AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dividend stock : આ સ્મોલકેપ કંપની ડિવિડન્ડ અને બોનસ શેરનો બમણો લાભ આપશે, રેકોર્ડ ડેટ પણ જાહેર કરાઈ

Dividend stock : વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સનો શેર તેના અગાઉના ₹366.90ના બંધથી 5.79% વધીને ₹388.15 પર બંધ થયો છે. આ શેર 12 એપ્રિલ, 2023ના રોજ ₹430ની 52-અઠવાડિયાની ઊંચી સપાટીએ અને 23 જૂન, 2022ના રોજ ₹201.10ના 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

Dividend stock : આ સ્મોલકેપ કંપની ડિવિડન્ડ અને બોનસ શેરનો બમણો લાભ આપશે, રેકોર્ડ ડેટ પણ જાહેર કરાઈ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 8:01 AM
Share

Dividend stock :આયર્ન અને સ્ટીલના ઉત્પાદનમાં સંકળાયેલી સ્મોલ કેપ કંપની વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સએ બોનસ શેર ઇશ્યૂ કરવાની રેકોર્ડ તારીખ નક્કી કરી છે. આ સમાચાર પછી, કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો આવ્યો અને શેરની કિંમત લગભગ 6 ટકા વધી ગઈ છે. કંપની સ્ટીલ મેલ્ટિંગ, બ્રાઈટ બાર, રોલિંગ મિલ અને હીટ ટ્રીટમેન્ટ માટે કામ કરે છે. શેરબજારને આપેલી માહિતીમાં વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સે જણાવ્યું કે શુક્રવાર 19 મે  2023 કંપનીના બોનસ ઇક્વિટી શેર ઇશ્યૂ કરવા માટે શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. આ હેઠળ 1  શેર પર 1 બોનસ શેર વહેંચવાની યોજના છે.

આ પણ વાંચો : વિશ્વના સૌથી ધનિક 5 રાજવી પરિવારો ક્યા છે? આ પરિવારો પાસે દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ કરતા પણ અનેક ગણી વધારે સંપત્તિ છે

કંપનીના પરિણામો કેવા રહ્યા ?

વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સે અહેવાલ આપ્યો છે કે Q4 FY23 માં કામગીરીમાંથી કંપનીની આવક રૂ 422.04 કરોડ હતી. FY22 ના Q4 માં તે રૂ. 343.35 કરોડ હતો, જે 22.92% ની વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. આ સિવાય FY23 ના Q4 માં નફો 13.68 કરોડ રૂપિયા હતો. જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 29.19 કરોડની સરખામણીએ 53.15 ટકાનો ઘટાડો દર્શાવે છે. બોર્ડે શેર દીઠ રૂ. 5ના ડિવિડન્ડની પણ ભલામણ કરી છે.

આ પણ વાંચો : Share Market Closing: સેન્સેક્સ 709 પોઈન્ટના વધારા સાથે 61,764 પર બંધ, અદાણીના શેરમાં ઘટાડો, 2 શેરમાં લોઅર સર્કિટ લાગી

શેરની કિંમત શું છે ?

વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સનો શેર તેના અગાઉના ₹366.90ના બંધથી 5.79% વધીને ₹388.15 પર બંધ થયો છે. આ શેર 12 એપ્રિલ, 2023ના રોજ ₹430ની 52-અઠવાડિયાની ઊંચી સપાટીએ અને 23 જૂન, 2022ના રોજ ₹201.10ના 52-સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

કંપનીમાં વેટરન ઇન્વેસ્ટર્સનો હિસ્સો છે . વેટરન ઇન્વેસ્ટર મુકુલ મહાવીર અગ્રવાલ વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સમાં 5,00,000 શેર અથવા 1.23% હિસ્સો ધરાવે છે અને અનિલ કુમાર ગોયલે માર્ચ 2023 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટર દરમિયાન વર્ધમાન સ્પેશિયલ સ્ટીલ્સમાં 9,09,000 શેર અથવા 2.24% હિસ્સો ધરાવે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">