New Rules From 1 December : 1 ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત ફેરફાર તમારું ખિસ્સું હળવું કરી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી

નવા મહિનામાં એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર થવા સાથે બેન્કિંગ અને પેન્શન સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે 1 ડિસેમ્બરથી એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

New Rules From 1 December : 1 ડિસેમ્બરથી લાગુ થનાર સંભવિત ફેરફાર તમારું ખિસ્સું હળવું કરી શકે છે, જાણો સંપૂર્ણ માહિતી
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 10:44 AM

New Rules From 1 December : પહેલી ડિસેમ્બરથી કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એલપીજી સિલિન્ડરની નવી કિંમતો, UAN અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ, SBI ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરવી અને હોમલોન મોંઘી થશે.

નવા મહિનામાં એલપીજી સિલિન્ડરની નવી કિંમતો જાહેર થવા સાથે બેન્કિંગ અને પેન્શન સાથે જોડાયેલા કેટલાક નિયમો પણ બદલાવા જઈ રહ્યા છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે 1 ડિસેમ્બરથી એલપીજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

જણાવી દઈએ કે EPFO ​​એ પહેલાથી જ UAN અને આધારને લિંક કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર સુધી લંબાવી દીધી છે. મળતી માહિતી અનુસાર હવે તેમાં સમય વધારવાની અપેક્ષા નથી. આ સ્થિતિમાં જેમણે હજી સુધી યૂએએન -આધાર(UAN-Aadhaar) લિંક નથી કરાવ્યું, તેઓએ આ કામ 1 ડિસેમ્બર પહેલા પૂર્ણ કરવું પડશે. અન્યથા મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. વાસ્તવમાં, જો સમય મર્યાદામાં UAN-Aadhaar લિંક કરવામાં નહીં આવે તો PF સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરવામાં આવશે નહીં. સબ્સ્ક્રાઇબર્સ પીએફ ખાતામાંથી પણ ઉપાડી શકશે નહીં.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જે લોકોએ 30 નવેમ્બર સુધી UAN-Aadhaar લિંક નથી કરાવ્યું, તો તેમને મોટું નુકસાન થઈ શકે છે. EPFO એ એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિન્ક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) માટે UAN-Aadhaar લિંક કરવાનું પણ ફરજિયાત બનાવ્યું છે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે કર્મચારીને પ્રીમિયમની ચૂકવણી નહીં થાય અને રૂ. 7 લાખ સુધીના વીમા કવચનું નુકસાન થશે.

એસબીઆઈ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરનારા લોકો માટે ડિસેમ્બરથી ફેરફાર થવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે SBI ક્રેડિટ કાર્ડથી EMI પર ખરીદી કરવી મોંઘી થઈ જશે. અત્યાર સુધી SBI કાર્ડમાં માત્ર વ્યાજ વસૂલવામાં આવતું હતું, પરંતુ હવે EMI પર ખરીદી કરવા માટે પ્રોસેસિંગ ફી પણ ચૂકવવી પડશે અને તેની સીધી અસર SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સના ખિસ્સા પર પડશે.

હોમ લોનની વાત કરીએ તો ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓએ તહેવારોની સિઝનમાં હોમ લોન ઓફર કરી છે. આ ઑફર્સ પરવડે તેવા વ્યાજ દરોથી લઈને પ્રોસેસિંગ ફી માફ કરવા સુધીની છે. જો કે, મોટાભાગની બેંકોની ઑફર્સ 31 ડિસેમ્બર, 2021 સુધી લાગુ છે. પરંતુ LIC હાઉસિંગ ફાઇનાન્સની ઑફર આ મહિને સમાપ્ત થઈ રહી છે. હકીકતમાં કંપનીએ ગ્રાહકોને રૂ. 2 કરોડ સુધીની લોન પર 6.66 ટકાના દરે હોમ લોન ઓફર કરી છે, જે 30 નવેમ્બરના રોજ સમાપ્ત થાય છે.

સરકારી પેન્શનરો માટે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે. જે સરકારી પેન્શનરો આ સમય મર્યાદામાં જીવન પત્ર સબમિટ કરવામાં અસમર્થ હોય તેઓને પેન્શન મળવાનું બંધ થઈ જશે. EPFO દ્વારા તાજેતરના ટ્વીટ અનુસાર સરકારી પેન્શનરોએ 30 નવેમ્બર સુધીમાં જીવન પત્ર સબમિટ કરવો પડશે, જે એક વર્ષ માટે માન્ય રહેશે. આ કામ ઘરે બેઠા ડિજિટલી કરી શકાય છે.

આ પણ વાંચો : Online Voter Id: હવે વોટર આઈડી કાર્ડ ઓનલાઈન મળશે, ઘરે બેઠા આ એપથી ડાઉનલોડ કરો

આ પણ વાંચો : સરકારી ઓઇલ કંપનીઓ Model Retail Outlet Scheme શરૂ કરશે. 70 હજારથી વધુ આઉટલેટના નેટવર્ક માટે તૈયારી હાથ ધરાઈ

g clip-path="url(#clip0_868_265)">