ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા, જીવાદોરી સમાન જેટી તૂટી પડવાથી ધંધા પર અસર માઠી અસર પડશે
ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. માછીમાર સમાજ માટે જીવાદોરી સમાન જેટી તૂટી પડી છે,જેથી તેમની રોજીરોટી છીનવાઇ ગઇ છે. છેલ્લાં 5 વર્ષથી તૂટેલી આ જેટીને થીગડા મારી ચલાવતા માછીમારો માટે મુશ્કેલી આવી પડી છે કારણકે આ જેટી હવે સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ છે. વલસાડ જિલ્લાના દરિયા પટ્ટીમાં માછીમારી કરતા માછીમારો માટે ઉમરગામની […]

ઉમરગામના માછીમારો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. માછીમાર સમાજ માટે જીવાદોરી સમાન જેટી તૂટી પડી છે,જેથી તેમની રોજીરોટી છીનવાઇ ગઇ છે. છેલ્લાં 5 વર્ષથી તૂટેલી આ જેટીને થીગડા મારી ચલાવતા માછીમારો માટે મુશ્કેલી આવી પડી છે કારણકે આ જેટી હવે સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ છે.

વલસાડ જિલ્લાના દરિયા પટ્ટીમાં માછીમારી કરતા માછીમારો માટે ઉમરગામની આ જેટી ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. પોતાની નાની બોટ વડે માછીમારી કરતા એક હજારથી પણ વધુ પરિવારો માટે આ જેટી જીવાદોરી સમાન છે. જોકે હવે અહીના માછીમારો ઉપર જાણે આભ તૂટી પડ્યું છે કેમકે તેમની જીવાદોરી એવી જેટી તુટી ગઈ છે. 35 વર્ષ અગાઉ બનેલી આ જેટીની હાલત ખસતા થઇ ગઈ હતી અને છેલ્લા પાંચ વર્ષથી જર્જરિત થયેલા આ જેટી નવી બનાવવા માટે અને અનેક રજૂઆત કરવામાં આવેલી હતી. તેમ છતાં પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. ત્યારે હવે અચાનક આજે તેનો મોટા ભાગ તૂટી પડતા માછીમારો માટે આફત આવી છે. અહીંના માછીમારોની શરૂઆત આ જેટી પરથી કરે છે. આ જેટી પરથી બરફ અને ડીઝલ જેવી અગત્યની માલસામાનની હેરાફેરી કરવામાં આવે છે અને હવે આગામી ત્રણ મહિનાની માછીમારીની મોસમ ખીલી છે ત્યારે આ જેટી તૂટી પડતા અહીંના માછીમારો પર આફત આવી પડી છે.

ઉમરગામ તાલુકાનું મુખ્ય મથક છે અને અહીં પહોંચવા માટે નારગોલ અને તેની આજુ બાજુના ગામલોકો વારોલી નદીની વચ્ચે નાનકડી હોડીઓ દ્વારા અવર-જવર કરે છે. નારગોલ અને ઉમરગામ વચ્ચેનું 5 કિલોમીટરનું અંતર માત્ર 2 મિનિટમાં કપાઈ જતું હતું પરંતુ હવે આજે જેટી તૂટી પડતા ઉમરગામથી સામે પાર જવા માટે સ્થાનિક લોકોને મોટો ચકરાવો મારવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોએ પ્રશાસન સહિત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી રમણ પાટકરને અનેક રજૂઆત કરી હતી અને આ જેટીને નવી બનાવવા માટે માગણી કરવામાં આવી હતી. ત્યારે હવે ચૂંટણીના માહોલમાં નવા કોઈ કામ થવાની શક્યતા ન જોતા માછીમાર સમાજ ભારે ચિંતિત જોવા મળી રહ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]