ટાટા ટેક્નોલોજીસના શેર પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા, ધમાકેદાર લિસ્ટિંગ બાદ 8% તૂટ્યા શેર
ટાટા ટેક્નોલોજિસનો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યાની માત્ર 60 મિનિટની અંદર સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. આ પછી જ્યારે શેરનું લિસ્ટિંગ થયું ત્યારે રોકાણકારોના ચહેરા પર રોનક છવાઈ હતી કારણ કે કંપનીના શેર 140%ના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. જોકે લિસ્ટિંગના એક દિવસ બાદ જબરદસ્ત પ્રોફિટ બુકીંગ થયું હતું.

ટાટા ટેક્નોલોજીસનો IPO સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યાની માત્ર 60 મિનિટની અંદર સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ થઈ ગયો હતો. આ પછી જ્યારે શેરનું લિસ્ટિંગ થયું ત્યારે રોકાણકારોના ચહેરા પર રોનક છવાઈ હતી કારણ કે કંપનીના શેર 140%ના પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા. જોકે લિસ્ટિંગના એક દિવસ બાદ જબરદસ્ત પ્રોફિટ બુકીંગ થયું હતું.
ટાટા ટેક્નોલોજીના શેર પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા
શુક્રવારે દિવસના ટ્રેડિંગની શરૂઆત દરમિયાન ટાટા ટેક્નોલોજીસના શેર પ્રોફિટ બુકિંગનો શિકાર બન્યા હતા અને શેરમાં લગભગ 8% નો ઘટાડો જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે તાજેતરમાં ટાટા ગ્રૂપ દ્વારા ટાટા ટેક્નોલોજીસના શેરને દલાલ સ્ટ્રીટ પર લિસ્ટ કરવામાં આવ્યા હતા. Tata Technologiesના શેરની સ્થિતિમાં બાદમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. 1200 રૂપિયા કરતા નીચા સ્તરે પટકાયા બાદ શેરની કિંમત પ્રતિ શેર 1220 રૂપિયા સુધી રિકવર થઇ હતી.તમને જણાવી દઈએ કે ગઈકાલે શેરબજારમાં કંપનીનો શેર 1314.25 રૂપિયા પ્રતિ શેરના ભાવે બંધ થયો હતો.

બજાર મૂડીમાં પણ ઘટાડો થયો
ટાટા ટેક્નોલોજીના શેરમાં ઘટાડાની અસર કંપનીની માર્કેટ કેપિટલ પર પણ જોવા મળી છે. કંપનીની કુલ બજાર મૂડી ઘટીને રૂ. 50,000 કરોડની નીચે આવી ગઈ છે. પરંતુ થોડા સમય પછી, કંપનીના શેરોએ વધુ સારું પ્રદર્શન કર્યું અને ફરી એક વાર રૂ. 50,000 કરોડની બજાર મૂડીનું સ્તર પાછું મેળવ્યું. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ગઈકાલે ટાટા ટેક્નોલોજીના શેરે દલાલ સ્ટ્રીટ પર તેની ભવ્ય શરૂઆત કરી હતી અને કંપનીના શેર 140% ના પ્રીમિયમ સાથે શેરબજારમાં લિસ્ટ થયા હતા.
ટાટા ટેક્નોલોજીસનો IPO ખુબ સફળ રહયો હતો
Tata Technologiesનો IPO 22 નવેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખોલવામાં આવ્યો હતો અને આ સ્ટોકનું સબસ્ક્રિપ્શન 24 નવેમ્બરે બંધ કરવામાં આવ્યું હતું. માત્ર 60 મિનિટમાં ટાટા ટેક્નોલોજીસનો IPO સંપૂર્ણપણે સબસ્ક્રાઈબ થઈ ગયો. ગઈ કાલે જ્યારે આ શેરે દલાલ સ્ટ્રીટ પર પદાર્પણ કર્યું ત્યારે આ લિસ્ટિંગ પણ કંપની માટે ઐતિહાસિક હતું અને કંપનીનો શેર એવા કેટલાક શેરોમાંનો એક બની ગયો જેણે તેમના રોકાણકારોની સંપત્તિ બમણી કરી છે.
આ પણ વાંચો : નવેમ્બર મહિનામાં GST કલેક્શનમાં 15%નો ઉછાળો, જાણો સરકારી તિજોરીમાં કેટલા લાખ કરોડ ઉમેરાયા