AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં રચાશે ઈતિહાસ, હવે અદાણી સાથે મળીને ઉબેર સ્થાપશે દેશનું પ્રથમ હાઈ-ટેક ડેટા સેન્ટર

ટેકનોલોજીની દુનિયામાં ભારતનું કદ સતત વધી રહ્યું છે ત્યારે ઉબેર અને અદાણી ગ્રુપ વચ્ચેની આ નવી ભાગીદારીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદમાં થયેલી ખાસ મુલાકાત બાદ ઉબેરના CEO એ મોટી જાહેરાત કરી છે. આ ડેટા સેન્ટર માત્ર ડેટા સ્ટોરેજ જ નહીં પણ ગ્લોબલ ઈનોવેશનનું કેન્દ્ર બનશે. જાણો કેવી રીતે અંબાણી અને અદાણી વચ્ચે ડેટા સેન્ટરની આ રેસ તેજ બની છે.

ભારતમાં રચાશે ઈતિહાસ, હવે અદાણી સાથે મળીને ઉબેર સ્થાપશે દેશનું પ્રથમ હાઈ-ટેક ડેટા સેન્ટર
| Updated on: May 13, 2026 | 9:19 PM
Share

કેબ સર્વિસ ક્ષેત્રની દિગ્ગજ કંપની ઉબેર (Uber) ભારતમાં અદાણી ગ્રુપ સાથે મળીને પોતાનું પ્રથમ ડેટા સેન્ટર સ્થાપવા જઈ રહી છે. આ મહત્વના પ્રોજેક્ટ માટે ઉબેરના CEO દારા ખોસરોશાહીએ બુધવારે અમદાવાદમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી સાથે ખાસ મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, ભારત હવે વૈશ્વિક મોબિલિટી પ્લેટફોર્મ માટે અગ્રણી ઈનોવેશન હબ બની રહ્યું છે.

ઉબેરને શું થશે ફાયદો?

આ સૂચિત ડેટા સેન્ટરથી ઉબેરના ટેકનોલોજી અને ઈનોવેશન કાર્યોને મોટું પીઠબળ મળશે.

  • ભારત હવે ઉબેર માટે માત્ર મુસાફરી સેવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ એન્જિનિયરિંગ અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે પણ મહત્વનું બજાર બની ગયું છે.
  • CEO ના જણાવ્યા અનુસાર, આ વર્ષના અંત સુધીમાં તૈયાર થનારા આ રોકાણથી કંપનીને ભારતમાંથી સમગ્ર વિશ્વ માટે મોટા પાયે વિકાસ કરવામાં મદદ મળશે.

અદાણી ગ્રુપનો ડિજિટલ વિસ્તાર

અદાણી ગ્રુપ હાલમાં ભારતમાં પોતાના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ખૂબ જ ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે.

  • અગાઉ અદાણી ગ્રુપે વિશાખાપટ્ટનમમાં 1 ગીગાવોટના AI-રેડી ડેટા સેન્ટર પ્લેટફોર્મ વિકસાવવાની જાહેરાત કરી હતી.
  • આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં અદાણી ગ્રુપ દ્વારા લગભગ 10 અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે, જેમાં ગૂગલ પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર તરીકે સામેલ છે.

ડેટા સેન્ટરની રેસમાં અંબાણી પણ સામેલ

માત્ર અદાણી જ નહીં, પણ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ આ રેસમાં ખૂબ આગળ છે. રિલાયન્સ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ભારતનું સૌથી મોટું ડેટા સેન્ટર ક્લસ્ટર સ્થાપવાની તૈયારી કરી રહી છે. આ પ્રોજેક્ટમાં રિલાયન્સ 1.6 લાખ કરોડ રૂપિયા (આશરે 17 અબજ ડોલર) નું જંગી રોકાણ કરશે, જેની ક્ષમતા 1.5 ગીગાવોટની હશે.

આમ, ભારત હવે વિશ્વની દિગ્ગજ કંપનીઓ માટે ડેટા અને ઈનોવેશનનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.

Breaking News: ઈન્ટરનેટ જગતમાં આ સમાચારે મચાવ્યો ખળભળાટ, એક જ ઝટકે WhatsAppથી UPI સુધી બધું જ બંધ થઈ જશે ?

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
g clip-path="url(#clip0_868_265)">