હવે વિદેશ જતા વિદ્યાર્થીઓને Quarantine ખર્ચની ચિંતા નહિ રહે, વેક્સીન કિંગ Adar Poonawalla કરશે મદદ , જાણો કઈ રીતે મળશે લાભ
પૂનાવાલાએ ટ્વિટર પર લખ્યું છે કે વિદેશ જઈ રહેલા પ્રિય વિદ્યાર્થીઓ કેટલાક દેશોએ હજી સુધી Quarantine વગર મુસાફરી માટે સ્વીકાર્ય રસી તરીકે કોવિડશીલ્ડને મંજૂરી આપી નથી, તેથી તમારે કેટલાક પૈસા ખર્ચવા પડશે. મેં આ માટે 10 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(Serum Institute of India)ના સીઈઓ અને માલિક અદાર પૂનાવાલા(Adar Poonawalla) એ જણાવ્યું છે કે તેમણે અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને મદદ માટે 10 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે કારણ કે કેટલાક દેશોએ અત્યાર સુધી Quarantine વિનાપ્રવેશ માટે કોવીશીલ્ડ (Covishield) ને સ્વીકૃત રસી તરીકે માન્યતા આપી નથી પૂનાવાલાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
પૂનાવાલાએ ટ્વિટર પર લખ્યું છે કે વિદેશ જઈ રહેલા પ્રિય વિદ્યાર્થીઓ કેટલાક દેશોએ હજી સુધી Quarantine વગર મુસાફરી માટે સ્વીકાર્ય રસી તરીકે કોવિડશીલ્ડને મંજૂરી આપી નથી, તેથી તમારે કેટલાક પૈસા ખર્ચવા પડશે. મેં આ માટે 10 કરોડ રૂપિયા અલગ રાખ્યા છે. તેમણે એક લિંક પણ શેર કરી જ્યાં વિદ્યાર્થીઓ જરૂર પડે નાણાકીય સહાય માટે અરજી કરી શકે છે.
Dear students travelling abroad, as a few countries are yet to approve COVISHIELD as an acceptable vaccine for travel without quarantine, you may have to incur some costs. I have set aside Rs.10 crores for this, apply below for financial support if needed. https://t.co/CbD6IsdKol
— Adar Poonawalla (@adarpoonawalla) August 5, 2021
16 યુરોપીયન દેશોએ કોવિશિલ્ડને મંજૂરી આપી જુલાઇની શરૂઆતમાં અદારએ કોવિશિલ્ડને પ્રવેશ માટે સ્વીકાર્ય રસી તરીકે માન્યતા આપવા બદલ 16 યુરોપિયન દેશોની પ્રશંસા કરી હતી. પૂનાવાલાએ એક ન્યૂઝ ચેનલ દ્વારા શરૂ કરાયેલી ક્રાઉડફંડિંગ યોજના માટે 10 લાખ પાઉન્ડનું દાન કર્યું છે. જોકે યુકેમાં ભારતને લાલ સૂચિમાંથી એમ્બર સૂચિમાં ખસેડવામાં આવ્યું છે તો પણ વિદ્યાર્થીઓને તેમની પસંદગીના સ્થળે 10 દિવસ માટે Quarantine રહેવું પડશે.
UK, EU અથવા USAમાં સંપૂર્ણપણે રસીકરણ કરાયેલા લોકોને જ ક્વોરેન્ટાઇનમાંથી મુક્તિ આપવામાં આવશે, જેનો અર્થ છે કે ફાઇઝર, મોર્ડેના, એસ્ટ્રાઝેનેકા અથવા જોહ્ન્સન એન્ડ જોહ્નસન રસી લેનારનેજ છૂટ મળશે. કોવિશિલ્ડને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) તરફથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી હોવા છતાં તેને હજુ સુધી યુરોપિયન મેડિસિન એજન્સી તરફથી મંજૂરી મળી નથી. હાલમાં 30 થી વધુ દેશો દ્વારા રસી સ્વીકારવામાં આવી રહી છે. ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતી અન્ય રસી ભારત બાયોટેકનું કોવાક્સિન WHO તરફથી ઇમરજન્સી ઉપયોગની સૂચિ પ્રાપ્ત કરવાની બાકી છે.
આ પણ વાંચો : GST રિટર્ન ફાઈલ નહીં કરનાર 15 ઓગસ્ટથી E-Way Bill જનરેટ કરી શકશે નહીં, જાણો વિગતવાર
આ પણ વાંચો : બેંક FD કે RDમાં નહીં, આ રોકાણમાં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ, જાણો કોણે 10 ગણું વળતર આપ્યું