ઓગસ્ટ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો વધારો, 10.73 લાખ કરોડ સુધી પહોંચ્યુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન

NPCIએ જણાવ્યું છે કે જૂન મહિનામાં 586 કરોડ અને 10,14,384 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. તે પછી જુલાઈમાં 628 કરોડ અને રૂ. 10,62,384 કરોડ અને ઓગસ્ટ મહિનામાં 657 કરોડ UPI વ્યવહારો અને રૂ. 10,72,792 કરોડના વ્યવહારો થયા.

ઓગસ્ટ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શનમાં મોટો વધારો, 10.73 લાખ કરોડ સુધી પહોંચ્યુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન
Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 5:12 PM

દેશમાં ઓગસ્ટ મહિનામાં ડિજિટલ પેમેન્ટમાં (Digital Payment) સતત વધારો નોંધાયો છે. ગયા મહિને યુપીઆઈથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન રૂ. 10.73 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. જુલાઈથી તેમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. UPIના કામ પર દેખરેખ રાખતી સરકારી સંસ્થા નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ તેનો ડેટા જાહેર કર્યો છે. NPCI અનુસાર ઓગસ્ટ મહિનામાં કુલ 657 કરોડ UPI ટ્રાન્ઝેક્શન થયા છે, જ્યારે જુલાઈમાં આ આંકડો 628 કરોડ હતો. NPCIએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

NPCIએ જણાવ્યું છે કે જૂન મહિનામાં 586 કરોડ અને 10,14,384 કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. તે પછી જુલાઈમાં 628 કરોડ અને રૂ. 10,62,384 કરોડ અને ઓગસ્ટ મહિનામાં 657 કરોડ UPI વ્યવહારો અને રૂ. 10,72,792 કરોડના વ્યવહારો થયા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

UPI ટ્રાન્ઝેક્શનની જેમ, IMPSમાંથી ટ્રાન્ઝેક્શનમાં પણ મોટો વધારો થયો છે. IMPS દ્વારા ઈન્સ્ટન્ટ ફંડ ટ્રાન્સફર પણ કરવામાં આવે છે. પૈસા એક ચોક્કસ ખાતામાંથી બીજા ખાતામાં થોડા જ સમયમાં ટ્રાન્સફર થઈ જાય છે. આ પ્રકારના વ્યવહારો NEFT અને RTGS દ્વારા પણ કરવામાં આવે છે. આ તમામ ઓનલાઈન વ્યવહારોનો ભાગ છે. રોકડ વ્યવહારો ઘટાડવા ઓનલાઈન વ્યવહારોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ટ્રાન્ઝેક્શન એટલા સરળ છે કે કોઈ પણ સમયમાં મોબાઈલમાંથી અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય છે અને તેની માહિતી પણ રિયલ ટાઈમમાં ઉપલબ્ધ છે.

NPCIનો ડેટા દર્શાવે છે કે જૂન 2022માં 4,557 લાખ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા 4,43,776.03 કરોડ રૂપિયાની લેણદેણ થઈ છે, જ્યારે જુલાઈમાં 4,608 લાખ IMPS ટ્રાન્ઝેક્શન્સથી 4,44,540.95 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 4,669 લાખ IMPS ટ્રાન્ઝેક્શન્સ દ્વારા 4,45,988.96 કરોડ રૂપિયાના વ્યવહાર થયા છે.

AEPSમાં નોંધાયો ઘટાડો

બીજી તરફ આધાર બેસ્ડ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે AEPSમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં 10%નો ઘટાડો થયો છે અને તે 27,186 કરોડ રૂપિયા નોંધાયો છે. જુલાઈમાં AEPSમાંથી રૂ. 30,199 કરોડના વ્યવહારો થયા હતા. ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર નજર કરીએ તો ઓગસ્ટમાં તેની સંખ્યા 11 કરોડથી ઘટીને 10.56 કરોડ થઈ ગઈ છે. AEPS પેમેન્ટ સિસ્ટમ તમને બેંક ખાતામાં પૈસા જમા કરવાની તેમજ રોકડ ઉપાડવાની મંજૂરી આપે છે. AEPSની મદદથી રોકડ જમા, રોકડ ઉપાડ, બેલેન્સ પૂછપરછ અને ફંડ ટ્રાન્સફરની સુવિધાનો લાભ લઈ શકાય છે. આ સુવિધા આધાર દ્વારા આપવામાં આવે છે અને જેમની પાસે બેંકનું ATM અથવા ડેબિટ કાર્ડ નથી, તેઓ બેંક સાથે ટ્રાન્ઝેક્શન કરી શકે છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">