ભગવાન રામના આગમનની સાથે જ યુપી બની જશે દેશનું ‘કુબેર’ રાજ્ય ! દર વર્ષે થશે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે જલદી ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થશે અને ભગવાન રામના અયોધ્યામાં બિરાજમાન થતા જ અયોધ્યા નગરનીના કારણે આખું ઉત્તર પ્રદેશ દેશ માટે કુબેર રાજ્ય બની જશે. જાણો કેવી રીતે

અયોધ્યામાં રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠાને હવે ગણતરીના જ કલાકો બાકી રહી ગયા છે. ત્યારે જલદી ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થશે અને ભગવાન રામના અયોધ્યામાં બિરાજમાન થતા જ અયોધ્યા નગરીના કારણે આખું ઉત્તર પ્રદેશ દેશ માટે કુબેર રાજ્ય બની જશે. જી હા, આ મજાક નથી.
રામ મંદિરના કારણે દેશમાં પ્રવાસન વધુ વધવાની આશા છે. જે બાદ સરકારી તિજોરીમાં પૈસાનો ઢગલો જોવા મળશે. હકીકતમાં SBIએ તેનો એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં રામ મંદિર પછી રાજ્યની કમાણી કેટલી વધી શકે છે તે જણાવવામાં આવ્યું છે. તેમજ દેશના પ્રવાસન ક્ષેત્રે કેટલો વિકાસ થઈ શકે? આ પ્રવાસનથી યુપી અને દેશની અર્થવ્યવસ્થાને કેટલો ફાયદો થઈ શકે છે?
SBIએ શું કર્યો દાવો?
- એસબીઆઈના સંશોધકોના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવાથી અને યુપી સરકાર દ્વારા પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવેલા કામને કારણે ભારતમાં 20 થી 25 હજાર કરોડ રૂપિયાની વધારાની નાણાકીય વર્ષ 2025 સુધી આવક થશે.
- યુપી સરકારના બજેટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં રાજ્યની ટેક્સ આવક 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. એસબીઆઈના અહેવાલ મુજબ, રાજ્યમાં પ્રવાસીઓ દ્વારા કરવામાં આવેલ ખર્ચ બે વર્ષ પહેલાની સરખામણીમાં 2024 માં બમણો થઈ શકે છે.
- વર્ષ 2022માં ઉત્તર પ્રદેશની મુલાકાતે આવતા સ્થાનિક પ્રવાસીઓનો ખર્ચ રૂ. 2.2 લાખ કરોડ હતો. જ્યારે વિદેશી પ્રવાસીઓ દ્વારા 10 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
- જ્યારે એસબીઆઈ રિસર્ચનું અનુમાન છે કે વર્ષ 2024ના અંત સુધીમાં અયોધ્યા રામ મંદિર અને સરકારના પર્યટન પર ભાર મૂકવાના કારણે પ્રવાસીઓ દ્વારા 4 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.
- બીજી તરફ જો પ્રવાસીઓની સંખ્યાની વાત કરીએ તો વર્ષ 2024માં તેના તમામ રેકોર્ડ તૂટી શકે છે. જ્યારે વર્ષ 2022માં રાજ્યમાં સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા 32 કરોડથી વધુ હતી જે વર્ષ 2021 કરતા 200 ટકા વધુ છે.
- વર્ષ 2022માં 32 કરોડ સ્થાનિક પ્રવાસીઓ ઉત્તર પ્રદેશમાં આવ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 200% વધુ છે. વર્ષ 2022માં વિદેશી પ્રવાસીઓની સંખ્યા 2.21 કરોડ હતી. જે એક રેકોર્ડ છે.
5 વર્ષમાં યુપી કરોડોની કમાણી કરતુ રાજ્ય બનશે
એસબીઆઈના રિપોર્ટમાં આગામી પાંચ વર્ષમાં યુપીના આર્થિક આંકડાઓનો મોટો અંદાજ લગાવવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2028 સુધીમાં દેશની અર્થવ્યવસ્થાનું કદ 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. આ વર્ષમાં જ ઉત્તર પ્રદેશની જીડીપી 50 અબજ ડોલરને પાર કરી જશે.
ખાસ વાત એ છે કે વર્ષ 2028 સુધીમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ઉત્તર પ્રદેશનો જીડીપીનો હિસ્સો બીજા ક્રમે આવશે. તેમજ યુપીના જીડીપીનું કદ યુરોપિયન દેશ નોર્વે કરતા પણ મોટું હશે. રિપોર્ટ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષમાં યુપીની જીડીપી 24.4 લાખ કરોડ રૂપિયા એટલે કે 298 અબજ ડોલર રહેવાનો અંદાજ છે.