AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ નથી કપાવવા માંગતા PF ના પૈસા? આખરે EPFO ના નિયમો હેઠળ કોને મળી શકે છે આની ‘છૂટ’?

શું તમે પણ તમારા પગારમાંથી કપાતા PF (પ્રોવિડન્ટ ફંડ)ના પૈસા બંધ કરાવવા માંગો છો? દર મહિને જ્યારે સેલેરીમાંથી PF ની રકમ કપાઈને આવે છે, ત્યારે ઘણા કર્મચારીઓના મનમાં પ્રશ્ન ચોક્કસ આવે છે કે, શું આ કપાત રોકી શકાય કે નહીં? ખાસ કરીને સપ્ટેમ્બરમાં EPFO ના નિયમોમાં થયેલા મોટા ફેરફારો બાદ આ સવાલ વધુ ચર્ચામાં છે.

શું તમે પણ નથી કપાવવા માંગતા PF ના પૈસા? આખરે EPFO ના નિયમો હેઠળ કોને મળી શકે છે આની 'છૂટ'?
| Updated on: Nov 01, 2026 | 10:20 PM
Share

1 નવેમ્બરે પગાર આવે ત્યારે ઘણા કર્મચારીઓએ એ જોયું હોય છે કે, PF ના પૈસા કપાયા પછી જ રકમ હાથમાં આવી છે. આ સ્થિતિમાં કેટલાક લોકો વિચારી રહ્યા છે કે, જ્યારે દર મહિને કપાત થઈ રહી છે, તો શું તેને બંધ કરાવી શકાય? આ પ્રશ્ન એટલા માટે પણ ઊઠી રહ્યો છે, કારણ કે સપ્ટેમ્બરમાં PF ના નિયમમાં મોટો ફેરફાર થયો છે.

શું PF કપાવવું બધા માટે જરૂરી છે?

જો તમે એવી કંપનીમાં કામ કરો છો, જ્યાં 20 કે તેથી વધુ કર્મચારીઓ છે, તો EPFO ના નિયમો અનુસાર PF કપાવવું અનિવાર્ય છે. ટૂંકમાં, મોટાભાગના નોકરિયાત લોકો માટે આ મરજીનો નિયમ નથી. આને સરળ રીતે સમજો.

જો તમારો UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) પહેલેથી જ બનેલો છે, એટલે કે તમે અગાઉની કોઈ કંપનીમાં PF કપાવ્યું છે, તો તમે બહાર નીકળી શકતા નથી. નવી નોકરી લાગે કે પગાર વધે, PF ની કપાત આગળ પણ ચાલુ રહેશે.

છૂટ ક્યારે મળી શકે?

છૂટ ફક્ત એક ખાસ પરિસ્થિતિમાં મળી શકે છે અને એમાંય તેની ત્રણ શરતો છે.

  1. આ તમારી તદ્દન પહેલી નોકરી હોય.
  2. તમારો બેઝિક પગાર 25,000 રૂપિયા મહિનાની નક્કી કરેલી મર્યાદાથી વધુ હોય.
  3. તમે અગાઉ ક્યારેય EPFO માં રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય.

ત્રણેય શરતો જ્યારે પૂરી થાય, ત્યારે Form 11 દ્વારા PF માંથી છૂટ માંગી શકાય છે. એકવાર UAN બની ગયો એટલે આ રસ્તો હંમેશા માટે બંધ થઈ જાય છે.

સપ્ટેમ્બરમાં શું બદલાયું?

17 સપ્ટેમ્બર, 2026 થી અમલમાં આવતા ફરજિયાત EPFO ​​સભ્યપદ માટે પગાર મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવામાં આવી છે. અગાઉ, જે કર્મચારીઓએ ₹15,000 થી વધુ પગાર સાથે નોકરી શરૂ કરી હતી, તેમને સીધા જ PF કવરેજમાંથી બાકાત રાખવામાં આવતા હતા.

હવે ₹15,000 થી ₹25,000 ની વચ્ચે કમાણી કરતા દરેક કર્મચારીને આપમેળે PF કવરેજ આપવામાં આવશે. સરકારનો અંદાજ છે કે, આનાથી 51 લાખથી વધુ કર્મચારીઓ પહેલીવાર આ કવરેજમાં નોંધણી કરાવી શકશે. તેથી, રાહત પર વિચાર કરતી વખતે નવી ₹25,000 ની મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે.

કપાતનો મતલબ નુકસાન નથી

આ સમજવું પડશે કે, પગારમાંથી જે પૈસા કપાય છે, તે તમારી પોતાની બચત છે. આ ઉપરાંત આ દાયરામાં આવતા કર્મચારીઓને બીજા બે (કર્મચારી પેન્શન યોજના (EPS) દ્વારા ઘડપણમાં પેન્શન અને EDLI યોજના હેઠળ વીમા સુરક્ષા) ફાયદા પણ મળે છે.

તમારે શું કરવું જોઈએ?

જો તમારો UAN પહેલેથી જ છે, તો PF બંધ કરાવવાનો કોઈ રસ્તો નથી. જો તમને લાગે કે, તમે પહેલી નોકરીવાળી છૂટના દાયરામાં આવો છો, તો નિર્ણય લેતા પહેલા તમારી કંપનીના HR ને ચોક્કસ પૂછી લો. એ પણ જોઈ લો કે, તમારો બેઝિક પગાર નવી મર્યાદાના હિસાબે ક્યાં આવે છે.

Equity : Large & MidCap કેટેગરીએ લાંબા ગાળે આપ્યું મજબૂત વળતર, શું આ કેટેગરીમાં રોકાણ કરવું ફાયદાકારક છે ?

Follow Us
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ !
જામનગરમાં દિવાળીની રાત્રે આગનો હાહાકાર, 86 સ્થળોએ ફાટી નીકળી આગ !
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
અમદાવાદમાં AQI 600ને પાર પહોંચ્યો
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પહેલા જ અમદાવાદ રાજકોટની હવા બની ઝેરીલી, AQI 200 ને પાર
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
દિવાળી પર્વે જામનગરી મુખવાસની 150થી વધુ વેરાયટીએ જમાવ્યુ આકર્ષણ
g clip-path="url(#clip0_868_265)">