MONEY9: શું ગૃહિણી માટે અલગથી જીવન વીમો હોવો જોઇએ ?

અત્યાર સુધી ગૃહિણીઓ ફક્ત પતિના જીવનનો જ હિસ્સો રહેતી હતી. પરંતુ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને પૉલિસી બજાર માત્ર ગૃહિણીઓ માટે જ જીવન વીમો લઇને આવી છે.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 14, 2022 | 3:17 PM

MONEY9: અત્યાર સુધી ગૃહિણી (WOMEN)ઓ ફક્ત પતિના જીવનનો જ હિસ્સો રહેતી હતી. પરંતુ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને પૉલિસી બજાર માત્ર ગૃહિણીઓ માટે જ જીવન વીમો (LIFE INSURANCE) લઇને આવી છે. કોવિડ મહામારીએ એવો પાઠ શિખવાડ્યો કે લોકોની આદતો જ બદલાઇ ગઇ છે. ઇન્સ્યોરન્સથી મળનારી નાણાકીય સુરક્ષા સમજમાં આવી ગઇ. જેની અસર એ થઇ કે વીમો લેનારાથી સંખ્યા વધી ગઇ. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઇરડાનો રિપોર્ટ બતાવે છે કે લાંબા સમય બાદ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં 11 ટકાનો જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ ગ્રોથને ખેંચનારા છે બંસલજી જેવા લોકો. જે પરિવારજનો માટે વીમો ખરીદવા માંગે છે.

નિરાંતનો શ્વાસમાં જાણો કોણ છે બંસલજી અને તેઓ કોના માટે વીમો ખરીદવા માંગે છે?

ગૃહિણી માટે અલગથી વીમો..આ સમાચાર સાંભળીને બંસલજીએ નિરાંતનો શ્વાસ લીધો કે તે પત્ની મૃદુલા માટે સ્વતંત્ર વીમો લઇ શકશે. પરંતુ તેમની ખુશી વધારે લાંબો સમય નહીં ટકે. કહેવા ખાતર વીમા પર ગૃહિણીનું લેબલ તો લાગી ગયું છે પરંતુ શું તે ખરેખર ઉપયોગી છે?

ગૃહિણીઓ માટે અલગથી વીમો મળતો નથી. તે મોટાભાગે પતિના વીમાનો જ હિસ્સો હોય છે. મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સે પૉલિસી બજાર સાથે મળીને એક નવી પ્રોડક્ટ મેક્સ લાઇફ સ્માર્ટ સિક્યોર પ્લસ પ્લાન લોન્ચ કર્યો છે. આ ગૃહિણીઓ એટલે કે હાઉસ વાઇફ માટે પ્રથમ જીવન વીમા પ્લાન છે. અત્યાર સુધી ગૃહિણીઓનો જીવન વીમો પતિના જીવન વીમામાં જ સામેલ રહેતો હતો. મોટાભાગની કંપનીઓના વીમામાં પતિના વીમા કવરના 50 ટકા જ પત્નીઓને મળી શકતો હતો. જો પતિની આવક વધારે ન હોય તો તે ઓછી રકમનો વીમો લેતો હોય છે પરિણામે પત્નીનું કવર તેનાથી અડધું જ રહી જાય છે. નાના કવરવાળા વીમાનો વિકલ્પ મળતો જ નહતો.

આને આ રીતે સમજો. કોઇ એક વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે. તો તેને આવકનો 20 ગણો વીમો મળી શકે છે. પતિ જો 1 કરોડ સુધીનો વીમો લઇ લે તો પત્ની માટે વીમા રકમ બચશે જ નહીં. જો પતિ 1 કરોડથી નીચેનું વીમા કવર લે એટલે કે 75 લાખનું તો પત્ની લગભગ 25 લાખનું કવર લઇ શકે છે પરંતુ 25 લાખના કવર માટે પ્રોડક્ટ જ ઉપલબ્ધ નથી.

મેક્સ લાઇફ સ્માર્ટ સિક્યોર પ્લસ પ્લાન હાઉસવાઇફ સેગમેન્ટ માટે એક સ્વતંત્ર ટર્મ કવર ઉપલબ્ધ કરાવે છે. પછી ભલે પતિની પાસે પૉલિસી હોય કે ન હોય. તે ગૃહિણીઓને 49.99 લાખ રૂપિયા સુધીનું કવર આપે છે. ઉંમર અને વીમાની મુદ્દત અનુસાર પ્રીમિયમ 10 થી 12 હજાર રૂપિયાથી શરૂ થાય છે.

