AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોનીએ જે ટીમની કેપ્ટનશીપ છોડી તે CSKના માલિક એન શ્રીનિવાસન કોણ છે? જાણો કેટલી છે તેમની નેટવર્થ

CSKમાં મોટી ઉથલપાથલ થઈ છે. ટીમે એમએસ ધોનીના સ્થાને રૂતુરાજ ગાયકવાડને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. આ ફેરફાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની શરૂઆત પહેલા થયો છે. CSK લોકોની ફેવરિટ ટીમોમાંથી એક છે. તેના માલિક એન શ્રીનિવાસન છે. આવો, આપણે અહીં તેમના અને તેમની નેટવર્થ વિશે જાણીએ.

ધોનીએ જે ટીમની કેપ્ટનશીપ છોડી તે CSKના માલિક એન શ્રીનિવાસન કોણ છે? જાણો કેટલી છે તેમની નેટવર્થ
| Updated on: Mar 21, 2024 | 8:24 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થવાના થોડા કલાકો પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં મોટો અપસેટ થયો છે. CSKએ પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે અને મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રુતુરાજ ગાયકવાડને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) એ દેશમાં સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ ઈવેન્ટ છે. CSK લોકોની ફેવરિટ ટીમોમાંથી એક છે. ચાલો જાણીએ તેના માલિક એન શ્રીનિવાસન અને તેમની નેટવર્થ વિશે.

આ ટીમ અત્યાર સુધીમાં પાંચ IPL ટ્રોફી જીતી ચૂકી છે

ચેન્નાઈ સુપર કિંગ્સની રચના 2008માં થઈ હતી. તે શરૂઆતથી જ રમતપ્રેમીઓની પ્રિય રહી છે. તેનું મુખ્ય કારણ ધોનીના હાથમાં ટીમની કમાન છે. આ ટીમ અત્યાર સુધીમાં પાંચ IPL ટ્રોફી જીતી ચૂકી છે. એન શ્રીનિવાસન ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક છે. આ IPLની સૌથી મોટી ટીમોમાંથી એક છે. જાન્યુઆરી 2022માં, CSK દેશનું પ્રથમ યુનિકોર્ન સ્પોર્ટ્સ સાહસ બન્યું હતું.

કોણ છે એન શ્રીનિવાસન?

નારાયણસ્વામી શ્રીનિવાસન એક ભારતીય ઉદ્યોગપતિ છે. IPL ટીમ CSKના માલિક હોવાની સાથે સાથે તેઓ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ પણ રહી ચુક્યા છે. પ્રમુખ તરીકે તેમણે BCCIની બાગડોર પણ સંભાળી છે. શ્રીનિવાસન ઈન્ડિયા સિમેન્ટ્સના એમડી પણ છે. શ્રીનિવાસનનો જન્મ 3 જાન્યુઆરી 1945ના રોજ તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના કાલ્લિદાઈકુરિચીમાં થયો હતો. તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજ હાયર સેકન્ડરી સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યો હતો.

ઈન્ડિયા સિમેન્ટ્સમાં તેમની સફર શરૂ કરી હતી

તેમણે ચેન્નાઈની લોયોલા કોલેજમાંથી વિજ્ઞાનમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. શ્રીનિવાસન શિકાગોની ઇલિનોઇસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી છે. એન શ્રીનિવાસનના પિતા ટી.એસ. નારાયણસ્વામી સિમેન્ટ જાયન્ટ ઈન્ડિયા સિમેન્ટ્સના સ્થાપક કર્મચારીઓમાંના એક હતા. એન શ્રીનિવાસને 1989માં વાઈસ-ચેરમેન અને એમડી તરીકે ઈન્ડિયા સિમેન્ટ્સમાં તેમની સફર શરૂ કરી હતી. તેણે પોતાના બોલ્ડ નિર્ણયોથી ઝડપથી પોતાનું નામ બનાવ્યું છે.

શ્રીનિવાસનની નેટવર્થ કેટલી છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2022માં એન શ્રીનિવાસનની કુલ સંપત્તિ 7.2 અબજ રૂપિયા હતી. આ વિશાળ સંપત્તિનો મોટો હિસ્સો ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી તેની કમાણીમાંથી આવે છે. CSK મીડિયા અધિકારો, સ્પોન્સરશિપ, ટિકિટ વેચાણ અને મર્ચેન્ડાઇઝના વેચાણમાંથી પણ કમાણી કરે છે.

તેમણે જીતેલી ઈનામની રકમ કરતાં મોટી રકમ કમાઈ છે. 2013ના સટ્ટાબાજીના કેસમાં મેનેજમેન્ટની મિલીભગતને કારણે CSKને બે વર્ષના પ્રતિબંધ (2016 અને 2017માં)નો સામનો કરવો પડ્યો હોવા છતાં. તે IPLની સૌથી પ્રતિષ્ઠિત અને નફાકારક ટીમોમાંની એક છે.

આ પણ વાંચો: ધોનીએ ઋતુરાજ ગાયકવાડને કેમ આપી કેપ્ટનશીપ? આ છે 5 મોટા કારણો

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">