Tech Mahindra એ Corona Virusનો ખાતમો બોલાવતી દવા શોધવાનો દાવો કર્યો ! પેટન્ટ માટે તૈયારીઓ શરૂ કરી

IT કંપની ટેક મહિન્દ્રા(Tech Mahindra)ના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ યુનિટ માર્કર્સ લેબએ દાવો કર્યો છે કે કંપની રિજિન બાયોસાયન્સ (Reagene Biosciences)સાથે મળીને કોરોનાવાયરસ મેડિસિન(Coronavirus Medicine) બનાવી રહી છે. આ બંને કંપનીઓ ડ્રગ મોલેક્યુલ પેટન્ટ (Drug Molecule Patent)માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. માર્કર્સ લેબના ગ્લોબલ હેડ નિખિલ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કંપની રિજિન બાયોસાયન્સના […]

Tech Mahindra એ Corona Virusનો ખાતમો બોલાવતી દવા શોધવાનો દાવો કર્યો ! પેટન્ટ માટે તૈયારીઓ શરૂ કરી
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: May 03, 2021 | 8:46 AM

IT કંપની ટેક મહિન્દ્રા(Tech Mahindra)ના રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ યુનિટ માર્કર્સ લેબએ દાવો કર્યો છે કે કંપની રિજિન બાયોસાયન્સ (Reagene Biosciences)સાથે મળીને કોરોનાવાયરસ મેડિસિન(Coronavirus Medicine) બનાવી રહી છે. આ બંને કંપનીઓ ડ્રગ મોલેક્યુલ પેટન્ટ (Drug Molecule Patent)માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરી રહી છે. માર્કર્સ લેબના ગ્લોબલ હેડ નિખિલ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કંપની રિજિન બાયોસાયન્સના સહયોગથી મોલીક્યુલ પેટન્ટ માટે અરજી કરી રહી છે. જોકે મલ્હોત્રાએ મોલીક્યુલનું નામ કહેર કર્યું નથી.

ટેક મહિન્દ્રાએ મોલીકયુલની શોધમાં કમ્પ્યુટેશનલ એનાલિસિસ કર્યું મલ્હોત્રાએ કહ્યું કે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી ડ્રગ મોલીક્યુલના પેટન્ટ અંગેની માહિતી જાહેર કરવામાં આવશે નહીં. ટેક મહિન્દ્રા અને રિજિન બાયોસાયન્સ સંશોધન પ્રક્રિયામાં છે. માર્કર્સ લેબે કોરોના વાયરસનું કમ્પ્યુટેશનલ મોડેલિંગ વિશ્લેષણ શરૂ કર્યું છે. તેના આધારે ટેક મહિન્દ્રા અને રીજીને FDAની 8,000 માન્ય દવાઓમાંથી 10 ડ્રગ મોલીક્યુલ શોર્ટલિસ્ટ કર્યા છે. તકનીકની મદદથી આ 10 દવાઓને શોર્ટલિસ્ટ કરી ત્રણ દવાઓ પસંદ કરવામાં આવી હતી. આ પછી 3D ફેફસાં બનાવવામાં આવ્યા જેના ઉપર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં જાણવા મળ્યું કે મોલીક્યુલ અપેક્ષા મુજબ કાર્ય કરી રહ્યું છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કમ્પ્યુટેશનલ ટેક્નોલોજીથી દવાની શોધમાં લાગે છે ઓછો સમય નિખિલ મલ્હોત્રાના કહેવા મુજબ ઓર્ટીફાયલ ઇન્ટેલિજન્સ અને અન્ય ગણતરીની તકનીકનો ઉપયોગ દવાઓ શોધ પાછળ બગડતા સમયને ઘટાડી શકે છે. વિશ્વભરમાં ઘણી દવાઓ પર અજમાયશ ચાલી રહી છે પરંતુ કોરોના વાયરસ સામેની લડતમાં લોકો હજી પણ માત્ર રસી ઉપર આધાર રાખે છે. ભારત સરકારે દર્દીઓની સ્થિતિ અનુસાર કોરોના સંક્રમણના ઉપચાર માટે રીમ્ડેસિવીર અને તોસીલીઝુમાબના ઉપયોગને મંજૂરી આપી છે. જો કે, તેમની માંગ સામે પણ પુરવઠાના અભાવને કારણે અછત અનુભવાઈ રહી છે. ટોસિલીઝુમાંબના અભાવનો અંદાજ આમાંથી લગાવી શકાય છે કે માત્ર 150 ડોઝ ઉત્તર પ્રદેશને ઉપલબ્ધ કરી શકાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">