AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toronto News: 30 ભારતીય કંપનીઓની ચિંતા વધી, હજારો કરોડનું રોકાણ, કેનેડાની અર્થવ્યવસ્થા માટે સંકટ!

Canada India Relation: ભારત અને કેનેડા (Canada India Relations) વચ્ચે વધતા તણાવને કારણે બંને દેશોની અર્થવ્યવસ્થાને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. આ સિવાય 30 ભારતીય કંપનીઓ પર પણ ખતરો છે. આ કંપનીઓ કેનેડામાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરી રહી છે. ભારત કેનેડાની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. તણાવના કારણે કેટલીક અસરો થઈ શકે છે.

Toronto News: 30 ભારતીય કંપનીઓની ચિંતા વધી, હજારો કરોડનું રોકાણ, કેનેડાની અર્થવ્યવસ્થા માટે સંકટ!
Canada India Relations
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 5:32 PM
Share

કેનેડા અને ભારત (Canada India Relations) વચ્ચે વધી રહેલા તણાવને કારણે 30 ભારતીય કંપનીઓની ચિંતા વધી ગઈ છે. આ કંપનીઓએ કેનેડામાં રૂ. 40,446 કરોડનું રોકાણ કર્યું છે અને તેઓ તેમનો બિઝનેસ વધારવાની યોજના બનાવી રહી હતી. પરંતુ તણાવને કારણે તેમની યોજનાઓ બદલાઈ શકે છે. આ કંપનીઓમાં ઈન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS), વિપ્રો, અદાણી ગ્રુપ અને એલ એન્ડ ટીનો સમાવેશ થાય છે. આ કંપનીઓ કેનેડામાં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, મેન્યુફેક્ચરિંગ, એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં રોકાણ કરી રહી છે.

કેનેડાના અર્થતંત્ર પર સંકટ

કેનેડા ભારતનું 12મું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. 2022 માં, ભારતથી કેનેડામાં નિકાસ 10.7 અરબ ડોલર હતી, જ્યારે કેનેડાથી ભારતમાં આયાત 12.5 અરબ ડોલર હતી. તણાવને કારણે, આ વેપાર સંબંધો ખોરવાઈ શકે છે, જે કેનેડિયન અર્થતંત્રને નુકસાન પહોંચાડી શકે છે.

સીઆઈઆઈએ જાહેર કર્યો હતો રિપોર્ટ

કેનેડા માટે ભારતીય કંપનીઓનું શું મહત્વ છે અને ત્યાં આ કંપનીઓનું કેટલું મોટું રોકાણ છે? આંકડાઓ સાથે આ માહિતી આ વર્ષે મે 2023માં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં શેર કરવામાં આવી હતી. કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી એટલે કે સીઆઈઆઈ દ્વારા ‘ફ્રોમ ઈન્ડિયા ટુ કેનેડાઃ ઈકોનોમિક ઈમ્પેક્ટ એન્ડ એન્ગેજમેન્ટ’ નામનો એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો અને આ રિપોર્ટ એવા સમયે બહાર પાડવામાં આવ્યો હતો જ્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ટોરોન્ટોની મુલાકાત પર હતા.

કેનેડાની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે ભારત

સીઆઈઆઈના આ રિપોર્ટમાં આંકડાઓ સાથે એ વાત પર ધ્યાન દોરવામાં આવ્યું હતું કે ભારત માત્ર શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ અને ગલ્ફ દેશો માટે જ નહીં પરંતુ કેનેડા જેવા દેશો માટે પણ કેટલું મહત્વનું છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કેનેડાની અર્થવ્યવસ્થા અને કેનેડામાં ભારતીય રોકાણમાં ભારતીય ઈન્વેસ્ટર્સનું યોગદાન વધ્યું છે. આ સાથે તેને કેનેડામાં ભારતીય ઉદ્યોગની વધતી જતી હાજરી અને એફડીઆઈ અને રોજગાર પેદા કરવામાં ત્યાં હાજર ભારતીય કંપનીઓના મહત્વનું પણ ધ્યાન દોર્યું છે.

તણાવના કારણે આ અસરો થઈ શકે છે

ભારતીય કંપનીઓ કેનેડામાં તેમનું રોકાણ ઘટાડી શકે છે અથવા પરત કરી શકે છે. કેનેડામાં ભારતીય ઉત્પાદનો અને સેવાઓની માંગમાં ઘટાડો થઈ શકે છે. કેનેડામાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી શકે છે. આ કંપનીઓને ચિંતા છે કે તણાવને કારણે તેમના બિઝનેસ પર નકારાત્મક અસર પડી શકે છે. તેમને સરકારને તણાવ ઘટાડવા માટે પગલાં ભરવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: Justin Trudeau Net Worth: ભારત સાથે દુશ્મનાવટ ધરાવતા જસ્ટિન ટ્રુડો પાસે છે 800 કરોડની સંપત્તિ, આ રીતે કમાય છે પૈસા

બંને દેશોએ તણાવ ઘટાડવા માટે પગલાં ભરવાની જરૂર છે

બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો વધુ મજબૂત થવા જોઈએ. બંને દેશો વચ્ચે વેપાર અને આર્થિક સંબંધોને પ્રોત્સાહન આપવું જોઈએ. બંને દેશોના લોકો વચ્ચે સદ્ભાવના વધે તેવા પ્રયાસો કરવા જોઈએ. જો બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય તો તણાવ વધવાની શક્યતા છે. તેનાથી બંને દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
g clip-path="url(#clip0_868_265)">