ટાટા ટેક્નોલીજીસનો શેર ક્યારે લિસ્ટ થશે? યોજનાને 3 દિવસમાં 90 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે
ટાટા મોટર્સે શનિવારે જણાવ્યું હતું કે તેના એકમ ટાટા ટેક્નોલોજીએ તેના IPO હેઠળ રૂ. 500 પ્રતિ શેરના ભાવે ઓફરની કિંમત નક્કી કરી છે. ટાટા ટેક્નોલોજીસ લિમિટેડે આઈપીઓ હેઠળ બુક રનિંગ લીડ મેનેજર સાથે પરામર્શ કરીને શેર દીઠ રૂ. 500ના દરે ઓફરની કિંમત નક્કી કરી છે.

ટાટા મોટર્સે શનિવારે જણાવ્યું હતું કે તેના એકમ ટાટા ટેક્નોલોજીએ તેના IPO હેઠળ રૂ. 500 પ્રતિ શેરના ભાવે ઓફરની કિંમત નક્કી કરી છે. ટાટા ટેક્નોલોજીસ લિમિટેડે આઈપીઓ હેઠળ બુક રનિંગ લીડ મેનેજર સાથે પરામર્શ કરીને શેર દીઠ રૂ. 500ના દરે ઓફરની કિંમત નક્કી કરી હતી એમ ટાટા મોટર્સે સ્ટોક એક્સચેન્જને જણાવ્યું હતું.
રૂપિયા 2ની ફેસ વેલ્યુ ધરાવતા શેરની આ કિંમત એન્કર રોકાણકારો સહિત દરેકને લાગુ પડશે. ટાટા ટેક્નોલોજિસનો IPO શુક્રવારે ઇશ્યૂના છેલ્લા દિવસે 69.43 વખત સબસ્ક્રાઇબ થયો હતો.
લગભગ બે દાયકાના સમયગાળામાં ટાટા ગ્રૂપની કંપનીનો IPO આવ્યો છે. અગાઉ વર્ષ 2004માં રતન ટાટાની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલેકે TCSનો IPO આવ્યો હતો. NSEના ડેટા અનુસાર રૂપિયા 3,042.5 કરોડના આ IPOમાં 4,50,29,207 શેરની ઓફર સામે કુલ 3,12,64,91,040 શેરની બિડ કરવામાં આવી હતી. આ માટે પ્રતિ શેર 475-500 રૂપિયાની પ્રાઇસ રેન્જ નક્કી કરવામાં આવી હતી. ટાટા ટેક્નોલોજીસના શેર ગુરુવાર, 30 નવેમ્બરના રોજ BSE અને NSE બંને પર લિસ્ટ થશે.
તમને જણાવી દઈએ કે ટાટા ટેક્નોલોજીસ ટાટા મોટર્સની સબસિડિયરી છે. તે મેન્યુફેક્ચરિંગ-કેન્દ્રિત એન્જિનિયરિંગ સંશોધન અને વિકાસ (ER&D) કંપની છે, જે મુખ્યત્વે ઓટોમોટિવ ઉદ્યોગ પર કેન્દ્રિત છે. ટાટા મોટર્સમાં પ્રમોટર ગ્રુપ એન્ટિટી ટાટા ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન 30 સપ્ટેમ્બર સુધીમાં 0.33 ટકા હિસ્સો ધરાવે છે.
IPOના સંદર્ભમાં છેલ્લું અઠવાડિયું ખૂબ જ વ્યસ્ત અને ધ્યાન ખેંચનારું રહ્યું હતું. રોકાણકારો ટાટા ટેક્નોલોજીસના આઈપીઓ સહિત 5 કંપનીઓના આઈપીઓ પર રોકાણ માટે નસીબ અજમાવવા ખુબ આતુર હતા. આ યોજના કુલ રૂ. 7400 કરોડના IPO માટે રૂ. 3 લાખ કરોડની ખુબજ મોટી બિડ મળી હતી. Tata Technologies IPO છેલ્લા 3 દિવસમાં 90 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
3 દિવસમાં 90 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું
ટાટા ટેક્નોલોજીસનો IPO પહેલા દિવસે જ સફળતાની શરૂઆત કરી ચુક્યો હતો જે 6.34 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ બાદ બીજા દિવસે 15.10 ગણું સબ્સ્ક્રિપશન પણ મળ્યું હતું. ત્રીજા અને છેલ્લા દિવસે ટાટાનો આ IPO 69.43 ગણો સબસ્ક્રાઇબ થયો જે વિક્રમ સર્જવા તરફ આગળ વધ્યો હતો. તમને જણાવી દઈએ કે, Tata Technologies IPOની લોટ સાઈઝ 30 શેરની હતી. હવે IPO પર નસીબ અજમાવનાર રોકાણકારો 30 નવેમ્બર 2023ની રાહ જોઈ રહ્યા છે. આ દિવસે શેરની ફાળવણી કરવાની યોજના છે.
આ પણ વાંચો : લગ્નની સિઝનમાં સોનું ચમક્યું અને ચાંદીના ચળકાટમાં પણ આવ્યો ઉછાળો, જાણો તમારા શહેરમાં નવા લેટેસ્ટ ભાવ