રૂપિયા 8897 કરોડની 2000 ની નોટ કેમ લોકોએ આરબીઆઈને પરત ન કરી? કેન્દ્રીય બેંક માટે બન્યો તપાસનો વિષય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સિસ્ટમમાંથી 2000 રૂપિયાની નોટ હટાવી દીધી છે. નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશન પછી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી RBIએ 19 મે 2023ના રોજ તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. સરકારે લોકોને આ નોટ જમા કરાવવાની અપીલ કરી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સિસ્ટમમાંથી 2000 રૂપિયાની નોટ હટાવી દીધી છે. નવેમ્બર 2016માં ડિમોનેટાઈઝેશન પછી તેને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી RBIએ 19 મે 2023ના રોજ તેને પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો. સરકારે લોકોને આ નોટ જમા કરાવવાની અપીલ કરી હતી. સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર હજુ પણ આખી નોટો સિસ્ટમમાંથી હટાવવામાં આવી નથી.
31 જાન્યુઆરી 2024 સુધી 2000 રૂપિયાની માત્ર 97.5 ટકા નોટ જ પરત આવી છે. અત્યાર સુધી 8897 કરોડ રૂપિયાની આ મોટી નોટો હજુ પણ બજારમાં છે. સમયમર્યાદા વીતી ગયા પછી પણ લોકો આટલી મોટી રકમ પાસે રાખી બેઠા છે.
કરન્સી સરક્યુલેશનમાં જબરદસ્ત ઘટાડો થયો
RBI અનુસાર 2000 રૂપિયાની નોટોના ચલણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ કારણે 9 ફેબ્રુઆરી સુધી કરન્સી સર્ક્યુલેશનમાં 3.7 ટકાનો ઘટાડો થયો છે. આ એક વર્ષ અગાઉના 8.2 ટકા કરતાં ઘણું ઓછું છે. ચલણમાં રહેલઈ કરન્સી દ્વારા આપણે ચલણમાં રહેલી નોટો અને સિક્કાઓ વિશે માહિતી મેળવીએ છીએ. આમાં જનતા પાસે ઉપલબ્ધ રોકડ અને બેંકોમાં પડેલા નાણાંનો પણ તેમાં સમાવેશ થાય છે.
કરન્સીની જરૂરિયાત ઘટાડવામાં મદદ કરી
RBIએ કહ્યું કે 2000 રૂપિયાની નોટ હટાવવાથી ચલણની જરૂરિયાત ઘટાડવામાં ઘણી મદદ મળી છે. જાન્યુઆરીમાં બેંક ડિપોઝીટમાં સારો ઉછાળો આવ્યો છે તેને રૂપિયા 2000ની નોટ નાબૂદી સાથે જોડીને જોઈ શકાય છે. રિઝર્વ મની પણ એક વર્ષ અગાઉ 11.2 ટકાથી ઘટીને 9 ફેબ્રુઆરી સુધીમાં 5.8 ટકા થઈ ગઈ છે.
19મી મેના રોજ 2000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી
સેન્ટ્રલ બેંકે 19 મે 2023ના રોજ રૂપિયા 2000ની નોટો બંધ કરી દીધી હતી. 19 મે સુધીમાં 3.56 લાખ કરોડ રૂપિયાની અંદાજે 2,000 રૂપિયાની નોટો ચલણમાં હતી. આ નોટને બદલવા અથવા જમા કરવાનો વિકલ્પ 30 સપ્ટેમ્બર 2023 સુધી આપવામાં આવ્યો હતો. બાદમાં આ સમયમર્યાદા વધારીને 7 ઓક્ટોબર 2023 કરવામાં આવી હતી. નોટબંધીમાં તેને રૂપિયા 500 અને રૂપિયા 1000ની જૂની નોટોના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી. હાલમાં દેશમાં સૌથી મોટી ચલણી નોટ રૂપિયા 500 ની છે. આ ઉપરાંત 2000 નો નોટ બંધ કરાઈ છે જયારે રૂપિયા 1000 ની નોટ નોટબંધી સમયે બંધ કરાઈ હતી.
આ પણ વાંચો : Upcoming IPO : ચાલુ સપ્તાહે 6 IPO ખુલશે અને 5 શેરબજારમાં લિસ્ટ થશે, કરો એક નજર તમામ યોજનાઓ પર