AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Richest Bank : દુનિયાની સૌથી અમીર બેંક, રૂપિયા એટલા કે ગણતાં ગણતાં પાર નહીં આવે, જાણો

ચીનની ICBC $6.9 ટ્રિલિયન સંપત્તિ સાથે દુનિયાની સૌથી મોટી બેંક છે, જે ભારતની SBI કરતાં નવ ગણી વિશાળ છે. 1984માં સ્થપાયેલી આ બેંક વૈશ્વિક સ્તરે 16,000થી વધુ શાખાઓ ધરાવે છે.

Richest Bank : દુનિયાની સૌથી અમીર બેંક, રૂપિયા એટલા કે ગણતાં ગણતાં પાર નહીં આવે, જાણો
| Updated on: Nov 16, 2025 | 9:00 PM
Share

દુનિયાની આ એવી બેંક છે જેના તિજોરીઓમાં એટલો મોટો ખજાનો છે કે તેને ગણવામાં પણ વર્ષો લાગી શકે! દુનિયાની સૌથી મોટી બેંક ચીનમાં આવેલી છે, જેને ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના (ICBC) તરીકે ઓળખવામાં આવે છે. આ બેંકની કુલ સંપત્તિ આધાર $6.9 ટ્રિલિયન, એટલે કે આશરે ₹612 લાખ કરોડ છે. આ આંકડો એટલો વિશાળ છે કે તે ભારતની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) કરતાં લગભગ નવ ગણો વધુ છે.

દુનિયાની સૌથી મોટી બેંક કઈ?

જ્યારે આપણે ભારતની સૌથી મોટી બેંકની વાત કરીએ છીએ, ત્યારે સૌપ્રથમ SBIનું નામ આવે છે. સંપત્તિ, ગ્રાહકોની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ તે દેશની રાજા સમાન બેંક છે. પરંતુ જો પ્રશ્ન થાય કે દુનિયાની સૌથી મોટી બેંક કઈ છે, તો મોટાભાગના લોકો અમેરિકા કે યુરોપની કોઈ મોટી બેંકનો અંદાજ લગાવશે.

વાસ્તવમાં, આ ખિતાબ ચીનની ICBC પાસે છે. આ એવી નાણાકીય સંસ્થા છે જેની માપ અને પ્રભાવ બંને દુનિયામાં અનોખા છે. તે માત્ર એક બેંક નહીં પરંતુ નાણાકીય મહાસાગર સમાન સંસ્થા છે, જેની ઊંડાઈ માપવી મુશ્કેલ છે.

ICBC કેટલી મોટી છે?

ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ બેંક ઓફ ચાઇના (ICBC) ને તેની કુલ સંપત્તિના આધારે વિશ્વની સૌથી મોટી બેંક માનવામાં આવે છે. તાજેતરના આંકડા મુજબ, તેની કુલ સંપત્તિ $6.9 ટ્રિલિયન (₹612.25 લાખ કરોડ) જેટલી છે. આ રકમ એટલી મોટી છે કે તેની ગણતરીમાં વર્ષો લાગી શકે. 2012થી ICBC સતત વિશ્વની સૌથી મોટી બેંકનું બિરુદ જાળવી રાખી છે, અને અત્યાર સુધી કોઈ અમેરિકન કે યુરોપિયન બેંક તેને પડકાર આપી શકી નથી.

SBI સાથે તુલના

ભારતની સૌથી મોટી સરકારી બેંક  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ની કુલ સંપત્તિ હાલમાં આશરે ₹67 લાખ કરોડ છે. આ પણ એક વિશાળ રકમ છે, પરંતુ જ્યારે તેની સરખામણી ICBC સાથે કરવામાં આવે છે, ત્યારે સ્પષ્ટ થાય છે કે ચીની બેંક કેટલા મોટાપાયે આગળ છે. ICBCની સંપત્તિ SBI કરતા આશરે નવ ગણો વધારે છે. નેટવર્થના આ તફાવતને જોતા કહી શકાય કે ICBC વૈશ્વિક સ્તરે એવી શક્તિ ધરાવે છે જેની સરખામણી બહુ ઓછી સંસ્થાઓ કરી શકે.

ICBC ની શરૂઆત કેવી રીતે થઈ?

ICBCની સ્થાપના ચીનના આર્થિક સુધારાના એક ઐતિહાસિક સમયમાં થઈ હતી. ડિસેમ્બર 1978માં ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની 11મી સેન્ટ્રલ કમિટીનું ત્રીજું સત્ર યોજાયું હતું, જેમાં દેશે આર્થિક સુધારાઓ અને ઉદાર નીતિઓ અપનાવવાનો નિર્ણય લીધો.તે સમય દરમિયાન નાણાકીય સેવાઓ માટે નવી સંસ્થાઓની જરૂરિયાત વધી રહી હતી.

તેથી સપ્ટેમ્બર 1983માં નક્કી કરવામાં આવ્યું કે પીપલ્સ બેંક ઓફ ચાઇના ફક્ત કેન્દ્રીય બેંક તરીકે કામ કરશે (જેમ ભારતમાં RBI કરે છે), જ્યારે ઔદ્યોગિક અને વાણિજ્યિક બેંકિંગની જરૂરિયાતોને પૂરી કરવા માટે નવી બેંક સ્થાપિત કરવામાં આવશે. આ નિર્ણય બાદ, તૈયારીઓ ઝડપથી થઈ અને 1 જાન્યુઆરી 1984ના રોજ ICBCએ સત્તાવાર રીતે પોતાની કામગીરી શરૂ કરી.

વૈશ્વિક પ્રભુત્વ વિશે જાણો

ICBC ફક્ત ચીનમાં જ નહીં, પણ આખી દુનિયામાં મજબૂત હાજરી ધરાવે છે. બેંક પાસે વિશ્વભરમાં આશરે 16,456 શાખાઓ છે, જેમાંથી 16,040 ચીનમાં અને 416 વિદેશી શાખાઓ છે. આ શાખાઓ એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, ઓશનિયા અને દક્ષિણ અમેરિકા જેવા ખંડોમાં કાર્યરત છે. આ વિશાળ નેટવર્ક ICBCને ખરેખર એક વૈશ્વિક બેંક બનાવે છે. તે સિંગાપુર અને હોંગકોંગ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે, જ્યારે ચીનની સરકાર તેની સૌથી મોટી શેરહોલ્ડર છે.

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">