બેંક FD કે RDમાં નહીં, આ રોકાણમાં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ, જાણો કોણે 10 ગણું વળતર આપ્યું

BSE SME લિસ્ટેડ શેર્સ વર્ષ 2021 માં 100 ટકાથી વધુ વધ્યા છે. EKI એનર્જી સર્વિસીસ શેર(EKI Energy Services) એ BSE SME એક્સચેન્જ લિસ્ટેડ સ્ટોક છે જે 7 એપ્રિલ 2021 ના રોજ લિસ્ટેડ થયો અને લગભગ 4 મહિનામાં તેના શેરધારકોને 1082 ટકાથી વધુ વળતર આપ્યું છે.

સમાચાર સાંભળો
બેંક FD કે RDમાં નહીં, આ રોકાણમાં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ, જાણો કોણે 10 ગણું વળતર આપ્યું
SYMBOLIC IMAGE

Multibagger stock 2021: શેરબજાર(Stock Market) માં રોકાણ જોખમને આધીન છે પરંતુ અહીં રિટર્ન બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ કરતા અનેકગણું વધારે મળે છે. શેરબજારની તેજીમાં રોકાણકારોએ મોટા શેરની સરખામણીમાં સ્મોલકેપ શેરોમાં મોટી કમાણી કરી છે. BSE ના બેન્ચમાર્ક ઈન્ડેક્સે બુધવારે ઈતિહાસ રચીને પ્રથમ વખત 54,000 નું સ્તર પાર કર્યું છે સાથે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ પણ ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો છે. આ દરમિયાન મલ્ટીબેગર ક્લબમાં મોટી સંખ્યામાં સ્મોલકેપ શેરો ઉમેરાયા છે જેણે તેમના શેરધારકોને 100 ટકાથી વધુ વળતર આપ્યું છે.

BSE SME લિસ્ટેડ શેર્સ વર્ષ 2021 માં 100 ટકાથી વધુ વધ્યા છે. EKI એનર્જી સર્વિસીસ શેર(EKI Energy Services) એ BSE SME એક્સચેન્જ લિસ્ટેડ સ્ટોક છે જે 7 એપ્રિલ 2021 ના રોજ લિસ્ટેડ થયો અને લગભગ 4 મહિનામાં તેના શેરધારકોને 1082 ટકાથી વધુ વળતર આપ્યું છે.

4 મહિનામાં 1000 ટકાથી વધુ રિટર્ન આપ્યું
7 એપ્રિલ 2021 ના રોજ EKI એનર્જી સર્વિસિસનો ર SME એક્સચેન્જમાં લિસ્ટેડ હતો અને લિસ્ટિંગના દિવસે 147 રૂપિયા પર બંધ થયો હતો. લગભગ 4 મહિના દરમિયાન શેર વધીને રૂ 1,738.40 પર પહોંચ્યો છે. આ સમયગાળા દરમિયાન શેર 1082.59 ટકા વધ્યો છે. મંગળવારે આ સ્ટોકમાં 5 ટકાની અપર સર્કિટ હતી, જ્યારે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં તે 1501.80 રૂપિયાથી વધીને 1738.40 રૂપિયા થઈ ગઈ. જો કે, છેલ્લા એક મહિનામાં EKI એનર્જી સર્વિસિસનો સ્ટોક 722.65 રૂપિયાથી વધીને 1738.40 રૂપિયા થયો અને આ સમયગાળા દરમિયાન તે 140 ટકા વધ્યો.

4 મહિનામાં 1 લાખના 12 લાખ થયા
જો કોઈ રોકાણકારે 4 મહિના પહેલા આ કંપનીના સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો હવે તેનું રોકાણ વધીને 11.82 લાખ રૂપિયા થઈ ગયું હશે. એક મહિના પહેલા તેમાં રૂ 1 લાખનું રોકાણ વધીને 2.40 લાખ રૂપિયા થઈ ગયું હોય . જો તમે 5 દિવસ પહેલા તેમાં 1 લાખ રૂપિયા મૂક્યા હોત તો તે હવે 1.15 લાખ રૂપિયા થયું હશે.

 

આ પણ વાંચો : STOCK MARKET : નવી સર્વોચ્ચ સપાટીએ કારોબારની શરૂઆત બજારમાં ઉતાર – ચઢાવની સ્થિતિ, જાણો ક્યાં છે આજના GAINER અને LOSER STOCKS

આ પણ વાંચો : વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે ઓછા ખર્ચમાં પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati