AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મકકા મદીના પર હુમલો કરાયો હોવાનો સાઉદી અરેબિયાનો દાવો, હુતીએ ઈન્કાર કરતા કહ્યું- માત્ર રિફાઈનરી-એરપોર્ટને બનાવ્યા છે નિશાન

સાઉદી અરેબિયાએ હુતીઓ દ્વારા છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે. જો કે તોડી પડાયેલ મિસાઈલનો કાટમાળ મક્કા અને મદીના નજીક પડ્યો હતો. હુતીઓએ આ સ્થળો પર હુમલો કરવાનો ઇનકાર કરતા કહ્યું કે તેમના હુમલાઓ તેલ સુવિધાઓ અને એરપોર્ટને લક્ષ્ય બનાવતા હતા.

Breaking News : મકકા મદીના પર હુમલો કરાયો હોવાનો સાઉદી અરેબિયાનો દાવો, હુતીએ ઈન્કાર કરતા કહ્યું- માત્ર રિફાઈનરી-એરપોર્ટને બનાવ્યા છે નિશાન
| Updated on: Oct 25, 2026 | 8:12 AM
Share

યમનના હુતી બળવાખોરો અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ વધ્યો છે. શનિવારે, સાઉદી અરેબિયાએ જાહેરાત કરી હતી કે તેણે હુતીઓ દ્વારા છોડવામાં આવેલી બે બેલિસ્ટિક મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી છે. સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, મિસાઇલો મક્કા અને મદીના પ્રદેશોને લક્ષ્ય બનાવીને છોડવામાં આવી હતી. જોકે, હુતીઓએ આ બે પવિત્ર શહેરો પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો, સાઉદીના આરોપોને હુતીઓએ “મોટા જૂઠાણા” તરીકે ગણાવીને ફગાવી દીધા હતા.

સાઉદી સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, હવામાં જ તોડી પડાયેલ મિસાઇલોનો કાટમાળ જેદ્દાહ, તૈફ અને રબીઘ સહિત અનેક સ્થળોએ પડ્યો હતો. મક્કાની બહાર વાદી મુઘમ્માસમાં પણ તોડી પડાયેલ મિસાઈલના ટુકડાઓ મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મક્કા અને મદીના વિસ્તારોમાં કાટમાળ પડવાની ઘટનાઓ માટે ટીમો તહેનાત કરવામાં આવી હતી.

હુતીનો તેલના કૂવા, રિફાઈનરી અને એરપોર્ટ પર હુમલાનો દાવો

હુતી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ દાવો કર્યો હતો કે તેમના જૂથે શનિવારે સાઉદી અરેબિયાની તેલ સુવિધાઓ અને એરપોર્ટ પર હુમલા કર્યા હતા. આમાં યાનબુમાં સાઉદી અરામકો સાઇટ, રબીઘમાં તેલ રિફાઇનરી અને રિયાધમાં કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો સમાવેશ થાય છે.

હુતીઓએ દમ્મામમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, નજરાનમાં એક એરપોર્ટ અને ખામિસ મુશૈતમાં એક એરબેઝને નિશાન બનાવવાનો પણ દાવો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રૂડ ઓઇલ પમ્પિંગ સ્ટેશન અને પૂર્વ-પશ્ચિમ તેલ પાઇપલાઇન તેમના લક્ષ્યોમાં હતા. સાઉદી અધિકારીઓએ તાત્કાલિક આ હુમલાઓની પુષ્ટિ કરી નથી. તે સ્પષ્ટ નથી કે કોઈ પણ મિસાઇલ તેમના ઇચ્છિત લક્ષ્યો સુધી પહોંચી છે કે તે બધા રસ્તામાં તોડી પાડાવમાં આવી છે.

યમનના એડનમાં મિસાઇલ હુમલા

યમનની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે હુતીઓએ દક્ષિણ બંદર શહેર એડનમાં કોસ્ટ ગાર્ડ પોઝિશન પર ત્રણ બેલિસ્ટિક મિસાઇલો છોડી હતી. બે મિસાઇલો કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર પર ત્રાટકી હતી, જ્યારે ત્રીજી તવાહી જિલ્લામાં એક ઇમારત પર પડી હતી. હુતીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે સાઉદી સમર્થિત દળોના એક સમારંભ અને એડનમાં એક નૌકાદળના મથકને નિશાન બનાવ્યું હતું.

સાઉદી અરેબિયામાં એલર્ટ; ફ્લાઈટ્સ રદ

સાઉદી સિવિલ ડિફેન્સે મક્કા પ્રાંતમાં જેમાં જેદ્દાહ, તાઈફ અને યાનબુનો સમાવેશ થાય છે, હવાઈ હુમલાના ખતરા અંગે ચેતવણી જાહેર કરી હતી. લગભગ 10 મિનિટ બાદ, આ ખતરો ટળી ગયો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. લોકોને સલામતી સૂચનાઓનું પાલન કરવા, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા અને આવી ઘટનાઓના વીડિયો ન ઉતારવા માટે સલાહ આપવામાં આવી હતી. કટોકટીના સમયે 911 નંબર પર સંપર્ક કરવા જણાવાયું હતું.

એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 7 નવેમ્બર, 2026 સુધી રિયાધ અને દમ્મામ જતી ફ્લાઈટ્સ, તથા 31 ઓક્ટોબર સુધી જેદ્દાહ જતી ફ્લાઈટ્સ રદ કરી દીધી છે. ઈન્ડિગો (IndiGo) અને આકાસા એર (Akasa Air) એ પણ સાઉદી અરેબિયાના વિવિધ શહેરો માટેની તેમની ફ્લાઈટ્સ રદ કરી છે.

Breaking News : સાઉદી અરેબિયામાં હુતીઓની બોમ્બમારી વચ્ચે અમેરિકાએ એક મોટું પગલું ભર્યું, રિયાદમાં દૂતાવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો

Follow Us
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
આજનું રાશિ ભવિષ્ય: ધન, નોકરી અને કારકિર્દીની આગાહી
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
Ahmedabad Breaking: આવતીકાલે પાણી કાપ, 5 ઝોનમાં સપ્લાય ઘટશે
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
દિવાળી સમયે વતન જવા માગતા મુસાફરો સાથે ખાનગી બસોએ શરૂ કરી ઉઘાડી લૂંટ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
જુનાગઢમાં રોડ પરના ખાડા અને રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રાહિમામ
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
દિવાળી અને લગ્નની સિઝન પહેલા અમદાવાદમાં હોટેલના ભાવ 20% વધ્યા
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
ગુજરાત સરકારની પેન્શનરોને 'મોટી ભેટ', મોંઘવારી ભથ્થું 443% કરાયું
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
Breaking News : સુરત ક્રાઈમ બ્રાન્ચે 30 વર્ષ જૂની લૂંટનો ભેદ ઉકેલ્યો
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભારે અવાજવાળા અને સીરીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ ! Video
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
રાજકોટમાં ભેળસેળનો પર્દાફાશ! પપૈયામાંથી બનતો હતો ટમેટો સોસ
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
ડ્રાઇવિંગ લાયસન્સ અપડેટ હવે મફત
g clip-path="url(#clip0_868_265)">