AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજથી સરકારી મિનીરત્ન કંપની IREDA નો IPO ખુલ્યો, વાંચો ઈશ્યુની વિગતવાર માહિતી

ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી લિમિટેડ IREDA નો IPO આજથી રોકાણ માટે ખુલ્યો છે. સરકારી મિની રત્ન કંપની IREDA IPO હેઠળ ફ્રેશ  ઇશ્યૂ અને ઓએફએસ  દ્વારા રૂ. 2,150 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

આજથી સરકારી મિનીરત્ન કંપની IREDA નો IPO ખુલ્યો, વાંચો ઈશ્યુની વિગતવાર માહિતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 11:00 AM
Share

ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી લિમિટેડ IREDA નો IPO આજથી રોકાણ માટે ખુલ્યો છે. સરકારી મિની રત્ન કંપની IREDA IPO હેઠળ ફ્રેશ  ઇશ્યૂ અને ઓએફએસ  દ્વારા રૂ. 2,150 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે.

IPOમાં રૂ. 1,290 કરોડના મૂલ્યના 40.32 કરોડ નવા શેર ઈશ્યુ  કરવામાં આવશે, જ્યારે 26.69 કરોડ ઇક્વિટી શેર OFS હેઠળ હશે, જેની કિંમત રૂ. 860 કરોડ છે. IPOની પ્રાઇસ બેન્ડ રૂ. 30-32/શેર નક્કી કરવામાં આવી છે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, કંપનીનું માર્કેટ કેપ વેલ્યુએશન રૂ. 8,600.85 કરોડ છે.

IPOના કુલ કદમાંથી, 50% ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે આરક્ષિત છે, જ્યારે 15% બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અને બાકીના 35% રિટેલ રોકાણકારો માટે ફાળવવામાં આવે છે.

પબ્લિક ઈશ્યુની અગત્યની વિગતો

  • ઈશ્યુ ખુલ્યો: 21 નવેમ્બર
  • ઈશ્યુ બંધ થશે: 23 નવેમ્બર
  • ઇશ્યૂ કદ: રૂ. 2,150 કરોડ
  • નવા શેરનું કદઃ રૂ. 1,290 કરોડ
  • વેચાણનું કદ: રૂ. 860 કરોડ
  • શેરનું મૂલ્ય: રૂ 10/શેર
  • પ્રાઇસ બેન્ડ: રૂ. 30-32/શેર
  • લોટ સાઈઝ: 460 શેર
  • લિસ્ટિંગ: NSE, BSE

શેરહોલ્ડિંગ પેટર્ન

IPO પહેલાનું શેરહોલ્ડિંગ 2,28,46,00,000 છે, જે IPO પછી વધીને 2,68,77,706 થશે. જે પ્રમોટરો તેમના શેરનું વેચાણ કરી રહ્યા છે તેઓ ઓફર ફોર સેલમાં ભાગ લેશે. સરકાર નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા 2.69 કરોડ શેર ઓફર કરી રહી છે. IPO પછી, પ્રમોટર અને પબ્લિક ગ્રૂપ શેરહોલ્ડિંગ અને પબ્લિક શેરહોલ્ડિંગનો રેશિયો 75:25 થશે.

કંપનીનો કારોબાર શું છે ?

IREDA, 1987 માં રચાયેલ એક પબ્લિક લિમિટેડ સરકારી કંપની છે. તે મિનિરત્ન (કેટેગરી-1) સરકારી સાહસ છે અને તે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે.કંપની ચાર મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં કામ કરે છે, આ સોલાર, હાઇડ્રો, બાયોમાસ અને બાયોફ્યુઅલ છે.

IREDA એ ‘નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન’ છે, જે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને ધિરાણ આપવાની સાથે પ્રોત્સાહન અને વિકાસ કરવામાં મદદ કરે છે. 36 વર્ષનો અનુભવ ધરાવતી આ કંપની ઘણા નાણાકીય ઉત્પાદનો અને સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે. તેમાં પ્રોજેક્ટ ડિઝાઇનથી લઈને પોસ્ટ કમિશનિંગ સુધીની સેવાઓનો સમાવેશ થાય છે.

પૈસા ક્યાં વાપરવામાં આવશે?

ઓફરમાં ફ્રેશ ઈશ્યુ અને ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. ઓફર ફોર સેલમાંથી કંપનીને કોઈ આવક થશે નહીં અને તમામ નાણાં શેરહોલ્ડિંગ વેચનાર પ્રમોટરને જશે. કંપની ફ્રેશ ઈશ્યુમાંથી મળેલી આવકનો ઉપયોગ ભાવિ મૂડી અને ધિરાણની જરૂરિયાતોને પહોંચી વળવા તેના મૂડી આધારને વિસ્તારવા માટે કરવા માગે છે.

આ પણ વાંચો : ભારત 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો, જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">