AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ્સે રોકાણકારોને કર્યા ‘માલામાલ’, શું તમારા પોર્ટફોલિયોમાં છે આ ‘ફંડ’?

શેરબજારમાં લાંબાગાળે મોટું વળતર મેળવવાની વાત આવે છે, ત્યારે સ્મોલ-કેપ ફંડ્સનું નામ સૌથી મોખરે હોય છે. આ ફંડ્સ એવી કંપનીઓમાં રોકાણ કરે છે કે, જેનું માર્કેટ કેપ નાનું હોય છે અને જેમાં ભવિષ્યમાં ઝડપથી વૃદ્ધિ પામવાની ક્ષમતા હોય છે. જો કે, આમાં ઉતાર-ચઢાવ પણ મોટા હોય છે અને બજારમાં ઘટાડા દરમિયાન આ ફંડ્સ પર ભારે દબાણ આવી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ્સે રોકાણકારોને કર્યા 'માલામાલ', શું તમારા પોર્ટફોલિયોમાં છે આ 'ફંડ'?
| Updated on: May 13, 2026 | 3:59 PM
Share

છેલ્લા 10 વર્ષમાં સ્મોલ-કેપ ફંડ્સે રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. ઘણી સ્કીમ્સ દ્વારા નિયમિત એસઆઈપી (SIP) રોકાણને લાખો રૂપિયાની સંપત્તિમાં ફેરવી દેવામાં આવ્યું છે. જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલાં દર મહિને માત્ર 10,000 રૂપિયાની SIP શરૂ કરી હોત, તો આજે તેનું રોકાણ 37 લાખ રૂપિયાથી લઈને 43 લાખ રૂપિયા સુધી પહોંચી ગયું હોત. ખાસ વાત એ છે કે, આ ફંડ્સે માત્ર વળતર જ નથી આપ્યું પરંતુ લાંબાગાળે સતત કમ્પાઉન્ડિંગની તાકાત પણ બતાવી છે.

Quant Small Cap Fund

લાંબાગાળાના પ્રદર્શનની વાત કરીએ તો, ‘ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ’એ સૌથી મજબૂત વળતર આપ્યું છે. આ ફંડે 10 વર્ષના સમયગાળામાં અંદાજે 20 ટકા વાર્ષિક SIP વળતર આપ્યું છે. આ જ કારણે 10,000 રૂપિયાની માસિક SIP સમય જતાં વધીને 37 લાખ રૂપિયાથી વધુની વેલ્યુ સુધી પહોંચી ગઈ છે.

ફંડ એવા સેક્ટર અને કંપનીઓ પર દાવ લગાવે છે કે, જ્યાં ઝડપી વૃદ્ધિની શક્યતા દેખાય છે. ફંડના પોર્ટફોલિયોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, RBL બેંક, અદાણી પાવર, HFCL અને સન ટીવી નેટવર્ક જેવી કંપનીઓ મુખ્ય હોલ્ડિંગ્સમાં જોડાયેલ છે.

  • NAV: 289.40
  • AUM: 30,374 કરોડ રૂપિયા
  • ન્યૂનતમ SIP રોકાણ: 1000 રૂપિયા
  • Expense Ratio: 0.79%
  • રેટિંગ: 4
  • લોન્ચ ડેટ: 1 જાન્યુઆરી, 2013
  • લોન્ચ થયા પછીનું વળતર: 17.37%

Nippon India Small Cap Fund

‘નિપ્પોન ઇન્ડિયા સ્મોલ કેપ ફંડ’ પણ લાંબા સમયથી સ્મોલ-કેપ કેટેગરીના સૌથી ચર્ચિત ફંડ્સમાં છે. આ ફંડે 10 વર્ષમાં 22 ટકાથી વધુ વાર્ષિક SIP વળતર આપ્યું છે. નિયમિત રોકાણ કરનારા રોકાણકારો માટે આ સ્કીમ લાંબાગાળે મજબૂત ‘વેલ્થ ક્રિએટર’ સાબિત થઈ છે.

જો કોઈ રોકાણકાર 10 વર્ષ માટે 10,000 રૂપિયાની SIP કરે, તો મેચ્યોરિટી પર તેની ઇન્વેસ્ટમેન્ટ વેલ્યુ 43 લાખ રૂપિયા સુધી પહોંચી શકે. આ ફંડની સૌથી મોટી વિશેષતા તેનો ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો અને મજબૂત સ્ટોક સિલેક્શન માનવામાં આવે છે. તેના પોર્ટફોલિયોમાં MCX, HDFC બેંક, કરુર વૈશ્ય બેંક, અપાર ઇન્ડસ્ટ્રીઝ અને TD પાવર સિસ્ટમ્સ જેવી કંપનીઓ જોડાયેલ છે.

  • NAV: 196.40
  • AUM: 72,673 કરોડ રૂપિયા
  • ન્યૂનતમ SIP રોકાણ: 100 રૂપિયા
  • Expense Ratio: 0.63%
  • રેટિંગ: 4
  • લોન્ચ ડેટ: 1 જાન્યુઆરી, 2013
  • લોન્ચ થયા પછીનું વળતર: 24.06%

Axis Small Cap Fund

‘એક્સિસ સ્મોલ કેપ ફંડ’એ પણ લાંબાગાળે રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. આ ફંડે 10 વર્ષની SIP પર 20 ટકા સુધીનું વાર્ષિક વળતર આપ્યું છે. ટૂંકમાં, નિયમિત રોકાણ કરનારાઓના નાણાં સમય જતાં અનેકગણા વધ્યા છે.

જો 10 વર્ષ સુધી 10,000 રૂપિયાનું નિયમિત રોકાણ કરવામાં આવે, તો વળતરના ટકાના આધારે અંદાજે 37.61 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થઈ જાય. આના મુખ્ય રોકાણોમાં CCL પ્રોડક્ટ્સ, ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ, JB કેમિકલ્સ, MCX અને સિટી યુનિયન બેંક જેવી કંપનીઓ જોડાયેલ છે.

  • NAV: 126.61
  • AUM: 23,918 કરોડ રૂપિયા
  • ન્યૂનતમ SIP રોકાણ: 100 રૂપિયા
  • Expense Ratio: 0.53%
  • રેટિંગ: 4
  • લોન્ચ ડેટ: 29 નવેમ્બર, 2013
  • લોન્ચ થયા પછીનું વળતર: 22.61%

હવે ડીમેટ ખાતામાં રાખો ‘અસલી સોનું’, જાણો NSE ના નવા EGR ના ફાયદા

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">