AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Demat Account ના KYC માટે અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવી, આ 6 માહિતી સાથે વહેલી તકે એકાઉન્ટ કરો અપડેટ

સ્ટોક બ્રોકર્સ તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને નિષ્ક્રિય થવાથી રોકવા માટે KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે. આ બ્રોકરેજ હાઉસ ખાતાધારકોને ત્રણ મહિનાની અંદર તેમના ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કરવા માટે કહી રહ્યા છે નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે.

Demat Account ના KYC  માટે અંતિમ તારીખ 30 જૂન 2022 સુધી લંબાવવામાં આવી, આ 6 માહિતી સાથે વહેલી તકે એકાઉન્ટ કરો અપડેટ
30 જૂન સુધીમાં KYC કરવું જરૂરી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 8:45 AM
Share

Demat Account KYC: જો તમે તમારા ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કર્યું નથી તો હવે તમારી પાસે 30 જૂન 2022 સુધીનો સમય છે. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ હાલના ડીમેટ એકાઉન્ટ્સ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે કેવાયસીની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 જૂન, 2022 સુધી કરી છે. અગાઉ આ સમયમર્યાદા 31 માર્ચ 2022 હતી.NSDLએ તેના પરિપત્રમાં કહ્યું છે કે KYC વગર ડીમેટ એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. પરંતુ SEBI અને MII સાથેની ચર્ચાના આધારે આ સમયમર્યાદા 30 જૂન, 2022 સુધી લંબાવવામાં આવી છે. આ એક વખતનું વિસ્તરણ છે અને આ સમયગાળા દરમિયાન જે ડીમેટ ખાતા ધારકો અત્યાર સુધી તેમના ડીમેટ ખાતાની KYC કરી શક્યા નથી તેઓએ KYC કરવું પડશે.

સ્ટોક બ્રોકર્સ તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને નિષ્ક્રિય થવાથી રોકવા માટે KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે. આ બ્રોકરેજ હાઉસ ખાતાધારકોને ત્રણ મહિનાની અંદર તેમના ડીમેટ ટ્રેડિંગ એકાઉન્ટનું KYC કરવા માટે કહી રહ્યા છે નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે.

દરેક ડીમેટ ખાતાએ છ વિગતો સાથે KYC કરવું જરૂરી છે. પરંતુ હજુ સુધી તમામ ડીમેટ ખાતાઓને છ KYC ધોરણો સાથે અપડેટ કરવામાં આવ્યા નથી. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ધારકને આ છ KYC સુવિધાઓ અપડેટ કરવી જરૂરી છે. જેમાં નામ, સરનામું, PAN, મોબાઈલ નંબર, માન્ય ઈમેલ આઈડી, આવક મર્યાદાનો સમાવેશ થાય છે. 1 જૂન, 2021થી ખોલવામાં આવેલા નવા ડીમેટ ખાતાઓ માટે તમામ 6-KYC સુવિધાઓ ફરજિયાત બનાવવામાં આવી છે.

ડીમેટ-ટ્રેડિંગ ખાતામાં નોમિનેશન માટે છેલ્લી તારીખ લંબાવાઈ

પાન કાર્ડ અને આધાર લિંક (Aadhaar-PAN Link) થી લઈને નોમિનીનું નામ ટ્રેડિંગ-ડીમેટ એકાઉન્ટ(Demat Account)માં રજીસ્ટર કરવા સુધી આ મહત્વપૂર્ણ કાર્યો અને EPFOમાં ઈ-નોમિનેશન(EPFO e-Nomination) માટેની અંતિમ તારીખ 31 માર્ચ જાહેર કરવામાં આવી હતી. ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ વિશે જાણીએતો વાસ્તવમાં જેમની પાસે ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ છે તેમના માટે સેબીએ 31 માર્ચ સુધીમાં નોમિનીનું નામ રજીસ્ટર કરવાનો નિયમ બનાવ્યો હતો પરંતુ હવે તેમાં 1 વર્ષની છૂટ આપવામાં આવી છે. એટલે કે જેઓ ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં નોમિનેશન કરી શક્યા નથી તેઓ 31 માર્ચ, 2023 સુધી સમય અપાયો હતો. અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 હતી. હવે તેને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  Kfin Tech IPO : રૂપિયા 2400 કરોડ એકત્રિત કરવા આ કંપની IPO લાવશે. SEBI સમક્ષ ડ્રાફ્ટ પેપર રજૂ કરાયા

આ પણ વાંચો :  Post Office ની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમમાં રોકાણ સારા વળતર સાથે ટેક્સમાં છૂટનો લાભ આપશે,જાણો યોજનાને વિગતવાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">