AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટાટા ગ્રુપનો આ શેર 5 દિવસમાં 10% થી વધુ ઉછળ્યો, લાંબા ગાળાના રોકાણકારોને 983% મળ્યું રિટર્ન

Tata Teleservices Maharashtra Limited (TTML) ના શેરોએ છેલ્લા 3 વર્ષમાં લગભગ 3015% વળતર આપ્યું છે. 9 એપ્રિલ 2020 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ટાટા ગ્રૂપની કંપનીનો શેર રૂ. 2.03 પર હતો. 10 એપ્રિલ, 2023ના રોજ BSE પર ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્રના શેર રૂ.61 પર ટ્રેડ થઈ રહ્યા છે.

ટાટા ગ્રુપનો આ શેર 5 દિવસમાં 10% થી વધુ ઉછળ્યો, લાંબા ગાળાના રોકાણકારોને 983% મળ્યું રિટર્ન
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 11, 2023 | 6:58 AM
Share

ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ (TTML) એ જબરદસ્ત પુનરાગમન કર્યું છે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્રનો શેર 60.95 રૂપિયાના સ્તરે બંધ થયો હતો . છેલ્લા 5 દિવસમાં ટાટા ટેલિસર્વિસિસના શેરમાં 10%થી વધુનો વધારો થયો છે. ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્રના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 210 છે. તે જ સમયે, કંપનીના શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 49.80 રૂપિયા છે.ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ ગ્રાહકોને કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન્સ સોલ્યુશન્સ પ્રદાન કરતી અગ્રણી કંપની છે. TTML કનેક્ટિવિટી, કોલાબોરેશન, ક્લાઉડ, સિક્યુરિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) થી લઈને માર્કેટિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે.

આ પણ વાંચો : Tata Motors ના શેરમાં 7%નો ઉછાળો આવ્યો, જાણો સ્ટોક અંગે નિષ્ણાંતોનું અનુમાન

TTML ના શેર માં રિકવરી

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર 31 માર્ચ 2023 ના રોજ ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર લિમિટેડ (TTML) ના શેર રૂપિયા  55.49 ના સ્તરે હતા. 10 એપ્રિલ 2023ના રોજ BSE પર કંપનીના શેર રૂ. 61 પર પહોંચી ગયા છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં કંપનીના શેરમાં 10% થી વધુનો વધારો થયો છે. તે જ સમયે 28 માર્ચ 2023 થી ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્ર (TTML) ના શેરમાં લગભગ 30% નો ઉછાળો આવ્યો છે. કંપનીનું માર્કેટ કેપ 12395 કરોડ રૂપિયાની આસપાસ છે.

આ પણ વાંચો : Gold Price Today : સોના – ચાંદીના ચળકાટમાં ઘટાડો થયો, આજે કિંમતી ધાતુઓ કેટલી સસ્તી થઈ?

TTML શેર્સે 3 વર્ષમાં 3000% થી વધુ રિટર્ન

Tata Teleservices Maharashtra Limited (TTML) ના શેરોએ છેલ્લા 3 વર્ષમાં લગભગ 3015% વળતર આપ્યું છે. 9 એપ્રિલ 2020 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ટાટા ગ્રૂપની કંપનીનો શેર રૂ. 2.03 પર હતો. 10 એપ્રિલ, 2023ના રોજ BSE પર ટાટા ટેલિસર્વિસિસ મહારાષ્ટ્રના શેર રૂ.61 પર ટ્રેડ થઈ રહ્યા છે. જો કોઈ વ્યક્તિએ 3 વર્ષ પહેલાં TTML શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોય તો આ નાણાંની કિંમત હાલમાં રૂ. 33.21 લાખ થઈ હશે

TTML નો વ્યવસાય શું છે?

ટાટા ગ્રૂપની કંપની ટાટા ટેલિસર્વિસિસ (મહારાષ્ટ્ર) લિમિટેડ ગ્રાહકોને કનેક્ટિવિટી અને કોમ્યુનિકેશન્સ સોલ્યુશન્સ પ્રદાન કરતી અગ્રણી કંપની છે. TTML કનેક્ટિવિટી, કોલાબોરેશન, ક્લાઉડ, સિક્યુરિટી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT) થી લઈને માર્કેટિંગ સોલ્યુશન્સ પૂરા પાડે છે. કંપની ટાટા ટેલી બિઝનેસ સર્વિસિસ (TTBS) બ્રાન્ડ હેઠળ ભારતમાં ICT સર્વિસ બિઝનેસનો વિશાળ પોર્ટફોલિયો ધરાવે છે. TTBS એન્ટરપ્રાઇઝ ગ્રાહકોને સંકલિત ટેલિકોમ સોલ્યુશન્સ પ્રદાન કરે છે.

ડિસ્ક્લેમર : શેરમાં રોકાણ શેરબજારના જોખમને આધીન છે. અહેવાલનો હેતુ માત્ર તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે. રોકાણ દ્વારા નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">