Elon Musk ના ટેકઓવર પહેલા Twitter એ શરૂ કરી છટણી, 100 થી વધુ HR કર્મચારીઓએ નોકરી ગુમાવી

Twitter Elon Musk Takeover: એલોન મસ્કે ટ્વિટર ખરીદવાની ચર્ચા વચ્ચે Twitter એ છટણીનો રાઉન્ડ શરૂ કરી દિધો છે અને 100 જેટલા કર્મચારીઓએ નોકરી ગુમાવી છે.

Elon Musk ના ટેકઓવર પહેલા Twitter એ શરૂ કરી છટણી, 100 થી વધુ HR કર્મચારીઓએ નોકરી ગુમાવી
TwitterImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 4:41 PM

Twitter : વિશ્વની સોશિયલ મીડિયા જાયન્ટ Twitter એ આખરે તેના કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કરી દીધું છે. Elon Musk એ ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી ત્યારથી કંપનીના કર્મચારીઓનું ભાવિ બેલેન્સમાં લટકી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઇક્રોબ્લોગિંગ સાઇટે તેની ટેલેન્ટ એક્વિઝિશન ટીમના 30 ટકા કર્મચારીઓને છૂટા કરી દીધા છે. આ ટીમમાં એવા લોકોનો સમાવેશ થતો હતો જેનું કામ નવા કર્મચારીઓની ભરતી કરવાનું અને નવા લોકોને બોર્ડમાં લાવવાનું હતું. અત્રે નોંધનીય છે કે ટ્વિટરે પણ પુષ્ટિ કરી છે કે કંપનીએ 100 કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ટ્વિટરે ટેલેન્ટ એક્વિઝિશન ટીમમાંથી લોકોને કાઢી મૂક્યા છે. કંપનીમાં 100 જેટલા કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી દીધી છે. છટણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઇલોન મસ્ક, સંભવિત છટણી તરફ ઇશારો કરતા જણાવ્યું હતું કે ટ્વિટર સ્વસ્થ હોવું જરૂરી છે. અગાઉ, ટ્વિટરે ખર્ચમાં ઘટાડો કરવા માટે નોકરી પર રોક લગાવવાની જાહેરાત કરી હતી. ખરેખર, કંપની તે સમયે એલોન મસ્કના ટેકઓવરને અંતિમ સ્વરૂપ આપવા માટે સંઘર્ષ કરી રહી હતી. એલોન મસ્કનું ટેકઓવર હજી પૂર્ણ થયું નથી, કારણ કે તેણે પ્લેટફોર્મ પર ‘બોટ એકાઉન્ટ્સ’ના મુદ્દા પર સોદો તોડવાની વાત વારંવાર કરી છે.

એલોન મસ્કે જૂનમાં છટણી કરવાનો સંકેત આપ્યો હતો

અન્ય અહેવાલમાં, વોલ સ્ટ્રીટે પુષ્ટિ કરી છે કે ટ્વિટર ડીલ ગંભીર જોખમમાં છે. એવું માનવામાં આવતું હતું કે ઇલોન મસ્કની ટીમ દ્વારા ફેરફાર અંગેનું નિવેદન ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. મસ્ક જૂનમાં ટ્વિટર કર્મચારીઓ સાથે તેમની પ્રથમ મુલાકાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે કંપનીને આર્થિક રીતે સ્વસ્થ રહેવાની જરૂર છે અને તેણે ખર્ચ પણ ઘટાડવો પડશે. વાસ્તવમાં, ધ વર્જના અહેવાલ મુજબ, જ્યારે એલોન મસ્કને કંપનીમાં છટણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કર્મચારીઓને કહ્યું કે હાલમાં ખર્ચ આવક કરતા વધુ છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ટ્વીટર પર વરિષ્ઠ ટેકનિકલ રિક્રુટર તરીકે કામ કરનાર ઈન્ગ્રીડ જોન્સને LinkedIn પર ખુલાસો કર્યો હતો કે કંપનીમાં વર્તમાન છટણીને કારણે એવા કર્મચારીઓને અસર થઈ છે જેઓ અહીં લાંબા સમયથી કામ કરી રહ્યા હતા. તેણે લખ્યું, Twitterની છટણી આજથી શરૂ થઈ ગઈ છે. આવા લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે જેઓ અહીં એક દાયકાથી વધુ સમયથી કામ કરી રહ્યા હતા. આ ખરેખર મુશ્કેલ સમય છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">