શું નજીકના ભવિષ્યમાં પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે? વાંચો પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનો જવાબ
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ હજુ પણ ડીઝલ પર પ્રતિ લિટર 4 રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે પેટ્રોલ પર તેમનું માર્જિન સકારાત્મક બન્યું છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્યારે ઘટાડો થશે? આ સવાલ લગભગ દરરોજ સરકારને પૂછવામાં આવે છે. છેલ્લા ઘણા મહિનાઓથી કિંમતોમાં કોઈ ફેરફાર ન થવાને કારણે સરકાર ઓઈલ કંપનીઓ નુકસાનની ગણતરી કરી રહી છે. ક્રૂડના ભાવમાં ઘટાડા વચ્ચે ફરી એકવાર આ જ સવાલ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને પૂછવામાં આવ્યો હતો જેના જવાબમાં તેમણે માહિતી આપી હતી કે ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા બાદ ઓઈલ કંપનીઓ પેટ્રોલના ભાવને લઈને નફાકારક બની રહી છે જ્યારે બીજી તરફ ડીઝલ હજુ ખોટનો સોદો છે. એટલે કે તેલના ભાવમાં ઘટાડા અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી.
કેટલો નફો અને નુકસાન
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓ હજુ પણ ડીઝલ પર પ્રતિ લિટર 4 રૂપિયાનું નુકસાન સહન કરી રહી છે. ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે પેટ્રોલ પર તેમનું માર્જિન સકારાત્મક બન્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં નરમાઈ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડા અંગે પુરીને પૂછવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે તેમનું મંત્રાલય ત્રણ રિટેલ ઇંધણ વિક્રેતાઓ – ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) દ્વારા થતા નુકસાન માટે મદદ માંગશે. આ કંપનીઓએ સરકારને મોંઘવારીનો સામનો કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો, જ્યારે રુસો-યુક્રેન યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલ ખૂબ મોંઘું થઈ ગયું હતું.
ભાવમાં ઘટાડા અંગે પૂછવામાં આવતા તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, OMC (ઓઇલ માર્કેટિંગ કંપનીઓ)ને હજુ પણ ડીઝલ પર નુકસાન છે. હાલમાં ડીઝલ પરની ખોટ લગભગ રૂ. 27 પ્રતિ લિટર છે પરંતુ વાસ્તવિક રોકડની ખોટ પ્રતિ લિટર રૂ. 3-4ની આસપાસ છે.
તેલના ઊંચા ભાવને કારણે તેલ કંપનીઓને ભારે નુકસાન
ત્રણેય ફ્યુઅલ રિટેલર્સે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 19,000 કરોડથી વધુની ચોખ્ખી ખોટ કરી છે. એવો અંદાજ છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીઓને પણ નુકસાન થશે. એક રિસર્ચ રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે તેલ કંપનીઓનું નુકસાન $7 બિલિયન સુધી પહોંચી શકે છે.આ નુકસાન તે સમયે પણ છૂટક કિંમતો સ્થિર રાખવાને કારણે છે. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 120 ડોલરની ઉપર પહોંચી ગયા હતા. નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે હાલમાં ઓઈલ કંપનીઓ ક્રૂડ ઓઈલની નરમાઈનો ફાયદો ઉઠાવીને નુકસાનની ભરપાઈ કરશે.