપનીની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે.
38.9 લાખ શેર ઓફર કર્યા છે
IPO હેઠળ, કંપની રૂ. 10ની ફેસ વેલ્યુ સાથે 38.9 લાખ શેર ઓફર કરવા જઈ રહી છે. પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે, કંપની ઇશ્યૂમાંથી રૂ. 49.84 કરોડ મેળવવાની અપેક્ષા રાખે છે.
NSE EMERGE પર શેરનું લિસ્ટિંગ
NAV કેપિટલ ઇમર્જિંગ સ્ટાર ફંડ, Xmultiplied, Nova Global Opportunities Fund, Aegis Investments Fund અને Sambhavnath Investments જેવા અગ્રણી રોકાણકારોએ ઇશ્યુ પહેલા ઇશ્યૂમાં રોકાણ કર્યું છે.
IPO પછી, વિન્સિસના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જના SME ઇમર્જ (NSE EMERGE) પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
Vinsys IT Services IPO ની અગત્યની તારીખ
Detail | Date |
IPO Date | Friday, 1 to 4 August 2023 |
Basis of Allotment | Wednesday, 9 August 2023 |
Initiation of Refunds | Thursday, 10 August 2023 |
Credit of Shares to Demat | Friday, 11 August 2023 |
Listing Date | Monday, 14 August 2023 |
Cut-off time for UPI mandate confirmation | 5 PM on Aug 4, 2023 |
આજથી ત્રણ દિવસ Yatharth Hospital India IPO માં રોકાણની તક મળશે
આજે યથાર્થ હોસ્પિટલ ઈન્ડિયાનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. ડ્રાફ્ટ ફાઇલિંગ અનુસાર, IPO 26 જુલાઈથી 28 જુલાઈ સુધી રોકાણકારો માટે ખુલશે. ઑગસ્ટના પ્રથમ પખવાડિયામાં આ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.