અંબાણી પરિવારના નવા સભ્યનું નામ પિતા આકાશ સાથે સંયોગ ધરાવતું રખાયું

Ankit Modi

|

Updated on: Dec 25, 2020 | 7:39 AM

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તાજેતરમાં 10 ડિસેમ્બરે તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના પુત્રના જન્મ પછી દાદા બન્યા હતા. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમના નવજાત પૌત્ર સાથે સોશીયલ મીડિયામાં એક તસ્વીરમાં દેખાયા હતા. અંબાણી પરિવારન દ્વારા આકાશના પુત્રનું રખાયેલું નામ ચર્ચાનો વિષય બન્યું છે. પરિવારના નવા સભ્યનું નામ પિતા સાથે […]

અંબાણી પરિવારના નવા સભ્યનું નામ પિતા આકાશ સાથે સંયોગ ધરાવતું રખાયું

Follow us on

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તાજેતરમાં 10 ડિસેમ્બરે તેમના મોટા પુત્ર આકાશ અંબાણીના પુત્રના જન્મ પછી દાદા બન્યા હતા. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી તેમના નવજાત પૌત્ર સાથે સોશીયલ મીડિયામાં એક તસ્વીરમાં દેખાયા હતા. અંબાણી પરિવારન દ્વારા આકાશના પુત્રનું રખાયેલું નામ ચર્ચાનો વિષય બન્યું છે. પરિવારના નવા સભ્યનું નામ પિતા સાથે એક સંયોગ ધરાવે છે.

અંબાણી અને મહેતા પરિવારોએ જુનિયર અંબાણીનું નામ જાહેર કરતાં એક નિવેદન બહાર પાડ્યું છે. “શ્રીકૃષ્ણની કૃપા અને ધીરૂભાઇ અંબાણીના આશીર્વાદથી, કોકિલાબેન અંબાણી અમારા અમૂલ્ય બાળકના જન્મની ઘોષણા કરીને આનંદ થાય છે! “પૃથ્વી આકાશ અંબાણી”  માતાપિતા શ્લોકા અને આકાશને આનંદ થયો. આનંદિત નીતા દાદી અને મુકેશ દાદા, મોના નાની અને રસેલ નાના. સહીત પરિવારના સભ્યના નામનો ઉલ્લેખ કરતા ખુશી વ્યક્ત  કરાઈ છે.

કેટલાક અહેવાલો અનુસાર પરિવારે તેમના પૌત્રનું ‘પૃથ્વી’ નામ રાખવા પાછળનું કારણ અંબાણી પરિવારમાં એક ‘આકાશ’ છે, તેથી તેઓએ જુનિયરનું નામ ‘પૃથ્વી આકાશ અંબાણી’ રાખ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે.

63 વર્ષીય મુકેશ અંબાણી અને તેની પત્ની નીતાને ત્રણ બાળકો છે – જોડિયા આકાશ અને ઇશા, 29 વર્ષ અને અનંત ૨૫ વર્ષનો છે.ગયા વર્ષે, આકાશે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સના જિઓ વર્લ્ડ સેન્ટરમાં ડાયમેંટેર રસેલ મહેતા અને મોના મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્ન કર્યા હતા.

ભવ્ય લગ્ન સમારોહમાં બોલિવૂડના મોટા સિતારાઓ સહિત જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ટોની બ્લેર, ગુગલના સીઈઓ સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા પણ મેગા ઇવેન્ટમાં જોડાયા હતા.

આકાશ દ્વારા ગોવામાં શ્લોકાને પ્રપોઝ કર્યા પછી જૂન 2018 માં આ કપલે સગાઈ કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી અને મહેતા એક બીજાને સારી રીતે જાણે છે અને આકાશ અને શ્લોકા પણ ધીરુભાઈ અંબાણી આંતરરાષ્ટ્રીય શાળામાં સાથે ભણ્યા છે.

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati