ડિગ્રી વગર જબરદસ્ત કમાણી! બસ આ એક કામ કરો અને મહિનાના કમાઓ ‘₹70,000’, જાણીતા બિઝનેસમેને શેર કર્યો ‘અનોખો આઈડિયા’
આજના સમયમાં જ્યારે લોકો નોકરી અને કમાણી માટે દિવસ-રાત દોડધામ કરતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયા પર કમાણીનો એક એવો અનોખો બિઝનેસ આઈડિયા વાયરલ થયો છે કે, જેણે બધાને ચોંકાવી દીધા છે. દેશના એક જાણીતા બિઝનેસમેને એક એવો વીડિયો શેર કર્યો છે કે, જેમાં કોઈ પણ મોટી ડિગ્રી વગર, માત્ર થોડા કલાકોની એક ખાસ પરંપરાગત રીતથી મહિનાના 70 હજાર રૂપિયા સુધીની કમાણી કરવાનો દાવો કરવામાં આવ્યો છે.

હાલની તારીખમાં જ્યારે લોકો નોકરી અને કમાણી માટે દિવસ-રાત દોડધામ કરતા હોય છે, ત્યારે સોશિયલ મીડિયા પર કમાણીનો એક એવો અનોખો Video વાયરલ થયો છે કે, જેણે બધાને ચોંકાવી દીધા છે. દેશના એક જાણીતા બિઝનેસમેને એક એવો વીડિયો શેર કર્યો છે કે, જેમાં કોઈ પણ મોટી ડિગ્રી વગર, માત્ર થોડા કલાકોની એક ખાસ પરંપરાગત રીતથી મહિનાના 70 હજાર રૂપિયા સુધીની કમાણી કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
કયો છે “Business Idea”?
શું ખરેખર કોઈ તિલક લગાવીને મોટી કમાણી કરી શકે છે? આ સવાલનો જવાબ તમને આ સમાચારમાં મળી જશે. અસલમાં, દિગ્ગજ બિઝનેસમેન હર્ષ ગોયન્કાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિએ કમાણીનો નવો રસ્તો અનલોક કરી દીધો છે અને જણાવ્યું છે કે, કેવી રીતે કોઈ વ્યક્તિ માત્ર તિલક લગાવીને મહિનાના 70,000 રૂપિયા સુધી કમાઈ શકે છે.
New way of making money…. pic.twitter.com/PhW1H29gL3
— Harsh Goenka (@hvgoenka) June 28, 2026
પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વીડિયો અપલોડ કર્યો છે. આમાં એક યુવક ધાર્મિક સ્થળ પર શ્રદ્ધાળુઓને તિલક લગાવી રહ્યો છે. વીડિયોમાં યુવક જણાવી રહ્યો છે કે, ઋષિકેશમાં શ્રદ્ધાળુઓને તિલક લગાવીને કેટલા રૂપિયા કમાઈ શકાય છે.
યુવકે વીડિયોમાં કહ્યું છે કે, બસ તમારે પરંપરાગત કપડાં પહેરવા પડશે અને લોકોને તિલક લગાવવા માટે નીકળી જવું પડશે. વીડિયોમાં યુવક જણાવે છે કે, તેને દિવસ દરમિયાન કોઈ ખાસ કમાણી થતી નથી પરંતુ સાંજે આરતી પછી આખો સીન બદલાઈ જાય છે.
દિવસભરમાં કેટલી થઈ ‘કમાણી’?
વાયરલ થયેલા આ વીડિયોમાં યુવક જણાવે છે કે, તે પરંપરાગત કપડાં પહેરીને ઋષિકેશની ગલીઓમાં શ્રદ્ધાળુઓને તિલક લગાવવા નીકળી પડે છે. શરૂઆતમાં લોકો તિલક લગાવવાની ના પાડે છે અને પહેલા એક કલાકમાં તે માત્ર 20 લોકોને જ તિલક લગાવી શકે છે. આ દરમિયાન તે માત્ર 50 થી 60 રૂપિયાની જ કમાણી કરી શકે છે.
જો કે, આ પછી તે ગંગા આરતી સમયે ઘાટ પર ચાલ્યો જાય છે અને પછી ત્યાં એક પછી એક અનેક લોકોને તિલક લગાવે છે. કોઈ તેને 10 રૂપિયા આપે છે, તો કોઈ તેને 20 રૂપિયા ચૂકવે છે. વળી, કેટલાક લોકો તેને 100 રૂપિયાની પણ ચૂકવણી કરે છે. માત્ર 3 કલાકમાં તે આશરે 400 લોકોને તિલક લગાવે છે. આ દરમિયાન તેની કમાણી 2350 રૂપિયા થાય છે.
એક મહિનામાં ‘જબરદસ્ત કમાણી’
વીડિયોના અંતમાં યુવકે એ પણ જણાવ્યું કે, તિલક લગાવીને મહિનામાં કેટલી કમાણી કરી શકાય છે. તેણે જણાવ્યું કે, દરરોજ માત્ર થોડા કલાકો તિલક લગાવીને મહિનાના આશરે 70 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે. આ જ વીડિયો હર્ષ ગોયન્કાએ શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, પૈસા કમાવવાનો નવો રસ્તો ખુલી ગયો છે. હવે લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
