Hero MotoCorp નો શેર કેમ સતત લાલ નિશાન નીચે ટ્રેડ કરી રહ્યો છે? જાણો શું છે મામલો

|

Apr 02, 2022 | 9:02 AM

ટેક્સ વિભાગ માટે નીતિ નિર્ધારણ કરતી સંસ્થાએ જણાવ્યું હતું કે, "ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે વ્યવસાયિક હેતુઓ માટે દર્શાવવામાં આવેલા ખર્ચ સંપૂર્ણપણે પુરાવા પર આધારિત નથી.

Hero MotoCorp નો શેર કેમ સતત લાલ નિશાન નીચે ટ્રેડ કરી રહ્યો છે? જાણો શું છે મામલો
Hero MotoCorp

Follow us on

દેશની સૌથી પ્રખ્યાત ટુ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ(Hero MotoCorp)ના શેરમાં ઘટાડો ચાલુ છે. કંપનીના પરિસર પર આવકવેરા વિભાગ(Income Tax Department)ના દરોડામાં રૂ. 800 કરોડના કથિત બોગસ ખર્ચ, દિલ્હીમાં જમીન ખરીદવા રૂ. 60 કરોડની બેનામી રોકડનો ઉપયોગ જેવી બાબતો બાદ કંપનીના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આવકવેરા વિભાગે 23 માર્ચે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. Hero MotoCorp વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદકોમાંની એક છે.8 માર્ચ 2022 ના રોજ કંપનીનો શેર ઘટીને રૂ. 2,148 પર આવી ગયો હતો. જેનું છેલ્લું બંધ સ્તર 2,246 રૂપિયા છે .

શેર 6.32 ટકા તૂટ્યો

શુક્રવારે કંપનીનો શેર 4.26 ટકાના ઘટાડા સાથે રૂ. 2,199 પર ખુલ્યો હતો. શુક્રવારે દિવસના ટ્રેડિંગ દરમિયાન હીરો મોટોકોર્પના શેરનો ભાવ એક સમયે 6.32 ટકા ઘટીને રૂ. 2,151.60 થયો હતો. જોકે બજાર બંધ થવાના સમયે શેર થોડો રિકવરી કરીને પાછલા સત્રની સરખામણીએ 2.39 ટકા ઘટીને 2,241.80 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો.

52-અઠવાડિયાના મહત્તમ અને લઘુત્તમ સ્તર

કંપનીનો શેર 5-દિવસ, 20-દિવસ, 50-દિવસ, 100-દિવસ અને 200-દિવસની મૂવિંગ એવરેજથી નીચે ટ્રેડ થઈ રહ્યો છે. 8 માર્ચ 2022 ના રોજ કંપનીનો શેર ઘટીને રૂ. 2,148 પર આવી ગયો હતો. આ સ્ટૉકનો આ 52 સપ્તાહનો તળિયે નોંધાયો હતો. છેલ્લા એક મહિનામાં આ લાર્જ કેપ સ્ટોકમાં 24.7 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે આ વર્ષની શરૂઆતથી તેમાં 9.5 ટકાનો ઘટાડો થયો છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

ટેક્સ વિભાગ માટે નીતિ નિર્ધારણ કરતી સંસ્થાએ જણાવ્યું હતું કે, “ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે જે દર્શાવે છે કે વ્યવસાયિક હેતુઓ માટે દર્શાવવામાં આવેલા ખર્ચ સંપૂર્ણપણે પુરાવા પર આધારિત નથી. ચોક્કસ ઘટનાના સંચાલન માટે રૂ. 800 કરોડનો ખર્ચ બતાવાયો છે. યુનિટ પાસેથી સેવા લેવાના નામે રકમ દર્શાવવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું છે કે હીરો મોટોકોર્પ અને પવન મુંજાલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આવકવેરા વિભાગે 23 માર્ચે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. Hero MotoCorp વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદકોમાંની એક છે. તેણે કહ્યું હતું કે તે ટેક્સ અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપી રહી છે. ટેક્સ અધિકારીઓએ હીરોની દિલ્હી, ગુરુગ્રામ ઓફિસ અને કંપનીના ચેરમેન અને સીઈઓ પવન મુંજાલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

 

 

આ પણ વાંચો : Demat Account ના KYC માટે અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવી, આ 6 માહિતી સાથે વહેલી તકે એકાઉન્ટ કરો અપડેટ

આ પણ વાંચો : Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર

Next Article