ભારત 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બન્યો, જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં ચોથા ક્રમે પહોંચ્યું
ભારત 4 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બન્યું છે. ભારત 4 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. જીડીપીના સંદર્ભમાં ભારત વૈશ્વિક સ્તરે ટોચના ચાર દેશોમાં સામેલ થઈ ગયું છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ સીમાચિહ્ન સુધી પહોંચ્યું છે.

ભારત 4 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બન્યું છે. ભારત 4 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બની ગયો છે. જીડીપીના સંદર્ભમાં ભારત વૈશ્વિક સ્તરે ટોચના ચાર દેશોમાં સામેલ થઈ ગયું છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારત આ સીમાચિહ્ન સુધી પહોંચ્યું છે. 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનવાના ભારતના લક્ષ્ય તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે.
ભારતનો જીડીપી વૃદ્ધિ દર વિશ્વમાં સૌથી ઝડપી છે
એક મીડિયા રિપોર્ટ મુજબ ભારતનો જીડીપી 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયો છે. તાજેતરના વર્ષોમાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર વિશ્વમાં સૌથી ઝડપી રહ્યો છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર નાણાકીય વર્ષ 2023/24માં ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.3% હોવાનો અંદાજ છે જે નાણાકીય વર્ષ 22/23ના 6.9% કરતા ઓછો છે.
ભારત જાપાન અને જર્મનીથી આગળ ધપવા મક્કમ
તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ભારત 2027 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. નવી દિલ્હીમાં ઈન્ડો-પેસિફિક રિજનલ ડાયલોગને સંબોધતા, સીતારમણે કહ્યું હતું કે વૈશ્વિક પડકારો હોવા છતાં, આ વર્ષે ભારતનો આર્થિક વિકાસ માત્ર 7 ટકાથી ઓછો રહેવાનો અંદાજ છે, જે મુખ્ય અર્થતંત્રોમાં સૌથી વધુ હશે.
આર્થિક વિકાસની ગતિ મજબૂત છે
સીતારમણે કહ્યું હતું કે તેથી ભારતીય અર્થવ્યવસ્થા સાચા માર્ગ પર છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહી છે. ગયા મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે દેશની આર્થિક વૃદ્ધિની ગતિ મજબૂત છે અને બીજા ક્વાર્ટરના જીડીપીના આંકડા આશ્ચર્યચકિત કરશે.
1969માં ટ્રિલિયન ડૉલર ક્લબમાં પ્રવેશનાર અમેરિકા પહેલો દેશ હતો. ભારત વર્ષ 2007માં વન ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થયું. આજે દેશની જીડીપી 4 ટ્રિલિયન ડોલર પર પહોંચી ગઈ છે.
હાલમાં, અમેરિકા વિશ્વમાં સૌથી વધુ જીડીપી ધરાવતો દેશ છે. તે પછી બીજા સ્થાને ચીન અને ત્રીજા સ્થાને જાપાન છે. તે જ સમયે જર્મની ચોથા સ્થાને છે અને ભારત પાંચમા સ્થાને છે. અમેરિકાની કુલ જીડીપી 26.95 ટ્રિલિયન ડોલર છે, જ્યારે ચીનની કુલ જીડીપી 17.7 અબજ ડોલર છે. જર્મનીનું અર્થતંત્ર 4.4 ટ્રિલિયન યુએસ ડોલર છે અને ભારતનું અર્થતંત્ર 4.001 ટ્રિલિયન યુએસ ડોલર છે.