હીરો મોટોકોર્પ(hero motocorp)એ જાહેરાત કરી હતી કે તેણે જૂન મહિનામાં મોટરસાયકલો અને સ્કૂટર્સના 6.6 લાખ યુનિટ વેચ્યા છે જેનથી નાણાકીય વર્ષ 2022૨ ના પહેલા ક્વાર્ટરના કુલ વેચાણ ૧૦ લાખ યુનિટને પાર પહોંચાડશે. લોકડાઉનના પ્રતિબંધોને હળવા બનાવવા સાથે હીરો મોટોકોર્પ અપેક્ષા રાખે છે કે આવતા મહિને વેચાણનો ગ્રાફ હજુ ઉપર જશે. ઇન્ડિયન ઓટો ઇન્ડસ્ટ્રીમાં ટુ-વ્હીલર ક્ષેત્રને ઘણા નિષ્ણાંતો કોવિડ -19 ની બીજી લહેરની અસર બાદ મજબૂત બાઉન્સ તરીકે જોઈ રહ્યા છે.
જૂન મહિનામાં OEMs 2 અને 4 વ્હીલર સેગમેન્ટ માટે સકારાત્મક વલણ દર્શાવી રહ્યાં છે. હીરો મોટોકોર્પ અહીં ટોપ ગિયરમાં પહોંચ્યું છે. વિશ્વની સૌથી મોટી મોટરસાયકલો અને સ્કૂટર્સ ઉત્પાદક કંપનીએ જૂનમાં મોટરસાયકલોના 4.41 લાખ યુનિટ અને સ્કૂટરના 27,624 યુનિટ વેચ્યા હતા. ગયા વર્ષે સમાન મહિનામાં આ આંકડો અનુક્રમે 4.18 લાખ અને 33,842 યુનિટ હતો.
સમયગાળા અનુસાર તુલના કરવી અયોગ્ય ગણાશે કારણ કે આ લોકડાઉન નિયમોને કારણે ઓટોમોબાઈલ કંપનીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને તેમને પ્લાન્ટ બંધ રાખવો પડ્યો હતો પરંતુ એ હકીકત છે કે ઓટો સેક્ટર માટે ફરી એકવાર વેચાણમાં તેજી જોવા મળી રહી છે.
માંગમાં ઘટાડો થવા અને આગામી તહેવારોના મહિનાઓ સાથે હીરો મોટોકોર્પ હજી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખે છે અને જણાવે છે કે લગભગ તમામ ગ્રાહક ટચપોઇન્ટ્સ હવે કાર્યરત છે. રોગચાળાની ત્રીજી લહેર એ એક સંભાવના છે અને મોટાભાગના OEMs સાવધાની સાથે સતર્કતાથી વર્તી રહ્યા છે.
કિંમતોમાં વધારો થયો હીરો મોટોકોર્પે તેના ઉત્પાદનો માટે કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ હાલમાં જ માહિતી આપી હતી કે તે 1 જુલાઇ, 2021 થી તેની બાઇક અને સ્કૂટર્સની એક્સ શોરૂમ પ્રાઇસમાં વધારો કર્યો છે. હીરો મોટોકોર્પ કહે છે કે કોમોડિટીના ભાવમાં સતત વધારાની અસરને આંશિક ધોરણે સરભર કરવા માટે ભાવવધારો જરૂરી બન્યો છે.