કોણ છે આદિત્ય મિત્તલ જે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની Arcelor Mittalનું સંચાલન કરશે

કોણ છે આદિત્ય મિત્તલ જે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની Arcelor Mittalનું સંચાલન કરશે
LAXMI MITTAL AND ADITYA MITTAL

વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપનીઓ પૈકીની એક આર્સેલરમિત્તલ(Arcelor Mittal )ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે આદિત્ય મિત્તલ(ADITYA MITTAL)ની પસંદગી કરવામાં આવી છે.

Ankit Modi

| Edited By: Pinak Shukla

Feb 12, 2021 | 7:25 AM

વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપનીઓ પૈકીની એક આર્સેલરમિત્તલ(Arcelor Mittal )ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે આદિત્ય મિત્તલ(ADITYA MITTAL)ની પસંદગી કરવામાં આવી છે. આદિત્ય દિગ્ગ્જ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલના પુત્ર છે અને તે કંપનીના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) છે.આદિત્ય તેમના પિતા લક્ષ્મી મિત્તલનું પદ સંભાળશે. લક્ઝમબર્ગ સ્થિત કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનના અનુસાર હાલના અધ્યક્ષ અને સીઈઓ લક્ષ્મી મિત્તલ હવે કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન પદ સંભાળશે.

આર્સેલરમિત્તલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા 11 ફેબ્રુઆરીએ પ્રેસિડેન્ટ, સીએફઓ અને આર્સેલરમિત્તલ યુરોપના સીઇઓ આદિત્ય મિત્તલને સીઇઓ બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. આદિત્ય મિત્તલના નામે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

લક્ષ્મી મિત્તલ એક્ઝિક્યુટિવ ચેરમેન બનશે આર્સેલરમિત્તલની સ્થાપના 1976 માં લક્ષ્મી મિત્તલે કરી હતી અને હાલમાં તે કંપનીના અધ્યક્ષ અને સીઈઓ છે. આદિત્ય મિત્તલ અધ્યક્ષ બન્યા બાદ તેઓ એક્ઝિક્યુટિવ ચેરમેન પદ સંભાળશે. આ નવી ભૂમિકામાં લક્ષ્મી મિત્તલ નિયામક મંડળનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે અને સીઈઓ અને મેનેજમેન્ટ ટીમ સાથે મળીને કામ કરશે. કંપનીએ એક નિવેદન જારી કરીને આ માહિતી આપી છે. વર્તમાન સીએફઓ આદિત્ય મિત્તલ સીઈઓ બન્યા બાદ ગેન્યુનો ક્રિસ્ટીનોને સીએફઓ બનાવવામાં આવશે. ક્રિસ્ટિનો 2003 માં કંપનીમાં જોડાયા હતા અને 2016 થી ફાઇનાન્સ ચીફનું પદ સંભાળી ચુક્યાછે.

આદિત્ય ‘ યુરોપિયન બિઝનેસ લીડર ઓફ ધ ફ્યુચર’ રહી ચુક્યા છે સીઈઓ તરીકે પોતાનું નામ જાહેર થતા, આદિત્ય મિત્તલે કહ્યું કે વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદકના સીઈઓ બનવું તેમના માટે સન્માનની વાત છે. આદિત્ય એ ઉમેર્યું કે તેમના પિતા લક્ષ્મી મિત્તલે આર્સેલરમિત્તલને ઇન્ડોનેશિયાની ગ્રીનફિલ્ડ રોલિંગ મિલ સાથે વિશ્વની સૌથી મોટી સ્ટીલ કંપની બનાવી છે. આદિત્ય મિત્તલ Wharton School of the University of Pennsylvaniaમાંથી સ્નાતક છે. તેમણે 2004 માં આર્સેલરમિત્તલના પ્રમુખ / સીએફઓના પદ સંભાળ્યા હતા. જાન્યુઆરી 2008 માં તેમને યુરોપિયન બિઝનેસ લીડર ઓફ ધ ફ્યુચર તરીકે પસંદ કરાયાહતા અને નવેમ્બર 2011 માં તેમને “40 અંડર 40” માં ચોથા ક્રમે આવ્યા હતા.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati