નોકરી છોડવા વિચારી રહ્યા છો? જાણી લો આ વાત નહી તો થશે મોટું નુકશાન

નોટિસ પિરિયડ વગર નોકરી છોડવી કર્મચારીઓને હવે મુશ્કેલીમાં મૂકી શકે છે. ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.

નોકરી છોડવા વિચારી રહ્યા છો? જાણી લો આ વાત નહી તો થશે મોટું નુકશાન
Resignation

નોટિસ પિરિયડ વગર નોકરી છોડવી કર્મચારીઓને હવે મુશ્કેલીમાં મૂકી શકે છે. ગુજરાત ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે આ સંદર્ભે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. નોટિસ પિરિયડ પૂર્ણ કર્યા વગર જ નોકરી છોડી રહેલા કર્મચારીઓ પાસે 18% જીએસટી વસૂલવા સૂચના જારી કરી છે.

આ રિકવરી નોટિસ પીરીયડની અવધિના સમયગાળા માટે કરવામાં આવેલા પગાર સમાન હોઈ શકે છે. નોટિસનો સમયગાળો એક મહિનાથી ત્રણ મહિનાનો હોઈ શકે છે, જે વિવિધ કંપનીઓ પર આધારીત છે. મોટાભાગની કંપનીઓમાં નોકરી છોડતા પહેલા નોટિસ પિરિયડ આપવાની શરત હોય છે.

ઓથોરિટીનો આદેશ એક ફાર્માસ્યુટિકલ કંપનીના કેસમાં આવ્યો છે. ફાર્માસ્યુટિકલ ઉત્પાદક નિકાસ કરતી કંપનીના એક કર્મચારીએ આ મામલે ઓથોરિટીમાં અરજી કરી હતી. કેસમાં નોટિસનો સમયગાળો ત્રણ મહિનાનો હતો.

ઓથોરિટીએ આદેશમાં જણાવ્યું હતું કે, એન્ટ્રી ઓફ સર્વિસીસ અંતર્ગત અરજદારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે. આ નોટિસના સમયગાળા દરમિયાનના પગારની રિકવરી પર લાગુ થશે. નોટિસ પૂર્ણ કર્યા વગર કંપની છોડીને જતા કર્મચારી પાસેથી આ વસુલાત કરવામાં આવે છે. કંપની અને કર્મચારી વચ્ચેના કરાર મુજબ એપોઇન્ટમેન્ટ લેટરમાં નોટિસનો સમયગાળો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઓથોરિટીએ સ્વીકાર્યું કે કર્મચારી પાસેથી રકમની રિકવરી સેવાની શરતોનું ઉલ્લંઘન છે. આના પર કર્મચારીને જીએસટી ભરવો પડશે. ઓથોરિટીએ એમ પણ કહ્યું હતું કે, આવા વ્યવહારને જીએસટી એક્ટ હેઠળ સંસ્થા અને કર્મચારી વચ્ચેના સંબંધો માટે આપવામાં આવતી મુક્તિ હેઠળ આવરી લેવામાં આવશે નહીં.

 

આ પણ વાંચો: Foreign Reserves: ઓલ ટાઈમ હાઈ લેવલે પહોંચ્યું વિદેશી મુદ્રા ભંડાર

Click on your DTH Provider to Add TV9 Gujarati