Sensex ની ટોચની 10 કંપનીઓ પૈકી 5ના માર્કેટ કેપમાં રૂપિયા 67843 કરોડનો વધારો થયો, HUL અને RIL TOP GAINER રહ્યા
હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(RIL)માં સૌથી વધુ ફાયદો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં વધારો થયો છે.
સેન્સેક્સ (Sensex)ની ટોચની 10 કંપનીઓમાંથી પાંચની માર્કેટ મૂડી (Mcap) ગત સપ્તાહે રૂ. 67,843.33 કરોડ વધી છે. હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ(Reliance)માં સૌથી વધુ ફાયદો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ભારતી એરટેલ અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં છેલ્લા સપ્તાહમાં વધારો થયો છે. બીજી તરફ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઈન્ફોસિસ, ICICI બેન્ક, અદાણી ગ્રીન એનર્જી અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ના માર્કેટ વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો. રિપોર્ટિંગ સપ્તાહમાં હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 25,234.61 કરોડ વધીને રૂ. 5,25,627.06 કરોડ થયું છે. હિન્દુસ્તાન યુનિલિવરને સૌથી વધુ ફાયદો થયો છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ. 21,892.61 કરોડ વધીને રૂ. 18,87,964.18 કરોડ થયું છે. HDFC બેન્કની બજાર સ્થિતિ રૂ. 16,251.27 કરોડ વધીને રૂ. 7,68,052.87 કરોડ અને HDFCની બજાર સ્થિતિ રૂ. 3,943.09 કરોડ વધીને રૂ. 4,03,969.09 કરોડ થઈ હતી.
ભારતી એરટેલને ફાયદો તો TCS અને Infosys ને નુકસાન
ભારતી એરટેલે સપ્તાહ દરમિયાન રૂ. 521.75 કરોડ ઉમેર્યા અને તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4,06,245.26 કરોડ પર પહોંચી ગયું છે. આ ટ્રેન્ડથી વિપરીત TCSની બજાર સ્થિતિ રૂ. 22,594.64 કરોડ ઘટીને રૂ. 12,98,999.83 કરોડ થઈ છે. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન રૂ. 7,474.58 કરોડ ઘટીને રૂ. 6,59,587.97 કરોડ થયું છે.
SBIની માર્કેટ મૂડીમાં રૂ. 3,480.6 કરોડનો ઘટાડો થયો છે અને તે ઘટીને રૂ. 4,43,106.96 કરોડ પર આવી ગયો છે. ICICI બેન્કની બજાર સ્થિતિ રૂ. 2,600.14 કરોડ ઘટીને રૂ. 5,16,762.48 કરોડ થઈ છે. અદાણી ગ્રીનનું માર્કેટ વેલ્યુએશન રૂ. 172.04 કરોડની ખોટથી ઘટીને રૂ. 4,51,577.84 કરોડ થયું છે.
ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ સ્થાને રહી છે. તે પછી TCS, HDFC બેંક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેંક, અદાણી ગ્રીન એનર્જી, SBI, ભારતી એરટેલ અને HDFC આવે છે.
આ સપ્તાહમાં કારોબાર કેવો રહેશે?
આ સિવાય તમને જણાવી દઈએ કે યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરો પર નિર્ણય, સ્થાનિક મોરચે મેક્રો ઈકોનોમિક ડેટાની જાહેરાત અને કંપનીઓના ત્રિમાસિક પરિણામો આ સપ્તાહે શેરબજારની દિશા નક્કી કરશે. આ અભિપ્રાય વ્યક્ત કરતા વિશ્લેષકોએ કહ્યું છે કે આ સિવાય તમામની નજર ઓટો કંપનીઓના માસિક વેચાણના આંકડા અને જીવન વીમા નિગમના પ્રારંભિક જાહેર ઓફર (IPO) પર રહેશે. ઈદ-ઉલ-ફિત્રના અવસર પર મંગળવારે શેરબજાર બંધ રહેશે.
આ પણ વાંચો : GST Collections: એપ્રિલમાં જીએસટી કલેક્શને તોડ્યા તમામ રેકોર્ડ, સરકારની તિજોરીમાં આવ્યા 1.68 લાખ કરોડ રૂપિયા
આ પણ વાંચો : ભારત સરકાર ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ રજૂ કરશે, એમેઝોન અને વોલમાર્ટને મળશે કડક સ્પર્ધા!
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો