કેન્દ્રીય માર્ગ મંત્રી નિતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, 2 વર્ષમાં દેશ થશે ટોલનાકા મુક્ત

કેન્દ્રીય માર્ગ મંત્રી નિતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, 2 વર્ષમાં દેશ થશે ટોલનાકા મુક્ત
Nitin Gadkari, Union Minister for Roads and Transport

એસોચેમના એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ કહ્યું કે રૂસી સરકારની મદદ લીધા બાદ જલ્દીથી જલ્દી ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ જીપીએસને અંતિમ રૂપ અપાશે. એવું થતા જ 2 વર્ષમાં ભારત ટોલ મુક્ત થઈ જશે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દેશભરમાં ટોલનાકાઓને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યં કે 2 વર્ષમાં પુરો દેશ ટોલનકા […]

Hardik Bhatt

| Edited By: Bipin Prajapati

Dec 18, 2020 | 12:20 PM

એસોચેમના એક કાર્યક્રમમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નિતીન ગડકરીએ કહ્યું કે રૂસી સરકારની મદદ લીધા બાદ જલ્દીથી જલ્દી ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ જીપીએસને અંતિમ રૂપ અપાશે. એવું થતા જ 2 વર્ષમાં ભારત ટોલ મુક્ત થઈ જશે.

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ દેશભરમાં ટોલનાકાઓને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યં કે 2 વર્ષમાં પુરો દેશ ટોલનકા મુક્ત થઈ જશે. તેનાથી દેશભરમાં વાહનો વગર રોક ટોકે આવ જા કરી શકશે. એસોચેમના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે રૂસી સરકારની મદદ લઈને જલ્દીથી જલ્દી ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમને અંતિમ રૂપ આપી દેવાશે.. આવું થતાં જ 2 વર્ષમાં ભારત ટોલ મુક્ત થઈ જશે.

આવી રીતે વસૂલાશે શુલ્ક કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે “ આવું કર્યા બાદ પૈસા સીધા બેંક ખાતાઓમાંથી જ કાપી લેવામાં આવશે.. આ પૈસા વાહનની મૂવમેન્ટના આધાર પર લેવાશે. હમણા જ કોમર્શીયલ વાહન વ્હિકલ ટ્રેકીંગ સિસ્ટમ સાથે આવી રહી છે. ત્યારે જુના વાહનોમાં પણ જીપીએસ ઇન્સ્ટોલ કરવા માટે સરકાર કંઇક યોજના લાવશે..“ આ જાહેરાત કરતા નિતીન ગડકરીએ એમ પણ કહ્યું કે તેનાથી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ ટોલની આવક 5 વર્ષમાં 1.34 ટ્રિલિયન સુધી વધી જશે.. એવા જીપીએસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાના કારણે થશે. તેનાથી લેવડ દેવડમાં પણ પારદર્શીતા આવશે અને કેશલેસ સિસ્ટમને પ્રોત્સાહન મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati