6 મહિનામાં 258% તેજી બતાવનાર સુઝલોન એનર્જી અંગે આવ્યા વધુ એક મહત્વના સમાચાર, વાંચો સંપૂર્ણ માહિતી
વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ કંપની સુઝલોન એનર્જીના પ્રમોટર્સ હાલમાં કંપનીમાં તેમનો હિસ્સો વધારવાની તરફેણમાં નથી. ગ્રુપના વાઇસ ચેરમેન ગિરીશ તંતીએ 30 નવેમ્બર 2023 એકે નિવેદનમાં આ માહિતી આપી હતી. તંતીએ જણાવ્યું હતું કે હાલ કંપનીના હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવાની કોઈ યોજના નથી.

વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ કંપની સુઝલોન એનર્જીના પ્રમોટર્સ હાલમાં કંપનીમાં તેમનો હિસ્સો વધારવાની તરફેણમાં નથી. ગ્રુપના વાઇસ ચેરમેન ગિરીશ તંતીએ 30 નવેમ્બર 2023 એકે નિવેદનમાં આ માહિતી આપી હતી. તંતીએ જણાવ્યું હતું કે હાલ કંપનીના હોલ્ડિંગ સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર કરવાની કોઈ યોજના નથી. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરના આધારે સુઝલોન એનર્જીમાં પ્રમોટર્સનો હિસ્સો 13.29% છે.
તંતીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, “અમે કંપની માટે જે પણ શ્રેષ્ઠ છે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ માટે હંમેશા પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલમાં હોલ્ડિંગ સ્ટ્રક્ચર બદલવાની કોઈ યોજના નથી.” આ દરમિયાન ગિરીશ તંતીએ દિલીપ સંઘવી વિશે પણ વાત કરી જેની પાસે હજુ પણ કંપનીમાં હિસ્સો છે.
દિલીપ સંઘવી પર તાંતીએ શું કહ્યું?
સપ્ટેમ્બર મહિનામાં દિલીપ સંઘવી અને તેમના સહયોગીઓએ ફેબ્રુઆરી 2020માં હસ્તાક્ષર કરાયેલા શેરધારકોના કરારને નકારી કાઢ્યો હતો. સુઝલોન એનર્જીએ આ અંગે એક્સચેન્જોને જાણ કરી હતી. એક અલગ નિવેદનમાં દિલીપ સંઘવીએ જણાવ્યું હતું કે ઔપચારિક શેરહોલ્ડર કરારને ફગાવી દેવામાં આવ્યો છે.
હવે તંતીએ કહ્યું કે સંઘવી પરિવાર હજુ પણ કંપનીના મહત્વના અને મોટા શેરધારકો રહેશે.તંતીએ કહ્યું, “સંઘવી પરિવાર કંપનીના વિકાસને સતત સમર્થન આપી રહ્યા છે. બધું બરાબર ચાલી રહ્યું છે કંઈ બદલાયું નથી. અમે એન્ટરપ્રાઇઝના વિકાસ માટે સતત કામ કરી રહ્યા છીએ.”
માંગમાં સુધારો આવ્યો
સુઝલોન એનર્જી સીએફઓ હિમાંશુ મોદીએ છેલ્લે 13 નવેમ્બરે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સુઝલોન પાસે હાલમાં 1.6 GWનો ઓર્ડર છે. મોદીના કહેવા પ્રમાણે આ ઓર્ડર થોડા ક્વાર્ટરમાં પૂરા થઈ જશે. કંપની પાસે હાલમાં સંભવિત ઓર્ડરોની મજબૂત પાઇપલાઇન છે, જેની વાટાઘાટ ચાલી રહી છે.
તંતીએ કહ્યું કે માંગમાં મજબૂતી જોવા મળી રહી છે. સરકાર આ ક્ષેત્રને લગતા પડકારોને ઉકેલવા માટે પણ કામ કરી રહી છે. બેલેન્સ શીટ હવે QIP અને રાઇટ્સ ઇશ્યૂ દ્વારા ચોખ્ખી રોકડ સ્થિતિમાં પાછી આવી છે.
MSCI ગ્લોબલ સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સમાં સુઝોન એનર્જીના સમાવેશ પછી, આ સ્ટોકમાં લગભગ $300 મિલિયનનો ચોખ્ખો પ્રવાહ આવવાનો અંદાજ છે. ગુરુવારે સુઝલોન એનર્જીનો શેર આશરે 1.25 ટકાના વધારા સાથે રૂ. 39.90 પ્રતિ શેર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
કંપનીના શેરે 6 મહિનામાં 258%રિટર્ન આપ્યું છે જયારે 1 મહિનામાં શેર 28%આસપાસ ઉછળ્યો છે.
આ પણ વાંચો : જો તમને ટાટા ટેકનોલોજીસનો IPO નથી લાગ્યો તો હજુ પણ એક મોકો છે, જાણો કેવી રીતે થશે કમાણી