પૉલિસીબજાર ડોટ કોમના હેડ ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ સજ્જા પ્રવિણ ચૌધરી કહે છે કે કોવિડ દરમિયાન ઘણાં પરિવારે ઘરની ગૃહિણીને ગુમાવી અને તેમનો પરિવાર સંઘર્ષ કરતો નજરે પડ્યો. આ વીમાને લાવવા પાછળનો ઉદ્દેશ એ છે કે પરિવારમાં ગૃહિણીના યોગદાનને અલગથી આંકવામાં આવે અને માન્યતા આપવામાં આવે. ઘરની મહિલાના ગુજરી જવાથી પરિવાર પર ખર્ચનો બોજ વધે છે, જેમ કે પતિએ બાળકોની દેખરેખ માટે કરિયર પણ બદલવી પડી શકે છે. જે જવાબદારીઓ પત્ની ઉપાડતી હતી તે હવે પતિ પર આવી શકે છે.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAIના વાર્ષિક રિપોર્ટમાં તમને એક ટર્મ નજરે પડશે, ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન. જે દર્શાવે છે ઇન્સ્યોરન્સની પહોંચ…તો અમને તેમાં શું દેખાયું..? 2019-20માં ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન 3.76 ટકા હતું. જે 2020-21માં 4.20 ટકા પર પહોંચી ગયું. ઇન્સ્યોરન્સ પેનેટ્રેશન આપણને બતાવે છે કે GDP અને ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો રેશિયો કેટલો રહ્યો છે. લોકો વીમા જેવી પ્રોડક્ટનું મહત્વ સમજી રહ્યાં છે અને પ્રીમિયમ પણ વધ્યું છે. 2019-20માં 5.73 લાખ કરોડ રૂપિયાના પ્રીમિયમની સરખામણીમાં 2020-21માં 6.29 લાખ કરોડ રૂપિયાના પ્રીમિયમનું કલેક્શન થયું છે.

પત્ની માટે વીમો ખરીદીને બંસલજી પણ વીમાની વધતી પહોંચનો હિસ્સો બનવા માંગે છે. પરંતુ શું તેમની આશાઓ પૂરી થઇ શકશે?

ગૃહિણીઓ માટે વીમા કવર સાંભળવામાં તો ઘણું સારું લાગે છે પરંતુ આ વીમાની બે અનિવાર્ય શરતો તેની પહોંચને સીમિત કરી નાંખે છે. પહેલી શરત ગૃહિણીનું ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. અને બીજી શરત પરિવારની વાર્ષિક આવક 5 લાખ કે તેથી ઉપર હશે તો જ આ વીમા કવર મળશે. ઓછું ભણેલી ગૃહિણી અને ઓછી આવકવાળા પરિવાર આ વીમાની પહોંચમાં નહીં આવે.

પ્રોમોર ફિનટેકના કો-ફાઉન્ડર CFP નિશા સંઘવી કહે છે કે ગૃહિણીઓ માટે ટર્મ ઇન્સ્યોરન્સમાં પૈસા લગાવવા કરતા સારુ છે કે તેમના નામે પૈસાનું રોકાણ કરવામાં આવે. જો મહિલા કોઇ પણ રીતે ઘરમાં આવક ઊભી નથી કરી રહી તો વીમો લેવાનો કોઇ અર્થ નથી. પરંતુ જો મહિલા પર ઘરની જવાબદારી છે, જેમકે તે સિંગલ મધર છે અને બાળકોની જવાબદારી છે પરંતુ કામ નથી કરતી તો પણ આ પ્રકારનો વીમો હોવો જોઇએ. પરંતુ જો આવકનું સર્ટિફિકેટ આપવું અનિવાર્ય હશે તો તે આ પ્રકારના વીમાને નહીં લઇ શકે.

મની 9ની સલાહ

વીમાનું સુરક્ષા કવચ ઘરના કમાનારા વ્યક્તિની કમાણી અને તેમની જવાબદારીઓ પર આધારિત હોય છે. જો ગૃહિણીની કમાણી નથી તો તેના માટે અલગથી વીમો લેવામાં સમજદારી નથી. આવામાં જો પતિ સાથે જોઇન્ટમાં વીમો મળી જાય તો સારુ ગણાશે. જો કંપનીઓ ગૃહિણીઓને વીમા કવર આપવા માંગે છે તો તેમણે તેના સમ એશ્યોર્ડને વધારવો જોઇએ અને અનિવાર્ય શરતોમાં છૂટ આપવી જોઇએ.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">