Tega Industries IPO : ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમ રોકાણકારોને માલામાલ બનાવે તેવા સંકેત, જાણો વિગવાર

ટેગા ઇન્ડસ્ટ્રીઝના IPOનું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) રૂ. 240 ચાલી રહ્યું છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટ ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર લગભગ રૂ. 693 (₹453 + ₹240) પર લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે, જે IPOની ઇશ્યૂ કિંમત કરતાં 50 ટકા વધારે છે.

Tega Industries IPO : ગ્રે માર્કેટમાં 50% પ્રીમિયમ રોકાણકારોને  માલામાલ બનાવે તેવા સંકેત, જાણો વિગવાર
Tega Industries IPO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 3:02 PM

ટેગા ઈન્ડસ્ટ્રીઝ આઈપીઓ (Tega Industries IPO)આવતા સપ્તાહે ખુલવા જઈ રહ્યો છે. લગભગ રૂ 619.23 કરોડનો આ IPO 1 ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 3 ડિસેમ્બર સુધી બિડિંગ કરી શકાશે. આ IPO માટે બિડિંગ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે તેગા ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ગ્રે માર્કેટમાં કેવી રીતે ટ્રેડિંગ ચાલી રહ્યું છે. બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર ગ્રે માર્કેટમાં રૂ 240ના પ્રીમિયમ પર ઉપલબ્ધ થઇ રહ્યાં છે.

ટેગા ઇન્ડસ્ટ્રીઝના IPOનું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) રૂ. 240 ચાલી રહ્યું છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટ ટેગા ઇન્ડસ્ટ્રીઝના શેર લગભગ રૂ. 693 (₹453 + ₹240) પર લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે, જે IPOની ઇશ્યૂ કિંમત કરતાં 50 ટકા વધારે છે.

ટેગા ઇન્ડસ્ટ્રીઝ IPO વિશે અન્ય વિગતો કંપનીએ આ પબ્લિક ઈશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 443 થી રૂ. 453 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝનો IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર કરે છે (OFS) એટલે કે, આ દ્વારા કંપનીના પ્રમોટરો તેમનો હિસ્સો વેચીને 619.23 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યા છે. રોકાણકારો IPO માટે લોટમાં બિડ કરી શકે છે. એક લોટમાં કંપનીના 33 શેર લોટ સાઈઝ હશે. રોકાણકાર વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટેગા ઇન્ડસ્ટ્રીઝ IPO રોકાણ મર્યાદા કંપની પાસે એક લોટમાં 33 શેર હશે અને IPOની ઉપલી પ્રાઇસ બેન્ડ રૂ 453 નક્કી કરવામાં આવી છે. આ રીતે રોકાણકારે IPO માટે બિડ કરવા માટે ઓછામાં ઓછા રૂ 14,949 (₹453 x 33)નું રોકાણ કરવું પડશે. બીજી તરફ વધુમાં વધુ 13 લોટ માટે બિડ કરવા માટે રૂ. 1,94,337 (₹ 453 x 33 x 13)નું રોકાણ કરવું પડશે.

IPO હેઠળ, 1,36,69,478 ઇક્વિટી શેર પ્રમોટર્સ અને હાલના શેરધારક દ્વારા વેચાણ માટે ઓફર-ફોર-સેલ હેઠળ ઓફર કરવામાં આવશે. પ્રમોટર મદન મોહન મોહનકા 33.14 લાખ ઇક્વિટી શેર અને મનીષ મોહનકા 6.63 લાખ ઇક્વિટી શેર વેચશે. આ સિવાય યુએસ સ્થિત પ્રાઈવેટ ઈક્વિટી ફર્મ TA એસોસિએટ્સ સાથે સંકળાયેલ વેગનર ઓફર-ફોર-સેલ દ્વારા 96.92 લાખ શેરનું વેચાણ કરશે. હાલમાં, પ્રમોટર્સ અને પ્રમોટર જૂથ ટેગા ઇન્ડસ્ટ્રીઝમાં 85.17 ટકા હિસ્સો ધરાવે છે જયારે વેગનર પાસે 14.54 ટકા હિસ્સો છે.

ટેગા ઇન્ડસ્ટ્રીઝ આવકની દૃષ્ટિએ દેશમાં પોલિમર આધારિત મિલ લાઇનર્સની બીજી સૌથી મોટી ઉત્પાદક છે. ટેગા ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સ્થાપના ભારતમાં 1978માં સ્વીડનના સ્કજા એબીના સહયોગથી કરવામાં આવી હતી. બાદમાં પ્રમોટર મદન મોહન મોહનાએ 2001માં કંપનીમાં Skaja ABનો સંપૂર્ણ હિસ્સો ખરીદ્યો હતો.

આ પણ વાંચો :  New Rules From 1 December : 1 ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત ફેરફાર તમારું ખિસ્સું હળવું કરી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : Online Voter Id: હવે વોટર આઈડી કાર્ડ ઓનલાઈન મળશે, ઘરે બેઠા આ એપથી ડાઉનલોડ કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">